Devshayani Ekadashi 2023 Upay : હિન્દુ પંચાગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. એકાદશી, પદ્મા એકાદશી જેવા નામોથી ઓળખાય છે. આજે દેશભરમાં દેવશયની એકાદશીનો પર્વ ઉજવાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દેવશયની એકાદશીની સાથે ભગવાન વિષ્ણુ ચાર માસ માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે. ત્યારબાદ કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીએ જાગે છે. શિવજી પાસેથી સૃષ્ટીના સંચારના કામો પરત લે છે. આ વખતે અધિક માસ હોવાના કારણે ભગવાન વિષ્ણુ પાંચ મહિના માટે યોગ નિદ્રામાં રહેશે.
હિન્દુ પંચાગ અનુસાર દેવશયની એકાદશી પર સિદ્ધની સાથે ગજકેસરી યોગ બની રહ્યો છે. આ સાથે જ ગુરુવારના દિવસે એકાદશી હોવાથી તેનું ફળ અનેક ગણુ વધારે મળી શકે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા, વ્રત કરવાની સાથે સાથે જ્યોતિષ સંબંધી એ ઉપાયોગને અપનાવી શકે છે. એ ઉપાયોને કરવાથી જીવનના દરેક દુઃખ દર્દ સમાપ્ત થઈ શકે છે.
ભગવાન વિષ્ણુનો કરો જળાભિષેક
ભગવાન વિષ્ણુને શંખ અતિ પ્રિય છે. આવી સ્થિતિમાં આજ ભગવાન વિષ્ણુને શંખમાં જળ ભરીને સ્નાન કરાવો. તમે ઇચ્છો તો શંખમાં થોડું ગંગાજળ અને દૂધ પણ નાંખી શકો છો. આનાથી ભગવાન વિષ્ણુ વધારે પ્રસન્ન થાય છે.
આ પણ વાંચોઃ- Eid ul – Adha 2023 : દેશભરમાં આજે ઉજવાઈ રહી છે બકરી ઈદ, જુઓ ઉજવણીની તસવીરો
માતા લક્ષ્મીને આ ફૂલો ચઢાવો
માતા લક્ષ્મીને કમળનું ફૂલ અતિ પ્રિય છે. એટલા માટે આજ મહાલક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવાની સાથે ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ કરો. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય.
પીળી વસ્તુઓનું દાન કરો
દેવશયની એકાદશીની સાથે આજે ગુરુવારના દિવસ છે. એટલા માટે આજના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો અને જરૂરતમંદ અને ગરીબોને ભોજન કરાવો. આવું કરવાથી દુઃખ-દર્દથી છૂટકારો મળી શકે છે.
આ ભોગ લગાવો
દેવશયની એકાદશી પર ભગવન વિષ્ણુને નારિયળ અને પીળા રંગની મીઠાઈ અર્પણ કરો. આ સાથે જ માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા સફેદ રંગની મીઠાઈ અર્પણ કરો.
આ પણ વાંચોઃ- Palmistry હસ્તરેખા શાસ્ત્રઃ ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે શંખ યોગ, જીવનમાં મેળવે છે અખૂટ સંપત્તિ અને સુખ વૈભવ
કરો આ મંત્રનો ઉપાય
દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો. આ સાથે જ જીવનમાં દરેક સંકટ દૂર થઈ શકે છે.
તુલસી પૂજન
એકાદશીના દિવસે તુલસીના છોડને જળ ન ચઢાવો. આજના દિવસે તુલસીની વિધિવત પૂજા કરવાની સાથે જ ઘીનો દીવો કરો.