Diwali 2023 : નાણાંની તંગી દૂર કરવા દિવાળીમાં કરો આ 5 જ્યોતિષ ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી ધન-સંપત્તિનો વરસાદ થશે

Diwali Upay And Mata Laxmi Puja Vidhi : દિવાળીના દિવસે ધન-સંપત્તિની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે આ 5 ઉપાય કરવાથી તમારી નાણાંની તંગ દૂર થશે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-સંપત્તિનો વરસાદ થશે

Diwali Upay And Mata Laxmi Puja Vidhi : દિવાળીના દિવસે ધન-સંપત્તિની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે આ 5 ઉપાય કરવાથી તમારી નાણાંની તંગ દૂર થશે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-સંપત્તિનો વરસાદ થશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Dhanteras 2023 Upay : ધનતેરસે કરો આ ચમત્કારી ઉપાય, વર્ષ 2024માં માતાલક્ષ્મી ધન-ધાન્યના ભંડાર ભરશે, વેપાર-ધંધામાં સફળતા મળશે

દિવાળીમાં માતા લક્ષ્મીની પૂજાની સાથે અમુક જ્યોતિષ ઉપાય કરવાથી ધન-સંપત્તિ - સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. (Photo : ieGujarati)

Diwali Mata Laxmi Puja Vidhi : હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ પર સમાપ્ત થાય છે. દિવાળીના તહેવારને અંધકાર પર પ્રકાશના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે પૂજા કરવાની સાથે અમુક જ્યોતિષ ઉપાયો ફાયદાકારક માનવામાં આવે છે. સુખી અને સમૃદ્ધ જીવન માટે દિવાળીના દિવસે આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા હંમેશા બની રહેશે. જાણો દિવાળીના દિવસે ક્યા 5 ઉપાય કરવા ફાયદાકારક રહેશે

Advertisment

મુશ્કેલીઓ દૂર કરવા અને નસીબ ચમકાવવા માટે દિવાળીના દિવસે આ 5 ઉપાયો કરવા (Diwali 2023 Jyotish Upay)

ગણેશ-લક્ષ્મી યંત્ર સ્થાપિત કરો

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશજીની નવી મૂર્તિ સ્થાપિત કરવાની સાથે તમે ગણેશ-લક્ષ્મી યંત્રની પણ સ્થાપના કરી શકો છો. ભગવાન ગણેશને સમૃદ્ધિ અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે, તેમની સાથે દેવી લક્ષ્મી છે, જે ધન, સમૃદ્ધિ અને ભાગ્યની દેવી છે. દિવાળીના દિવસે આ ચમત્કારી યંત્રને ઘરમાં સ્થાપિત કરવાથી તમારી આવક, નફો, સંપત્તિ અને નસીબમાં વધારો થઈ શકે છે. તેથી, આ યંત્રની યોગ્ય વિધિ અનુસાર સ્થાપના કરવી જરૂરી છે.

દેવી લક્ષ્મીને શેરડી અર્પણ કરો

હિંદુ ધર્મમાં શેરડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુઓ પૈકીની એક શેરડી છે. આ જ કારણ છે કે દિવાળી પર દેવી લક્ષ્મીને શેરડી અર્પણ કરવાથી ધન-સંપત્તિ આકર્ષિત થાય છે. આમ કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

Advertisment

મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો

દિવાળી પર વિધિપૂર્વક દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે સાથે મહાલક્ષ્મી મંત્રનો 108 વાર જાપ કરવાથી પણ તમને ફાયદો મળશે.આ શક્તિશાળી મહાલક્ષ્મી મંત્રનો સતત જાપ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની તંગી ઉભી થતી નથી.

મહાલક્ષ્મી મંત્ર :-

ઓમ શ્રી લક્ષ્મી મહાલક્ષ્મી મહાલક્ષ્મી, એહ્યોહિ સર્વ સૌભાગ્યં દેહિ મે સ્વાહા

દિવાળીના દિવસે કોડીનો ચમત્કારી ઉપાયો

દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાંથી એક છે કોડી. દિવાળી પહેલા 11 કે 21 કોડી ખરીદીને ઘરે લઇ આવો અને તેને લાલ કપડામાં બાંધી લો. દિવાળીની રાત્રી લક્ષ્મી પૂજા દરમિયાન આ કોડીને પૂજા સ્થાનમાં રાખો. વિધિપૂર્વક પૂજા કર્યા પછી, આ કોડીને તમારી તિજોરી, કબાટ અથવા ઘરની અન્ય કોઈ જગ્યાએ રાખો. આ કોડીને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની સાથે સાથે ભગવાન કુબેરના પણ આર્શિવાદ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો | શારદીય નવરાત્રીમાં 9 દિવસ થશે માતાજીની પૂજા-આરાધના અને ગરબા થશે, આસુ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત નોંધી લો

પીપળને જળ અર્પણ કરો

દિવાળીનો તહેવાર અમાસની તિથિના રોજ હોય છે. તેથી આ દિવસે પવિત્ર પીપળના વૃક્ષની પૂજા અને જળ અર્પણ કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ તેનાથી તમારા જીવનમાં અશુભ ગ્રહ શનિને કારણે થતી તમામ નકારાત્મક અસરોને દૂર કરી શકાય છે. આ ખૂબ જ અસરકારક ટુચકો માનવામાં આવે છે. સવારે જળ અર્પણ કર્યા પછી પીપળની નીચે સાંજે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો જોઇએ. સરસવ તેલનો દીવો પ્રગટાવ્યા બાદ ઝડપથી તમારા ઘરે પાછા ફરો અને ક્યારેય પાછળ વળીને જોવું નહીં. આમ કરવાથી તમારી કુંડળીમાંથી દુષ્ટ આત્માઓ, નકારાત્મકતા અને કાલસર્પ દોષ દૂર થઈ જશે.

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેને સાચી સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

astrology diwali ધર્મ ભક્તિ