Kali Chaudas 2025 : દિવાળી પહેલા હનુમાન જીની પૂજા કેમ થાય છે? જાણો કાળી ચૌદસની રહસ્યમયી રાતનું રહસ્ય

Kali Chaudas 2025 Hanuman Puja : દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસ પર હનુમાન જીની પૂજા કરવામાં આવે છે. જાણો નરક ચતુર્દશી એટલે કે રૂપ ચતુર્દશીની પૌરાણિક કથા અને મહત્વ.

Written by Ajay Saroya
October 19, 2025 11:02 IST
Kali Chaudas 2025 : દિવાળી પહેલા હનુમાન જીની પૂજા કેમ થાય છે? જાણો કાળી ચૌદસની રહસ્યમયી રાતનું રહસ્ય
Kali Chaudas 2025 Hanuman Puja : કાળી ચૌદસ પર હનુમાન જીની પૂજા કરવામાં આવે છે.

Kali Chaudas 2025 Hanuman Puja : દિવાળી ના એક દિવસ પહેલા કાળી ચૌદસ ઉજવાય છે. દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાય છે, જે આસો અમાસ તિથિ પર ઉજવાય છે. દિવાળી પહેલા આસો વદ ચૌદસ તિથિ ને કાળી ચૌદસ કહેવામાં આવે છે, તે નરક ચતુર્દશી અને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખાય છે. કાળી ચૌદસ પર હનુમાનજી, મહાકાળી માતા, કાળ ભૈરવ સહિત ઉગ્ર દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે. મોટાભાગના લોકો કાળી ચૌદસ પર હનુમાન જીની પુજા આરાધના કરે છે, જો કે ઘણા ઓછા લોકોને બજરંગબલીની પૂજા કેમ કરવામાં આવે છે.

ભૂત પ્રેતથી રક્ષણ

માન્યતા મુજબ કાળી ચૌદસની રાતે પ્રેત આત્માઓ, ભૂત પ્રેત, ટોટકા, જાદુ ટોણા જેવી નકારાત્મક શક્તિઓ વધારે સક્રિય હોય છે. તમને જણાવી દઇયે કે,કાળી ચૌદસને ભૂત ચતુદર્શી પણ કહેવાય છે. હનુમાન જીને અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા તેમજ ભૂત પ્રેતના નાશક કહેવામાં આવે છે, તેમની પૂજા આરાધના કરવાથી નકારાત્મક શક્તિથી રક્ષણ મળે છે. આ દિવસ ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ, દીપ પ્રગટાવી પૂજા અને ઓ હનુમતે નમઃ મંત્રનો જાપ કરવામાં આવે છે.

રામભક્ત હનુમાનુની પ્રથમ પૂજા કેમ થાય છે?

એક પૌરાણિક કથા મુજબ, જ્યારે 14 વર્ષનો વનવાસ પુરો કર્યા બાદ ભગવાની શ્રીરામના અયોધ્યા આગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી ઉત્સવ ઉજવ્યો હતો. શ્રીરામે હનુમાન જીની ભક્તિ અને સેવાથી ખુશ થઇને વરદાન આપ્યુ હતું કે, જ્યાં પણ મારી પૂજા થશે તેની પહેલા તમારી પૂજા કરવામાં આવશે. આથી દિવાળીના બરાબર એક દિવસ પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

અયોધ્યામાં હનુમાન જન્મોત્સવ

તમને જાણીને આશ્ચર્ય થશે કે, અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરમાં આ દિવસે હનુમાન જન્મોત્સવના રૂપમાં પણ ઉજવાય છે. હજારો શ્રાદ્ધાળુઓ અહીં હનુમાન જીની પૂજા આધારત, ભજન કિર્તન કરે છે અને પ્રસાદ ધરાવે છે.

હનુમાન જીની પૂજા કરવાના લાભ

હનુમાન જીની પૂજા કરવાથી આધ્યાત્મિક અને માનસિક લાભ થાય છે. આ પૂજા વ્યક્તિને નકારાત્મક ઊર્જા, ખરાબ નજર અને અજ્ઞાત ભય થી સુરક્ષા મળે છે. હનુમાનજીની આરાધના થી આત્મબળ, સાહસ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર ધારો થાય છે, જે વ્યક્તિને અભય વરદાન આપે છે અને પડકારોનો સામનો કરવાની શક્તિ મળે છે. હનુમાન જીની પૂજા કરવાથી જીવનમાં સંકટથી લડવાની શક્તિ મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ