/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Diwali-2023-Lakshmi-Puja-Muhurat-Aarti.jpg)
દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા સાથે સાથે ભગવાન ગણેશ અને કુબેરની પણ આરતી કરવામાં આવે છે. (Photo - Freepik)
Diwali 2023 Lakshmi Puja Vidhi Muhurat Aarti : હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરે છે. દિવાળીને કાલરાત્રી પણ કહેવાય છે. જે તંત્ર સાધના અને સિદ્ધિઓ સિદ્ધ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ વિધિ-વિધાન અનુસાર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે, તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે દિવાળીના દિવસે 700 વર્ષ બાદ 5 રાજયોગ સહિત 8 શુભ યોગ બની રહ્યા છે. તેથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. તો ચાલો જાણીયે માતા લક્ષ્મીની પૂજાનું શુ મુહૂર્ત અને 8 શુભ યોગ વિશે…
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-diwali-shubh-muhurat-2023.jpg)
દિવાળીમાં લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત (Diwali 2023 Lakshmi Puja Muhurat)
વૈદિક કેલેન્ડર મુજબ, કારતક અમાસના રોજ દિવાળી ઉજવાય છે. આ વખેત 12 નવેમ્બર, 2023 રવિવારના રોજ દિવાળી ઉજવવામાં આવશે. તમને જણાવી દઇયે કે, લક્ષ્મી પૂજા પ્રદોષકાળમાં અમાસના રોજ સ્થિરલગ્ન અને સ્થિર નવાંશમાં કરવામાં આવતી પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સવારનો સમય: સવારે 08:09 થી બપોરે 12:12 સુધી
બપોરનો સમય: બપોરે 01:32 PM થી 02:52 સુધી
અભિજિત મુહૂર્ત: સવારે 11:48 થી બપોરે 12:34 સુધી
શ્રેષ્ઠ પૂજા સમય: સાંજે 06:01 થી 06:16 (આમાં કુંભ રાશિનો પ્રદોષકાળ, સ્થિર વૃષલગ્ન અને નવાંશ પણ રહેશે.)
પ્રદોષ કાળ: સાંજે 05:35 થી 08:14 સુધી
વૃષલગ્ન: સાંજે 05:51 થી 07:48 સુધી
સિંહ રાશિઃ મધ્યરાત્રિથી 02:37 સુધી 12:21
શુભ-અમૃત- ચરનું ચોઘડિયા : સાંજે 05:35 થી 10:33
લાભનું ચોઘડિયા: રાત્રે 01:51 મધ્યરાત્રિથી 03:31 મધ્યરાત્રિ
શુભ ચોઘડિયા: સવારે 05:09 થી 06:47 સુધી
દિવાળી પર 700 વર્ષ બાદ આ 8 શુભ યોગ બનશે (Diwali 2023 8 Shugh Yoga)
વૈદિક કેલેન્ડર મુજબ મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજકેસરી, હર્ષ, ઉભયચારી, કાહલ અને દુર્ધરા નામના પાંચ રાજયોગ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી યોગને સન્માન અને લાભ આપનાર માનવામાં આવે છે. તો હર્ષ યોગથી ધન લાભ, સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કહલ યોગ સ્થિરતા અને સફળતા આપે છે. સાથે જ ઉભયચારી યોગથી આર્થિક સમૃદ્ધિ વધે છે. દુર્ધરા યોગથી શાંતિ અને શુભતા વધે છે. તેથી દિવાળીના દિવસે આ રાજયોગ અને શુભ યોગોની રચના ખૂબ જ શુભ માનવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/RBI-Governor-Shaktikanta-Das-2023-11-01T001501.364.jpg)
જાણો લક્ષ્મી પૂજનની પૂજા પદ્ધતિ (Diwali 2023 Lakshmi Puja Vidhi)
દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠો અને વહેલા સ્નાન કરો. ત્યારબાદ પૂજા સ્થળને સાફ કરો. પછી બાજોઠ પર સ્વચ્છ કપડું પાથરો. પૂજા માટે લાલ કે પીળા રંગના આ કપડું શુભ મનાય છે. હવે ઉત્તર-પૂર્વ ખૂણામાં કળશ સ્થાપિત કરો. કારણ કે કળશમાં ત્રણ દેવતા - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેમજ કળશમાં ગંગાજળ, શુધ્ધ જળ, પંચ પલ્લવ, સાત ધાન્ય નાંખો અને કળશને રક્ષા સૂત્ર બાંધો. પછી પાણી ભલેલા કળશ પર શ્રીફળ મૂકો. ત્યારબાદ ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. ભગવાન ગણેશને કુમકુમનો ચાંદલો કરો અને દુર્વા ચઢાવો. ઓમ ગં ગણપતયે નમઃ મંત્રના જાપ સાથે મોદક, ફળ, ગંધ, ધૂપ, દીવો, જનોઇ, સોપારી, પ્રસાદ વગેરે અર્પણ કરો. હવે દેવી લક્ષ્મીની પૂજા કરો. માતા લક્ષ્મીને કમળનું પુષ્પ, કમલ કાકડી, અક્ષત, કુમકુમ, કોડી, શંખ, ધૂપ, દીપ, વસ્ત્ર, ફળ, સફેદ મીઠાઈ, ખીર, પતાશા અર્પણ કરીને પૂજા કરો. હવે તમારા અન્ય દેવી-દેવતાઓની પણ પૂજા કરો. તેમજ પૂજા પછી શ્રી સૂક્ત અને કનકધારા સ્તોત્રનો અવશ્ય પાઠ કરો. આ સ્તોત્રોનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
પૂજા કરતી વખતે આ મંત્રોનું ધ્યાન કરો
ગણેશ મંત્ર (Ganesh Mantra)
ગજાનનમ્ ભૂતગણાદિ સેવિતમ્ કપિત્થજંબુફલ ચારુ ભક્ષણમ્
ઉમાસુતં શોક વિનાશકારકમ્ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ્
આ પણ વાંચો | 14 કે 15 નવેમ્બર ગોવર્ધન પૂજા ક્યારે છે? ગોવર્ધન પૂજાની તિથિ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ જાણો
લક્ષ્મી મંત્ર (Lakshmi Mantra)
ઓમ શ્રીહ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ.
કુબેર મંત્ર (Kuber Mantra)
ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરય પુરય નમઃ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us