Vastu tips for Money : શાસ્ત્રોમાં તાબાને શુભ ધાતુઓ પૈકી એક માનવામાં આવે છે. તાબાના લોટાથી જળ પીવાથી સ્વાસ્થ્ય લાભ અંગે તો તમે અનેક બાબતો સાંભળી હશે. જોકે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તાંબાના લોટાથી ભગવાન સૂર્યને અર્ધ્ય કરવી શુભ માનવામાં આવે છે. આ સાથે જ આ સંબંધિત અનેક ઉપાય કરવાથી વ્યક્તિ સુખ સંપદાની સાથે દરેક પરેશાનીઓથી છૂટકારો મેળવે છે. તમારી આસપાસ હાજર નકારાત્મક ઉર્જાઓને પણ સમાપ્ત થઈ જાય છે. જેનાથી સમાજમાં માન-સમ્માનની સાથે ધન-સંપદાની પ્રાપ્તી થઈ શકે છે.
માનસિક તણાવથી છૂટકારો મેળવવા માટે તાંબાના લોટાનો ઉપાય
આર્થિક, માનસિક તણાવ સંબંધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તાંબાનો લોટો મદદ કરી શકે છે. આ માટે દરરોજ સુતા પહેલા તાંબાના લોટામાં પાણી ભરીને ઓશીકાના ભાગે રાખીને સુઈ જાઓ સવારે ઉઠીને આ જળને ઘરના છોડમાં નાંખો, આ ઉપાયથી માનસિક સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. આ સાથે જ તમે ઈચ્છો તો પાણીમાં થોડું લાલ ચંદન પણ નાંખી શકો છો.
પૈસા ટકતા નથી તો તાબાના લોટાથી કરો આ ઉપાય
જો તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડે છે તો પૈસાની તંગી બની રહે છે તો તાબાના લોટામાં જળ ભરીને દરરોજ સૂર્યને અર્પણ કરો. સતત 40 દિવસ સુધી આવું કરતા રહો. માન્યતા છે કે આવું કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થઈ શકે છે. સાથે જ પૈસાની તંગીમાંથી છૂટકારો મળી જાય છે.
ઘર કંકાસથી છૂટકારો મેળવવા માટે તાંબાના લોટાનો ઉપાય
જો ઘરમાં પતિ-પત્ની અથવા પરિવારના કોઈ સભ્ય નાની નાની બાબત પર લડાઈ ઝઘડો કરતો રહે તો. તાબાના લોટામાં જળ ભરીને રોજ તુલસીના છોડને અર્પણ કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. આ સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
કુંડળીમાં સૂર્ય અને મંગળની સ્થિતિ મજબૂત કરવા માટે તાંબાના લોટાનો ઉપાય
જો તમારી કુંડળીમાં મંગળ અને સૂર્યની સ્થિતિ ખૂબ જ મબળી છે તો તાંબાના લોટામાં જળ ભરીને પીપળના ઝાડને અર્પણ કરો. આવું કરવાથી તમને લાભ મળશે. આ ઉપાય મીન અને ધન રાશિના જાતકો કરે તો વિશેષ ફળ પ્રાપ્ત થઈ શકે છે.





