Premanand Maharaj Video : પ્રેમાનંદ મહારાજે કહે છે – આવા લોકો ગમે તેટલું દાન કરે પણ પુણ્ય મળતું નથી, જાણો કેમ

Premanand Maharaj Viral Video On Dan Niyam : બધા ધર્મોમાં દાનને ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ અનુસાર, દાન કરવાથી પુણ્ય મળે છે. પરંતુ પ્રેમાનંદ મહારાજના કહેવા મુજબ કેટલાક લોકોને ક્યારેય દાનનું પુણ્ય મળતું નથી.

Written by Ajay Saroya
July 04, 2025 17:07 IST
Premanand Maharaj Video : પ્રેમાનંદ મહારાજે કહે છે – આવા લોકો ગમે તેટલું દાન કરે પણ પુણ્ય મળતું નથી, જાણો કેમ
Premanand Maharaj Video On Dan Niyam : વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ કહે છે, લોકો તેમની આર્થિક ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદોને મદદ કરે છે. પરંતુ કેટલાક લોકોને દાન કરવાથી કોઈ ફાયદો થતો નથી. (Photo: Indian Express)

Premanand Maharaj Viral Video On Dan Niyam : હિન્દુ ધર્મમાં દાન આપવું એ પુણ્ય કાર્ય માનવામાં આવે છે. દાન કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મસન્માન વધે છે. પરંતુ દાન માટે કેટલાક નિયમો છે. પ્રેમાનંદ મહારાજના મતે, કેટલાક લોકો ગમે તેટલું દાન કરે તો પણ તેમને પુણ્ય મળતું નથી. તમને જણાવી દઇયે કે, પ્રેમાનંદ મહારાજ ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુઓમાંના એક છે. પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ તેમના ઉપદેશો સાંભળવા માટે તેમના વૃંદાવન ધામમાં આવતા રહે છે.

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ લોકોને ધર્મના માર્ગે ચાલીને જીવન જીવવાની સલાહ આપે છે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિ તેમના દ્વારા કહેવામાં આવેલી વાતોને પોતાના જીવનમાં અમલમાં મૂકે છે, તો તે દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી શકે છે. આજના સમયમાં, ઘણા લોકો એવા છે જે ખૂબ દાન કરે છે. લોકો જરૂરિયાતમંદોને તેમની આર્થિક ક્ષમતા પ્રમાણે મદદ કરે છે. પરંતુ કેટલાક લોકોને દાન કરવાથી કોઈ ફાયદો થતો નથી.

આવા લોકોને દાનનું પુણ્ય મળતું નથી

પ્રેમાનંદ મહારાજના મતે, દરેક વ્યક્તિએ શિસ્તબદ્ધ અને ન્યાયી જીવન જીવવું જોઈએ અને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જો દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યોનું પાલન કરે, ધર્મનું પાલન કરે અને ભગવાનનું નામ જપ કરે, તો આખો સમાજ ખુશ રહી શકે છે. પરંતુ જે લોકો ખોટા માધ્યમથી પૈસા કમાય છે અને વિચારે છે કે તેમણે દાન કરીને કોઈ પુણ્ય કાર્ય કર્યું છે, તો તેમનો આ વિચાર ખોટો છે. કારણ કે આવા લોકોને ક્યારેય તેનો લાભ મળતો નથી.

પ્રેમાનંદ મહારાજ કહે છે કે, મહેનત દ્વારા કમાયેલા 10 રૂપિયાનું પણ દાન કરીને પુણ્ય કમાઈ શકાય છે. પરંતુ ખોટા કાર્યો દ્વારા કમાયેલા પૈસા ક્યારેય કોઈને લાભ આપતા નથી. પ્રેમાનંદ મહારાજના મતે, ખોટા માધ્યમથી કમાયેલા પૈસા ઘરમાં અશાંતિ લાવે છે. ઘરનો દરેક સભ્ય પરેશાન રહે છે. જો તમે સાચા માર્ગ પર ચાલી રહ્યા છો અને ઓછી કમાણી કરી રહ્યા છો, તો તમારું જીવન પણ સુખ શાંતિથી પસાર થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ