ધન માટે મની પ્લાન્ટથી પણ વધારે લાભદાયી છે આ છોડ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં લગાવવાથી મળશે શુભ ફળ!

Crassula plant: વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ ઉપરાંત કેટલાક એવા છોડ છે જે ઘરમાં ધન અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.

Crassula plant: વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ ઉપરાંત કેટલાક એવા છોડ છે જે ઘરમાં ધન અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

વાસ્તુ ટીપ્સ

વાસ્તુશાસ્ત્રમાં ધન માટે અનેક વસ્તુઓ શુભ માનવામાં આવે છે. છોડ-ઝાડની વાત કરીએ તો મોટાભાગના લોકો જાણે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી લાભ મળે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ ઉપરાંત કેટલાક એવા છોડ છે જે ઘરમાં ધન અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.

Advertisment

ઘરની આર્થિક તંગીથી અનેક લોકો પરેશાન છે. કેટલાક લોકો પાસે મહેનત કરવા છતાં પણ પૈસા બચતા નથી. વાસ્તુશાસ્ત્રમાં આનું કારણ વાસ્તુ દોષ માનવામાં આવે છે. વાસ્તુદોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. આ કારણે નકાત્મક ઘટનાઓ થાય છે. સાથે જ ઘરના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

ક્રસુલાનો છોડ વાસ્તુકલાના હિસાબથી ચમત્કારી છોડ માનવામાં આવે છે. જ્યારે આ છોડ ઘરમાં લગાવવામાં આવે છે ત્યારે સકારાત્મક ઉર્જા અને ધન બંને ઘર તરફ આકર્ષિત થાય છે. આ છોડને તમે ઘર ઉપરાંત પોતાની ઓફિસ, દુકાન અથવા કાર્યસ્થળ પર પણ લાગવી શકો છો. ચાલો જાણીએ ક્રસુલાના છોડના ફાયદા અને છોડની લગાવવાની યોગ્ય દિશા.

ક્રસુલા છોડનો ફાયદો

ક્રસુલાને ઝેડ ટ્રી, લકી ટ્રી અથવા મની ટ્રીના નામથી જાણવામાં આવે છે
ક્રસુલાનો છોડ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે
આ છોડને કાર્યસ્થળ ઉપર લગાવવાથી વેપારમાં પ્રગતિ થાય છે. નોકરીમાં પદ્દોન્નતીની સંભાવના વધી જાય છે.
વાસ્તુશાસ્ત્રમાં આ છોડને ધન આકર્ષિત કરનાર છોડ ગણાવવામાં આવ્યો છે. આ છોડને ધનનું પ્રતિક માનવામાં આવે છે.
ક્રસુલાના છોડ ધનના સંચયને વૃદ્ધિ આપે છે ધનમાં વૃદ્ધિ કરે છે.

Advertisment

ક્રસુલાનો છોડ લગાવવાની યોગ્ય દિશા

ક્રસુલાના છોડને યોગ્ય દિશામાં લગાવવાથી શુભ ફળ મળે છે અને ભાગ્ય ચમકે છે
તમે ઘરના મુખ્ય દ્વારના જમણી બાજુ ક્રસુલાનો છોડ લગાવી શકો છો
બાલકનીમાં ક્રસુલાનો છોડ લગાવવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે
આ છોડને દક્ષિણ દિશામાં લગાવવાથી બચો, દક્ષિણ દિશામાં ક્રસુલા રાખવાથી ધનની હાની થાય છે.

ધર્મ ભક્તિ