દિવાળી પહેલા કોઈ પણ દિવસે જૂની સાવરણી ન ફેંકો, વધી શકે છે મુશ્કેલીઓ, જાણો વાસ્તુ મુજબના નિયમો

Vastu Tips For Broom : ઘરમાંથી જૂની સાવરણીને ક્યારે અને કેવી રીતે દૂર કરવી, જેથી તેની સાથે ઘરની નકારાત્મક ઉર્જા પણ સાથે નીકળી જાય છે. આવો અહીં જાણીએ

Written by Ashish Goyal
October 22, 2024 19:27 IST
દિવાળી પહેલા કોઈ પણ દિવસે જૂની સાવરણી ન ફેંકો, વધી શકે છે મુશ્કેલીઓ, જાણો વાસ્તુ મુજબના નિયમો
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે.

Dhanteras 2024, Vastu Tips For Broom : હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. દિવાળીની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી શરૂ થઈ જાય છે. માન્યતા છે કે આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને દરેક જગ્યાએ ફરે છે. આ કારણે દિવાળી પહેલા ઘરને સંપૂર્ણ રીતે સાફ કરીને રંગવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશ જી ની વિધિવત પૂજા કરવામાં આવે છે? દિવાળીના દિવસે યોગ્ય રીતે પૂજા કરવામાં આવે છે.

દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, જે પાંચ દિવસ સુધી ચાલે છે અને ભાઈ બીજ પર સમાપ્ત થાય છે. આ સમય દરમિયાન અનેક વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. આ સાથે જ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક છે, જે ઘરની સાફ સફાઈ કરવાની સાથે નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર કાઢે છે. આવી સ્થિતિમાં દિવાળી પર નવી સાવરણી લાવવી સારી વાત છે. પરંતુ આપણે જૂની સાવરણીનું શું કરવું જોઈએ? આવો જાણીએ ઘરમાંથી જૂની સાવરણીને ક્યારે અને કેવી રીતે દૂર કરવી, જેથી તેની સાથે ઘરની નકારાત્મક ઉર્જા પણ સાથે નીકળી જાય છે.

મત્સ્ય પુરાણ અનુસાર સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ કારણે ધનતેરસના દિવસે તેને ઘરે લાવવાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમને સુખ સમૃદ્ધિ, ધન, પૈસાના આશીર્વાદ આપે છે.

તૂટેલી કે નકામી સાવરણીનો ઉપયોગ કરવો તે સાચું કે ખોટું

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં જો સાવરણી તૂટેલી હોય તો તેને તરત જ હટાવી દેવી જોઈએ. તેનાથી અશુભ ફળની પ્રાપ્તિની સાથે નકારાત્મક ઉર્જા પણ આવે છે.

આ પણ વાંચો – ઘરની આ દિશામાં ભૂલથી પણ ના લગાવો ઘડિયાળ, થશે આવા ગેરફાયદા

જૂની સાવરણીને કયા દિવસે બહાર ફેંકવી

જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી હોય તો તેને ક્યારેય એમ જ ફેંકી દેવી ન જોઈએ. વાસ્તુ મુજબ જૂની સાવરણી શનિવારે કે અમાસની તિથિએ ફેંકી દેવી જોઈએ. આ સિવાય હોળીકા દહન પછી કે સૂર્ય ગ્રહણ-ચંદ્રગ્રહણ પછી જ ફેંકવી જોઈએ. આમ કરવાથી સાવરણી સાથે નકારાત્મક ઉર્જા પણ ચાલી જાય છે.

કયા સમયે ખરીદવી નવી સાવરણી

શાસ્ત્રો મુજબ માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે બપોર પછી અને સૂર્યાસ્ત પહેલા સાવરણી ખરીદી લો. રાત્રે ક્યારેય સાવરણી ન ખરીદવી, તેનાથી અશુભ ફળ મળે છે.

સાવરણી ક્યાં ફેંકવી

વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય સાવરણીને સળગાવવી જોઈએ નહીં. તેનાથી અશુભ ફળ મળે છે. આ સિવાય તેને ગંદી જગ્યાએ ન ફેંકવી જોઈએ. તેને એવી જગ્યાએ પણ ન ફેંકવી જોઈએ કે જ્યાં તેને વારંવાર પગ અડતા હોય.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ