Dev Uthani Ekadashi 2024 Puja Vidhi, Shubh Muhurat: સનાતન ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. શાસ્ત્રો મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને તેમના જાગવાની સાથે જ તમામ શુભ અને માંગલિક કાર્યો ફરીથી શરૂ થાય છે. આ દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે. દેવુઉઠી અગિયારસને પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બરે દેવઉઠી એકાદશીનો તહેવાર ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે 2 શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આવો જાણીએ તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.
દેવઉઠી અગિયારસ 2024 તારીખ
કારતક મહિનાની સુદ અગિયારસ તિથિ 11 નવેમ્બરના રોજ સાંજે 06.47 વાગ્યે શરૂ થશે અને 12 નવેમ્બરે સાંજે 04.03 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયાતિથિને આધાર પર 12 નવેમ્બરે દેવઉઠી એકાદશીની ઉજવણી કરવામાં આવશે. બીજા દિવસે તુલસી વિવાહ છે.
દેવઉઠી અગિયારસ પારણા સમય
વ્રત રાખનાક તુલસી વિવાહના દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ સવારે 06.41થી 08.52 સુધી વ્રત ખોલી શકે છે.
બની રહ્યા છે આ શુભ યોગ
દેવઉઠી અગિયારસ પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. તે દિવસે સાંજે 07.11 વાગ્યા સુધી હર્ષન યોગ બનશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ સવારે 07.51 વાગ્યાથી થઇ રહ્યું છે, જે 13 નવેમ્બરે સવારે 05.41 વાગ્યે સમાપ્ત થઈ રહ્યું છે. સાથે રવિ યોગનો સંયોગ પણ રચાઈ રહ્યો છે. આ યોગ સવારે 06.42થી સવારે 07.51 સુધી રહેશે.
આ પણ વાંચો – તુલસી વિવાહ ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
દેવઉઠી અગિયારસ પૂજા વિધિ
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ચરણ ચિન્હ બનાવવામાં આવે છે અને તે ચિન્હને છુપાઇ દેવામાં આવે છે. આ પછી ભગવાનને શેરડી, સિંઘોડા, ફળ, મિઠાઇ અર્પણ કરવામાં આવે છે. તેમજ આ પછી પરોઢિયે શ્રીહરિની પૂજા કરવામાં આવે છે અને તેમના વ્રત-ઉપવાસની કથા સાંભળવામાં આવે છે. આ પછી આરતી કરવામાં આવે છે અને ઘરના તમામ સભ્યોમાં પ્રસાદ વહેંચવામાં આવે છે.
દેવઉઠી એકાદશી આ મંત્રનો જાપ કરો
- ॐ અં વાસુદેવાય નમ:
- ॐ અં સંકર્ષણાય નમ:
- ॐ અં પ્રદ્યુમ્નાય નમ:
- ॐ અ: અનિરુદ્ધાય:
- ॐ નારાયણાય નમ:
- ॐ નમો ભગવતે વાસુદેવાય
- ॐ વિષ્ણવે નમ:
- ॐ હૂં વિષ્ણવે નમ:
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.