Gemology : ડાયમંડ નથી પહેરી શકતા તો ધારણ કરો આ એક રત્ન, ચમકી શકે છે ભાગ્ય

Moissanite Stone Benefits : વૈદિક જ્યોતિષમાં ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે રત્નો અને ઉપરત્નોનું વર્ણન મળે છે. તેને ધારણ કરવાથી ગ્રહની નકારાત્મક અસરોને દૂર કરી શકાય છે

Moissanite Stone Benefits : વૈદિક જ્યોતિષમાં ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે રત્નો અને ઉપરત્નોનું વર્ણન મળે છે. તેને ધારણ કરવાથી ગ્રહની નકારાત્મક અસરોને દૂર કરી શકાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Moissanite Stone Benefits, Moissanite Stone

મોજોનાઇટને ધનદાતા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે

Moissanite Stone Benefits : વૈદિક જ્યોતિષમાં ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે રત્નો અને ઉપરત્નોનું વર્ણન મળે છે. તેને ધારણ કરવાથી ગ્રહની નકારાત્મક અસરોને દૂર કરી શકાય છે. તેમજ ગ્રહના આશીર્વાદ પણ મેળવી શકાય છે. અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મોજોનાઇટની, જે ધનદાતા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. મતલબ કે જો કોઇ ડાયમંડ ન પહેરી શકે તો તે મોજોનાઇટ પહેરી શકે છે. આવો જાણીએ મોજોનાઇટ પહેરવાની વિધિ અને ફાયદા.

Advertisment

આલો હોય છે મોજોનાઇટ

રત્નશાસ્ત્ર અનુસાર મોજોનાઇટ ડબલ રિફ્રેક્ટિવ રત્ન છે. એટલે કે તે હીરા જેવું જ લાગે છે. અર્થાત્ જો તમે મોજોનાઇટના આરપાર જોશો તો સામે 2 વસ્તુઓ દેખાશે. મોજોનાઇટમાં હીરા કરતાં અઢી ગણી વધુ ચમક હોય છે. એટલે કે સતરંગી કરવર વધુ હોય છે. તે બજારમાં હીરા કરતા ખૂબ સસ્તું છે. તે લેબ ટેસ્ટેડ પણ ઉપલબ્ધ છે. મોજોનાઇટ બજારમાં બહુ મોંઘું નથી.

મોજોનાઇટ પહેરવાના ફાયદા

મોજોનાઇટ પહેરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. કારણ કે મોજોનાઇટ શુક્ર ગ્રહનો રત્ન છે. સાથે જ મોજોનાઇટ પહેરવાથી લગ્ન જીવન મધુર બને છે. તેમજ પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારો રહે છે. સાથે જે લોકો આર્ટ, મીડિયા, ફિલ્મ, એક્ટિંગ, ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલા છે તેમના માટે મોજોનાઇટ શુભ સાબિત થઇ શકે છે.
આ લોકો મોઝોનાઇટ પહેરી શકે છે.

આ પણ વાંચો - 200 વર્ષ પછી શનિદેવે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો, આ 3 રાશિની કિસ્મત ચમકશે

Advertisment

મોજોનાઇટ વૃષભ અને તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. તેમજ મકર અને કુંભ રાશિના જાતકો પણ તેને પહેરી શકે છે. કારણ કે શનિદેવ આ રાશિઓના સ્વામી છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ અને શુક્ર વચ્ચે મિત્રતાનો ભાવ હોય છે. સાથે જ કુંડળીમાં શુક્ર ગ્રહ સકારાત્મક સ્થિતિમાં હોય તો તમે હીરા ધારણ કરી શકો છો. પરંતુ મોજોનાઇટ સાથે માણેક અને મોતી ન પહેરો. નહીંતર નુકસાન થઇ શકે છે.

આ વિધિથી ધારણ કરો

મોજોનાઇટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે તો તમે શુક્રવારે મોજોનાઇટ પહેરી શકો છો. સાથે જ મોજોનાઇટને ગોલ્ડ મેટલમાં ધારણ કરી શકો છે. મોજોનાઈટની વીંટી ધારણ કરતા પહેલા ગંગા જળ અને ગાયના દૂધથી તેને શુદ્ધ કરો. આ પછી શુક્ર ગ્રહના બીજ મંત્રનો જાપ કરો અને પછી તેને તર્જની આંગળીમાં ધારણ કરો.

ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

astrology ધર્મ ભક્તિ