Dhanteras 2024 Vehicle Purchase Muhurat : હિન્દુ પંચાગ પ્રમાણે ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો વદ તેરસની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 29 ઓક્ટોબર 2024ને મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ પાંચ દિવસના દિવાળીના તહેવારનો પહેલો દિવસ છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણ, વાહન, મકાન, જમીન વગેરેની ખરીદી કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ ધનતેરસ પર કોઈપણ વસ્તુની ખરીદી કરવાથી ધનમાં અનેકગણો વધારો થાય છે. સાથે જ ધનતેરસના ખાસ અવસર પર ઘણા લોકો વાહનોની ખરીદી પણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાહન ખરીદવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. પરંતુ આવું ત્યારે જ થશે જ્યારે તમે કોઈ શુભ મુહૂર્તમાં વાહન ખરીદશો. આવી સ્થિતિમાં ચાલો આપણે ધનતેરસ 2024ના રોજ વાહન ખરીદવાનો શ્રેષ્ઠ શુભ સમય જાણીએ.
ધનતેરસના દિવસે વાહન ખરીદવાનું શુભ મુહૂર્ત
આમ તો ધનતેરસનો આખો દિવસ વાહન ખરીદી માટે શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષનું માનો તો જો તમે તેને કોઈ શુભ સમયે ખરીદો છો તો આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. પંચાગ અનુસાર આ દિવસે ખરીદી માટે શુભ સમય 29 ઓક્ટોબરે સવારે 10.31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ બપોરે 01.15 વાગ્યા સુધીનો છે. જો તમે આ ધનતેરસે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે શુભ હોઈ શકે છે.
- ચલ(સામાન્ય) – સવારે 09:18 થી સવારે 10.41 સુધી
- લાભ (ઉન્નતિ) – સવારે 10.41 થી બપોરે 12.05 સુધી
- અમૃત (સર્વોત્તમ) – બપોરે 12.05 થી બપોરે 01.28 સુધી
- લાભ (ઉન્નતિ) – સાંજે 7.15 થી રાત્રે 08.51 સુધી
આ પણ વાંચો – ધનતેરસમાં ખરીદીનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
ધનતેરસ પર વાહન ખરીદ્યા પછી કરો આ કામ
જો તમે પણ આ ધનતેરસે કોઈ વાહન ખરીદી રહ્યા છો તો તેને ઘરે લાવ્યા પછી જરૂરથી તેની પૂજા કરો. તેની પૂજા મંદિરમાંક કોઇ પૂજારી પાસે અથવા ઘરે કોઈ બાળકી કે મહિલાના હાથે કરાવો. પૂજા બાદ કાર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને નારિયેળ વધેરો. ત્યાર બાદ તેના પર મૌલી અને પીળું કપડું અર્પણ કરો. આ પછી તે કોઇ બ્રાહ્મણને દાન કરી દો. આ ઉપરાંત તમે આ દિવસે ધાતુથી બનેલી વસ્તુઓ પણ ખરીદી શકો છો. જેમ કે – સોનું, ચાંદી, તાંબુ કે પિત્તળની વસ્તુઓ.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.