Diwali 2024 Date and Time: હિન્દુ ધર્મમાં દિવાળી મુખ્ય તહેવારોમાંથી એક છે. પ્રકાશનો તહેવાર દીપાવલી દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા સાથે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. તેમના પાછા ફરવાના આનંદ પર સમગ્ર અયોધ્યાને ઘીના દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. આ કારણે દેશભરમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરાય છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે છે દીવાળી, ધનતેરસ, કાળી ચૌદષ અને અન્ય તહેવારો.
શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, જે ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. 5 દિવસ સુધી ચાલનારા આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મી દિવાળીના દિવસે પૃથ્વી પર રહે છે અને યાત્રા કરે છે. આ કારણે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની સાથે જ ઘરને દીવાઓથી સજાવવામાં આવે છે. જેનાથી માતા અતિ પ્રશન્ન થઇને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
દિવાળી 2024 ક્યારે છે?
આસો મહિનાની અમાસ તારીખ 31 ઓક્ટોબરે બપોરે 3,52 વાગ્યાથી શરૂ થાય છે અને 1 નવેમ્બરના રોજ સાંજે 6.16 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં 1 નવેમ્બર 2024 ના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
દિવાળી 2024 પૂજાનો સમય
દ્રિક પંચાગ મુજબ દિવાળી 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્ત સાંજે 5.36 થી 6.16 સુધીનો છે.
પ્રદોષ કાળ: સાંજે 05:36 થી રાત્રે 08:11 વાગ્યા સુધીવૃષભ કાળ: સાંજે 06:20 થી રાત્રે 08:15 વાગ્યા સુધી
આ પણ વાંચો – આ વર્ષે દશેરાની તારીખને લઈને છે અસમંજસ, જાણો વિજયાદશમીની તારીખ, મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
ધનતેરસ 2024
દર વર્ષે આસો મહિનાની તેરસના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદી સહિત અન્ય વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા મુહૂર્ત સાંજે 06:30થી રાત્રે 08:12 સુધી રહેશે.
કાળી ચૌદસ 2024
દિવાળીના એક દિવસ પહેલા આપણે છોટી દિવાળીનો તહેવાર મનાવીએ છીએ. તેને કાળી ચૌદસ કે નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસ આસો મહિનાના ચૌદસના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષ 30 ઓક્ટોબર 2024ના રોજ આવશે.
ગોવર્ધન પૂજા 2024, બેસતું વર્ષ
દિવાળી પછી બીજા દિવસે ગોવર્ધન પૂજા ઉજવવામાં આવે છે. આ દિવસે અન્નકૂટની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન કે શ્રી કૃષ્ણનું પ્રતીકાત્મક સ્વરૂપ ગાયના છાણમાંથી બનાવી તેની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગોવર્ધન પૂજા 2 નવેમ્બર 2024ના રોજ છે. ગુજરાતમાં આ દિવસે નવા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. બેસતું વર્ષ એ કારતક સુદ એકમના રોજ ઉજવાય છે.
ભાઈ બીજ
ભાઈ બીજ અથવા કારતક સુદ 2 હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે. આ વર્ષે ભાઈ બીજ 3 નવેમ્બર 2024 ના રોજ ઉજવવામાં આવશે. ભાઈ બીજનું શુભ મુહૂર્ત બપોરે 01:10 થી 03:21 વાગ્યા સુધીનું રહેશે.
દિવાળી 2024 કેલેન્ડર
- ધનતેરસ- 29 ઓક્ટોબર, 2024 (મંગળવાર)
- કાળી ચૌદસ- 30 ઓક્ટોબર, 2024 (બુધવાર)
- દિવાળી, લક્ષ્મી પૂજા- 1 નવેમ્બર, 2024 (શુક્રવાર)
- બેસતુ વર્ષ, ગોવર્ધન પૂજા- 2 નવેમ્બર, 2024 (શનિવાર)
- ભાઈ બીજ – 3 નવેમ્બર, 2024 (રવિવાર)
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.





