Bhai Dooj 2023: ભાઈ બીજ ક્યારે છે, તેને યમ દ્વિતીયા કેમ કહેવાાય છે? ભાઈ બહેનના તહેવારની કહાણી અને મહત્વ જાણો

Bhai Dooj 2023 Date Shubh Muhurat Significance : દિવાળીના તહેવારોમાં ભાઈ બીજનું પણ વિશેષ મહત્વ છે. ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે અને યમરાજ અને બહેન યમુનાની પૌરાણીક કહાણી પણ છે

Bhai Dooj 2023 Date Shubh Muhurat Significance : દિવાળીના તહેવારોમાં ભાઈ બીજનું પણ વિશેષ મહત્વ છે. ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે અને યમરાજ અને બહેન યમુનાની પૌરાણીક કહાણી પણ છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Diwali 2023 | bhai dooj 2023 | bhai dooj | bhai dooj significance | Bhaubeej 2023 | yam dwitiya story | brother sister festival

ભાઈ બીજ એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. (Photo - Freepik)

Bhai Dooj Date Shubh Muhurat Significance : દિવાળી હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. પાંચ દિવસનો દિવાળીનો તહેવાર ધનતરેસથી લઇ ભાઈ બીજ સુધી ઉજવાય છે. નવા વર્ષ પછીનો દિવસ એટલે કે નવા વિક્રમ સંવતના બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવાય છે. રક્ષા બંધન ઉપરાંત ભાઈ બીજ એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો કહેવાર છે. સમગ્ર ભારતભરમાં ભાઈ બીજનો તહેવાર ઉજવાય છે. ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે. ભાઈ બીજના તહેવારની કહાણી મૃત્યુના દેવતા યમ સાથે પણ જોડાયેલી છો. તો ચાલો ભાઈ બીજના તહેવારનું મહત્વ જાણીયે

Advertisment
Bhai Dooj 2023 | Bhai Dooj 2023 Puja Thali Samagri | Bhai Dooj 2023 Tilak Time
ભાઈ દૂજ થાળી ટીપ્સ

ભાઈબીજ ક્યારે છે 14 કે 15 નવેમ્બર, 2023? (Bhai Dooj 2023 Date And Shubh Muhurat)

ભાઈબીજનો તહેવાર કારતક સુદ બીજના દિવસે ઉજવાય છે. આ વર્ષે ભાઈ બીજનો તહેવાર 15 નવેમ્બર, 2023ના રોજ ઉજવાશે. ભાઈ બીજ એ ભાઈ અને બહેનનો તહેવાર છે. ભાઈબીજને ભાઈ દૂજ પણ કહેવાય છે. ભાઈ બીજના દિવસે બહેન ભાઈના કપાળ પર તિલક કરે છે અને મોં મીઠું કરાવે છે તો બદલામાં ભાઈ બહેનને ભેટ આપે છે.

ભાઈ બીજ એટલે ભાઈ-બહેનનો તહેવાર (Bhaibeej IS Brother Sister Festival)

દિવાળીના નવા વર્ષના બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવાય છે. ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે અને બહેનને ભેટ આપે છે. તો બહેન ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. ભાઈ બીજનો તહેવાર ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે.

Advertisment

યમ દ્વિતીયા - યમ અને યમુનાની પૌરાણિક કથા (Yam Dwitiya - Yamraj And Yamuna)

ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈ બીજનો તહેવાર મૃત્યુના દેવ યમ અને તેમની બહેન યમુના સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા મુજબ યમુનાને યમની બહેન માનવામાં આવે છે. કારતક સુદ બીજના દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારે યમરાજે બહેન યુમનાના ઘરે ભોજન કર્યુ હતુ અને બે વરદાન આપ્યા હતા. (1) આ દિવસે જે ભાઈ તેની બહેનના ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે તેનું આ દિવસે અપમૃત્યુ નહીં થાય. (2) જે ભાઈ ભાઈબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહીં જુએ. ભાઈ રોગી કે બીમારી હોય, અથવા તો બહેનના ઘરે જવાનું ન થાય તો આ દિવસે ભાઈબીજની વાર્તા સાંભળવી. આમ કરવાથી પણ ભોજન કરવા જેટલું ફળ મળે છે તેવી માન્યતા છે. આ દિવસે યુમના નદીમાં સ્નાન કરવાની પણ પરંપાર છે.

આ પણ વાંચો |ભાઈ દૂજ પર ભાઈને તિલક કરતી વખતે થાળીમાં આ વસ્તુઓ રાખો, મળશે સુખ અને સમૃદ્ધિ

રક્ષાબંધનથી વિપરીત છે ભાઈબીજનો રિવાજ (Brother Sister Festival significance)

રક્ષાબંધન અને ભાઈબીજ એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. જો કે બંને દિવસની ઉજવણી કરવાની રીતે તદ્દન અલગ છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને ઘરે જાયે છે જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ બહેનની ઘરે જાય છે. આ બંને તહેવારો ભાઈ બહેના સંબંધને વધુ પ્રેમાળ અને મજબૂત બનાવે છે. અંતમાં Happy Bhaibeej…

તહેવાર diwali ધર્મ ભક્તિ