કાગડા વગર કેમ અધૂરું માનવામાં આવે છે પિતૃ પક્ષનું શ્રાદ્ધ કર્મ, પિતૃઓ સાથે છે ખાસ સંબંધ

Pitru Paksha 2025 : હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાદ્ધ માટે કાગડાને કેમ આટલો મહત્વપૂર્ણ માનવામાં આવે છે? આવો જાણીએ.

Written by Ashish Goyal
September 05, 2025 18:09 IST
કાગડા વગર કેમ અધૂરું માનવામાં આવે છે પિતૃ પક્ષનું શ્રાદ્ધ કર્મ, પિતૃઓ સાથે છે ખાસ સંબંધ
શાસ્ત્રો અનુસાર કાગડાને પૂર્વજોનો સંદેશવાહક માનવામાં આવે છે

Pitru Paksha 2025 me Kauwe ka Mahatva: હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્મા આ સમયે પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી તર્પણ અને ભોજન ગ્રહણ કરીને સંતુષ્ટ થાય છે.

સાથે જ શ્રાદ્ધ દરમિયાન એક ખાસ પરંપરા કરવામાં આવે છે, જેને પંચબલી કહેવામાં આવે છે. જેમાં ખોરાકનો ભાગ પાંચ સ્થળોએ કાઢવામાં આવે છે – ગાય, કૂતરા, કાગડા, દેવતાઓ અને કીડીઓ માટે. તેમની વચ્ચે સૌથી મહત્વની ભૂમિકા કાગડાની છે, જે પૂર્વજોના દૂત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાદ્ધ માટે કાગડાને કેમ આટલો મહત્વપૂર્ણ માનવામાં આવે છે? આવો જાણીએ.

શ્રાદ્ધમાં કાગડાની ભૂમિકા કેમ મહત્વની છે?

ધાર્મિક માન્યતાઓ મુજબ કાગડો શ્રાદ્ધનો સૌથી મહત્વનો ભાગ છે. શાસ્ત્રો અનુસાર કાગડાને પૂર્વજોનો સંદેશવાહક માનવામાં આવે છે. શ્રાદ્ધમાં કાગડાને જ્યારે જમાડવામાં આવે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે ભોજન સીધું પૂર્વજો સુધી પહોંચે છે. માટે સનાતન પરંપરામાં પૂર્વજોને ખુશ કરવા કાગડાઓને ભોજન કરાવવું જરૂરી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધના દિવસે કાગડો ભોજન ગ્રહણ કરે તો પિતૃઓ સંતુષ્ટ અને પ્રસન્ન થયા હોવાની માન્યતા છે. આ જ કારણ છે કે શ્રાદ્ધને કાગબલી વગર અધૂરું માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ

પૌરાણિક માન્યતાઓ અનુસાર પહેલા જ્યારે શ્રાદ્ધ કરવામાં આવતું હતું ત્યારે લોકો બાકીનું ખાવાનું ખાધા બાદ ઘરની બહાર ખુલ્લી જગ્યા પર રાખતા હતા. કાગડા, કૂતરા અને અન્ય જીવો ત્યાં આવીને તે ખોરાક ખાતા હતા. ત્યાર બાદ આ જગ્યાની સફાઈ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ જીવોને ખવડાવવાથી પૂર્વજોને પણ સંતોષ થાય છે.

આ પણ વાંચો – પિતૃપક્ષ પર આ 5 વસ્તુનું દાન કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે, પિતૃદોષ માંથી મુક્તિ મળશે

પૌરાણિક કથાઓમાં પણ કાગડાઓનો વિશેષ ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે કાગ ભુસુંદીનું સ્વરૂપ પણ કાગડાનું જ હતું. જ્યારે બ્રહ્માજીએ તેમને પોતાનું કાળું સ્વરૂપ બદલવાનું કહ્યું તો તેમણે ના પાડી દીધી અને કહ્યું કે તેમનું રૂપ સાચું છે.

શકુન શાસ્ત્રમાં કાગડાનું મહત્વ

શકુન શાસ્ત્રમાં કાગડાઓ વિશે ઘણી માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં પૂર્વજોની કાગડાની પ્રવૃત્તિઓ પૂર્વજોના સંદેશનો સંકેત હોય છે. જો કાગડો વારંવાર ઘરમાં આવીને અવાજ કરે છે તો તેને પૂર્વજો તરફથી શુભ સંકેત માનવામાં આવે છે. સાથે જ ઘરની દીવાલ કે દરવાજા પર વહેલી સવારે કાગડો બોલે તે આવનાર મહેમાનનો સંકેત હોય છે.

આ સિવાય શકુન શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં કાગડાઓનું વારંવાર બોલવું ઝડપી ધનલાભનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ અચાનક ઘણા બધા કાગડા ભેગા થવાથી ભવિષ્યમાં મોટા ફેરફારનો સંકેત માનવામાં આવે છે. જો કાગડો રસ્તામાં પોતાની ચાંચમાં રોટલી, માંસ કે કપડું દબાવતો જોવા મળે તો તે તમારી કોઈ પણ અધૂરી ઈચ્છાઓની પૂર્તિનો સંકેત માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ