Diwali 2023 Rajyog : દિવાળી પર 700 વર્ષ પછી 5 રાજયોગનું નિર્માણ, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરીમાં પ્રમોશન અને વેપાર-ધંધામાં પ્રગતિ થશે

Rajyog On Diwali 2023 Zodiac Prediction : આ દિવાળી પર 700 વર્ષ બાદ દુર્લભ 5 રાજયોગ - ગજકેસરી, હર્ષ, ઉભયચારી, કહલ અને દુર્ધરા બની રહ્યા છે. જ્યોતિષમાં આ રાજયોગોને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને અમુક રાશિના જાતકોને અઢળક લાભ મળે છે

Written by Ajay Saroya
November 09, 2023 21:11 IST
Diwali 2023 Rajyog : દિવાળી પર 700 વર્ષ પછી 5 રાજયોગનું નિર્માણ, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરીમાં પ્રમોશન અને વેપાર-ધંધામાં પ્રગતિ થશે
જ્યોતિષમાં રાજયોગનું બહુ મહત્વ છે. જે રાશિમાં રાજયોગ હોય છે તેમને તમામ પ્રકારના લાભો મળે છે. (Photo - Canva)

Rajyog On Diwali 2023 Rashi Bhavishya Jyotish : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તહેવારો અને પ્રસંગોએ કેટલાક શુભ અને રાજયોગ બની રહ્યા છે. આ દિવાળીમાં પણ એવું જ થવાનું છે. તમને જણાવી દઈએ કે આ વખતે દિવાળી પર 5 રાજયોગ બનવા જઈ રહ્યા છે. 700 વર્ષ બાદ આ રાજયોગ 700 બનવા જઈ રહ્યો છે. આ રાજયોગોના નામ છે ગજકેસરી, હર્ષ, ઉભયચારી, કહલ અને દુર્ધરા. જ્યોતિષમાં આ રાજયોગોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાજયોગોની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ એવી 4 રાશિઓ છે જેમના માટે આ દિવાળી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ લોકોને અચાનક જ ધન લાભ થઈ શકે છે. સાથે જ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…

મકર રાશિ

દિવાળી પર રચાઈ રહેલા 5 રાજયોગ મકર રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમને દરેક કાર્યોમાં સફળતા મળી શકે છે. જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર જુનિયર અને સિનિયર્સનો સહયોગ મળશે. કમાણીનાં સાધનોમાં વધારો થશે. જો તમે લાંબા સમયથી તમારા વ્યવસાયને વિસ્તારવાનું વિચારી રહ્યા હતા, તો આ સમય અનુકૂળ છે. અર્થાત્ વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમને આકસ્મિક ધનલાભ પણ થઇ શકે છે.

gajkesri rajyog in mesh | gajkesri rajyog | Gajkesari Rajyog In 3 Rashi | Astorlogy | Jyotish
વૈદિક કેલેન્ડર મુજબ ગુરુ અને ચંદ્ર ગજકેસરી રાજયોગ રચાઇ રહ્યો છે, જેનાથી 3 રાશિના જાતકોને બહુ ફાયદો થશે. (Photo – Canva)

મેષ રાશિ

પાંચ રાજયોગનું નિર્માણ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. તમને કરિયર અને નોકરી સંબંધિત સારા સમાચાર મળશે. વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો રહેશે. ફક્ત થોડીક દલીલ કરવાનું ટાળો. ઉપરાંત, આ સમયે તમને જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. તેમજ જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે પણ આ સમય સારો છે. ઉપરાંત, આ સમયે તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં સારો નફો મેળવી શકો છો. આ સમયે તમે કોઈપણ જૂની લોન ચૂકવી શકો છો.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટ દિવાળી પર રચાઈ રહેલા પાંચ રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમને પ્રોપર્ટીની લેવડ-દેવડમાં ફાયદો થઈ શકે છે. ઉપરાંત, આ સમયે તમે વાહન અને મિલકતની ખરીદી કરી શકો છો. નોકરીયાત લોકોને પ્રગતિની તકો મળશે. તમે તમારા વેપાર-ધંધામાં પણ સારી પ્રગતિ મળશે અને તમારું માન-સન્માન વધશે. તમારી યોજનાઓમાં તમને સફળતા મળી શકે છે.

આ પણ વાંચો | આ 3 રાશિને 2024માં મળશે અપાર ધન-સંપત્તિ અને ધનલાભ, શુક્ર ગ્રહ કરશે મિત્ર રાશિ મકરમાં પ્રવેશ

કન્યા રાશિ

પાંચ રાજયોગનો સંયોગ કન્યા રાશિના લોકો માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમને કામ અને વ્યવસાયમાં લાભ મળી શકે છે. આ સમયે તમને જૂના રોકાણથી ફાયદો થશે તેમજ તમને કોર્ટના કેસોમાં જીત મળી શકે છે. આ ઉપરાંત જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો તે પરત મળી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કોઈ નવી જવાબદારી મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ