Dev Deepawali 2024: દેવ દિવાળી પર આ ઉપાય કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહેશે, પૈસાની તંગી નહીં થાય

Dev Diwali 2024 Upay: કારતક પૂનમ દેવ દિવાળી તરીકે ઉજવાય છે. આ ખાસ દિવસે દેવી દેવતાની પૂજા સાથે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.

Written by Ajay Saroya
November 12, 2024 14:14 IST
Dev Deepawali 2024: દેવ દિવાળી પર આ ઉપાય કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહેશે, પૈસાની તંગી નહીં થાય

Dev Deepawali 2024 Upay: દેવ દિવાળી 2024: દેવ દિવાળીનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દેવ દિવાળીને દેવોની દિવાળી કહેવામાં આવે છે. દેવ દિવાળી કારતક પૂનમ તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, દીપ દાન તેમજ ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે પંચાંગ અનુસાર કારતક પૂનમ તિથિ શુક્રવાર 15 નવેમ્બર, 2024ના રોજ છે, આથી આ તારીખે દેવ દિવાળી ઉજવાશે.

Kartik Purnima 2024 Significance : કારતક પૂનમ કેમ ખાસ માનવામાં આવે છે

કારતક પૂનમ હિંદુ ધર્મમાં બહુ ખાસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આ કારણથી આ દિવસે દેવી દેવતાની પૂજા કરવી તેમજ દીપ દાન કરવાની સાથે સાથે અમુક વસ્તુનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તેનાથી શુભ ફળ મળે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આવો જાણીએ દેવ દિવાળી કારતક પૂનમ પર શું કરવું શુભ હોય છે

દેવ દિવાળી કારતક પૂનમ પર આ કામ કરો

પૂનમના દિવસે સત્યનારાયણની કથા સાંભળવી કે વાંચવી જોઈએ. આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની અનંત કૃપા પ્રાપ્ત થાય છે.

દેવ દિવાળીનાં દિવસે દાનનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ફળ, અનાજ, ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરો.

દેવ દિવાળી પર નદી સ્નાનનું વિશેષ મહત્વ છે. જો તમે નદી પર જઈ શકતા નથી, તો ઘરમાં નહાવાના પાણીમાં થોડું ગંગાજળ નાંખી સ્નાન કરી શકો છો.

દેવ દિવાળીનાં દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા માટે તાંબાના લોટામાં જળ, સિંદૂર, અક્ષત અને લાલ ફૂલ ઉમેરો.

કારતક પૂનમના દિવસે ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેથી શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે સાથે શમી પત્ર, બિલી પત્ર, દતુરા વગેરે અર્પણ કરો.

ભગવાન શિવ ઉપરાંત ભગવાન ગણેશ, માતા પાર્વતી, કાર્તિકેય ભગવાનની સાથે નંદીજીની પણ પૂજા કરો.

કારતક પૂનમના દિવસે નદી કિનારે દીપ દાન કરવાનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે 5, 11, 21, 51 અથવા 108 દીવા પ્રગટાવો.

ઘરના પ્રવેશદ્વાર અને તિજોરીની સામે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. તેથી દેવ દિવાળી નિમિત્તે ફૂલો, કલર વગેરેની રંગોળી બનાવો.

ઘરના આંગણા અને પ્રવેશ દ્વાર પર ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ