Devshayani Ekadashi 2024 : હિંદુ ધર્મમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્વ છે અને આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષમાં કુલ 24 અગિયારસ આવે છે. જેમાં એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આવે છે. અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અષાઢ મહિનાના સુદમાં આવતી દેવશયની એકાદશી વિશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે દેવશયની એકાદશી 17 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. તેને દેવપોઢી અગિયારસ પણ કહેવાય છે.
માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં શયન માટે ચાલ્યા જાય છે. જેના કારણે લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ વિધિ, મુંડન વિધિ જેવા શુભ કાર્યો થતા નથી. આવો જાણીએ તિથિ અને શુભ મુહૂર્ત.
દેવશયની અગિયારસ તારીખ 2024
વૈદિક પંચાગ મુજબ અષાઢ સુદ અગિયારસની તિથિ 16 જુલાઈના રોજ રાત્રે 8.32 વાગ્યાથી શરૂ થશે. જ્યારે 17 જુલાઈએ રાત્રે 9.01 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયતિથિના દિવસને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ અગિયારસનું વ્રત કરવું શુભ રહેશે.
દેવશયની એકાદશી શુભ મુહૂર્ત 2024
હિન્દુ પંચાંગ મુજબ દેવશયની એકાદશીના દિવસે પૂજાનો શુભ સમય સાંજે 5.34 વાગ્યે શરૂ થશે. આ પછી, તમે સવારે 11 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો. દેવશયની એકાદશી પર અનુરાધા નક્ષત્રની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ જેવા યોગ બની રહ્યા છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.
આ પણ વાંચો – Numerology: દરેક વાતમાં નંબર 1 હોય છે આ તારીખે જન્મેલા લોકો, શનિ દેવની કૃપાથી બને છે ધનવાન
દેવશયની એકાદશીનું ધાર્મિક મહત્વ
દેવશયની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ બધી ઈચ્છાઓ પણ પૂરી થાય છે. સાથે જ આ વ્રત રાખવાથી મોક્ષ મળે છે. આ સાથે જ સ્વાસ્થ્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.