Diwali 2024 Lucky Plant Vastu Tips: દિવાળી હિન્દુ ધર્મન મુખ્ય તહેવાર છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રમાં અમુક નિયમ પણ જણાવવામાં આવ્યા છે, જે અપનાવી તમે માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવી શકો છો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે દિવાળી પહેલા કે દિવાળીના દિવસે ઘરમાં અમુક ખાસ છોડ લગાવી શકો છો. તેમને ઘરમાં મુકવાથી તમને મહાલક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે. આ સાથે ધન, સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થશે. આવો જાણીએ કયા છોડ વાવવાથી શુભ રહેશે …
ફોર્ચ્યુન પ્લાન્ટ
દિવાળી પર તમે ઘરમાં ફોર્ચ્યુન પ્લાન્ટ લગાવી શકો છો. તેને કોર્ન પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. આ છોડ ઘરમાં લગાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ જાય છે. તેને દક્ષિણ-પૂર્વ દિશામાં મૂકવું શુભ માનવામાં આવે છે.
તુલસીનો છોડ
કારતક મહિનામાં તુલસીનો છોડ સૌથી શુભ માનવામાં આવે છે. જો દિવાળીના દિવસે તુલસીનો છોડ ઘરમાં લગાવવામાં આવે તો અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. તુલસીનો છોડ ઘરમાં મુકવાથી સકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે. આ સાથે દેવી લક્ષ્મીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
અરાજિતા
દિવાળી પર તમે ઘરે જ અપરાજિતાનો છોડ લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ અપરાજિતાનો છોડ પૂર્વ, ઉત્તર, ઉત્તર-પૂર્વ દિશામાં મુકવું શુભ છે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ પણ તેને લગાવવું શુભ માનવામાં આવે છે.
જેડ પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ધન, સમૃદ્ધિ, સુખ-સમૃદ્ધિ આપનાર આ છોડને દિવાળીના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તેને ઘર ઉપરાંત ઓફિસમાં પણ મૂકી શકો છો. તેનાથી બિઝનેસમાં વધારાની સાથે ધનલાભ પણ થાય છે. તેને તમારા ઘરની પૂર્વ દિશામાં મુકો.
આ પણ વાંચો | ઘરમાં લક્ષ્મી કેમ ટકતી નથી? બાગેશ્વેર બાબા પાસેથી જાણો 5 કારણ
રબર પ્લાન્ટ
વાસ્તુશાસ્ત્ર મુજબ રબરનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી હંમેશા સુખ રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. તેને નાણાકીય વૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. રબરના છોડમાંથી નીકળતો સફેદ પ્રવાહી સકારાત્મકતાનું પ્રતીક છે. તેથી તેને ઘરે લગાવવાથી કરિયર, બિઝનેસ વધે છે. તેને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવી શકાય છે. તેને ઘરની બહાર બિલકુલ ન રાખો.