Dhanteras 2024: ધનતેરસના દિવસે કુબેર દેવના આ મંત્રોના કરો જાપ, સાથે કરો આ આરતી, થઈ શકાશે માલામાલ

Dhanteras 2024: આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.

Dhanteras 2024: આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
mantras of Lord Kuber on the day of Dhanteras

ધનતેરસ કુબેર મંત્રી - photo - Jansatta

Mantras & Aarti of Kuber Dev on Dhanteras 2024: હિંદુ કેલેન્ડર મુજબ ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. તેની સાથે જ શુભ વસ્તુઓની પણ ખરીદી કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન કુબેરને ધન, સમૃદ્ધિ અને કીર્તિનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. જો આ દિવસે તમે ભગવાન કુબેર દેવની પૂજા કરવાની સાથે તેમની આરતી અને મંત્રોનો જાપ કરશો તો તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. અહીં કુબેર જીની આરતી અને મંત્ર વાંચો.

Advertisment

ધનતેરસના દિવસે કરો કુબેર મંત્રોના જાપ

કુબેર મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણય ધનધાન્યાધિપતે
ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા

કુબેર ધન પ્રાપ્તિ મંત્ર

ઓમ શ્રીં હીં ક્લીં વિત્તેશ્વરાય નમઃ

કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર

ઓ હીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમઃ

કુબેરજીની આરતી

ઓમ જય યક્ષ કુબેર હરે
સ્વામી જય યક્ષ જય યક્ષ કુબેર હરે
શરણ પડે ભગતો કે
ભંડાર કુબેર ભરે

ઓમ જય યક્ષ કુબેર હરે..

શિવ ભક્તો મેં ભક્ત કુબેર બડે
સ્વામી ભક્ત કુબેર બડે
દૈત્ય દાનવ માનવ રે
કઈ કઈ યુદ્ધ લડે

Advertisment

ઓમ જય યક્ષ કુબેર હરે

સ્વર્ણ સિંહાસન બેઠે
સિર પર છત્ર ફિરે
સ્વામી સિર પર છત્ર ફિરે
યોગિની મંગલ ગાવૈં
સબ જય જય કાર કરે

ઓમ જય યક્ષ કુબેર હરે

ગદા ત્રિશૂલ હાથ મેં
શસ્ત્ર બહુત ઘરે
સ્વામી શસ્ત્ર બહુત ધરે
દુખ ભય સંકટ મોચન
ધનુષ ટંકાર કરે

ઓમ જય યક્ષ કુબેર હરે

ભાંતિ ભાંતિ કે વ્યંજન બહુત બને
સ્વામી વ્યંજન બહુત બને
મોહન ભોગ લગાવૈ
સાથ મેં ઉડદ ચને

ઓમ જય યક્ષ કુબેર હરે

ભાંતિ ભાંતિ કે વ્યંજન બહુત બંને
સ્વામી વ્યંજન બહુત બને
મોહન ભોગ લગાવૈં
સાથ મેં ઉડદ ચને

ઓમ જય યક્ષ કુબેર હરે

બલ બુદ્ધિ વિદ્યા દાતા
હમ તેરી શરણ પડે
સ્વામી હમ તેરી શરણ પડે
અપને ભક્ત જનોં કે
સારે કામ સંવારે

ઓમ જય યક્ષ કુબેર હરે

મુકુટ મણિ કી શોભા
મોતિયન હાર ગલે
સ્વામી મોતિયન હાર ગલે
અગર કપૂર કી બાતી
ધી કી જોત જલે

ઓમ જય યક્ષ કુબેર હરે

યક્ષ કુબેર જી કી આરતી
જો કોઈ નર ગાવે
કહત પ્રેમપાલ સ્વામી
મનવાંછિત ફલ પાવે
ઈતિ શ્રી કુબેર આરતી

આ પણ વાંચોઃ- દિવાળીના દિવસે માતા લક્ષ્મીને શું ભોગ લગાવવો જોઈએ? પ્રિય ભોગ ચડાવવાથી ક્યારેય નહીં પડે પૈસાની ખોટ

ડિસ્ક્લેમરઃ- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધનતેરસ diwali ધર્મ ભક્તિ