Diwali 2025 : દિવાળી પર લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? શુભ મુહૂર્ત, પૂજા વિધિ સામગ્રી અને મંત્ર

Diwali 2025 Laxmi Puja Vidhi In Gujarati : દિવાળી પર માતા લક્ષ્મી અને ગણેશ જીની પૂજા કરવાની પરંપરા છે. અહીં લક્ષ્મીજી ગણેશની પૂજા વિધિ માટે સામગ્રી, શુભ મુહૂર્ત અને મંત્ર સહિત તમામ વિગત આપી છે.

Written by Ajay Saroya
Updated : October 19, 2025 14:20 IST
Diwali 2025 : દિવાળી પર લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? શુભ મુહૂર્ત, પૂજા વિધિ સામગ્રી અને મંત્ર
Diwali 2025 Laxmi Ganesh Puja Vidhi : દિવાળી પર લક્ષ્મી માતા અને ગણેશ જીની પૂજા કરવામાં આવે છે. (Photo: Canva)

Diwali 2025 Laxmi Puja Vidhi In Gujarati : દિવાળી હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. સનાતન પરંપરામાં દિવાળીના તહેવારને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હિંદુ પંચાગ મુજબ દર વર્ષે આસો અમાસ તિથિ પર ઉજવાય છે. પૌરાણિક માન્યતા મુજબ, ત્રેતા યુગમાં આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પુરો કરી અયોધ્યા પરત ફર્યા હતા અને અયોધ્યાવાસીએ સમગ્ર અયોધ્યા નગરીને દીવાઓથી પ્રકાશિત કરી હતી. દિવાળીના આ શુભ અવસર પર ભક્તો દેવી લક્ષ્મી, ભગવાન ગણેશનું, શ્રી રામ દરબાર અને કુબેર દેવતાની પૂજા કરે છે. દિવાળી પર રાતે દીવા પ્રગટાવાય છે, રંગોળી પુર અને ફુલો વડે ઘરને સુશોભિત કરવામાં આવે છે.

Diwali 2025 Date : દિવાળી 2025 તારીખ

એવું માનવામાં આવે છે કે શુભ સમયે લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સંપત્તિ, સમૃદ્ધિ અને સુખનું કાયમી નિવાસસ્થાન મળે છે. હિંદુ પંચાંગ મુજબ આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ દિવસે હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે આ દિવાળીને વધુ શુભ અને ફળદાયી બનાવશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દિવાળી પર લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ માટે સામગ્રી, પ્રસાદ ભોગ, આરતી, કથા સહિત સંપૂર્ણ વિગત

Dilwai 2025 Lakshmi Puja Muhurat : દિવાળી 2025 લક્ષ્મી પૂજા શુભ મુહૂર્ત

લક્ષ્મી પૂજા મુહૂર્ત : 20 ઓક્ટોબર સાંજે 6:56 થી 8:04 સુધીપૂજા માટે સમય : 1 કલાક 8 મિનિટ મળશેનિશિથ કાલ મુહૂર્ત : 21 ઓક્ટોબરના રોજ રાત્રે 11:41 થી સવારે 12:31 સુધીપ્રદોષ કાળ : સાંજે 5:33 થી 8:08 વાગે સુધીવૃષક્ષ કાલ : સાંજે 6.56 થી 8.53 વાગે સુધીકુંભ લગ્ન મુહૂર્ત (બપોરે) : 15.55 થી 15.52 વાગે સુધીસમયગાળો : માત્ર 8 મિનિટવૃષભ લગ્ન મુહૂર્ત (સાંજે) : 18.56 થી 20.53 વાગે સુધીસમય : 01 કલાક 56 મિનિટસિંહ લગ્ન મુહૂર્ત (મધ્યરાત્રિ) – 01.26 થી 03.41, 21 ઓક્ટોબર 21સમય : 2 કલાક 15 મિનિટ

Dilwai 2025 Lakshmi Puja List : દિવાળી 2025 લક્ષ્મી પૂજા સામગ્રી યાદી

ગણેશ જી – લક્ષ્મી જીની મૂર્તિકુબેર યંત્રચાંદીનો સિક્કોભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીના વસ્ત્રોગુલાબનું ફુલકમળનું ફુલફૂલની માળામાટી અથવા પિત્તળનો કળશકળશને ઢાંકવા માટે ઢાંકણઅક્ષત ચોખા અથવા ઘઉંચંદનકપૂરકેસરજનોઇ ૫કુમકુમરંગોળી બનાવવા માટે કલરબાજોઠઅબીલ ગુલાલલાલ કપડાનું આસનહળદરમાતાજીનો સોળ શણગારરૂ, કપાસસોપારીકપુરી પાનના પાંકડાકમલગાટ્ટાઆખા સુકા ધાણાઆખી હળદરની ગાંઠસપ્તમાત્તિકાસાત પ્રકારના અનાજદુર્વા ઘાસપાંચ પ્રકારના ડ્રાયફ્રૂટ્સગંગા જળમધખાંડશુદ્ધ ઘીદહીંદૂધશેરડીનો સાટોસીતાફળપાંચ પ્રકારના ફળપ્રસાદ માટે દૂધની મીઠાઇ અને ખીરનાની એલચીલવિંગનાડાછડીઅત્તરની શીશીતુલસી પાનસફેદ કપડું (અડધો મીટર)લાલ કપડું (અડધો મીટર)પંચ રત્ન (ક્ષમતા મુજબ)દીપકઅગરબત્તીલવિંગ એલચી વાળું પાનનું બીડુંશ્રીફળપતાશા અને મમરાજળનું પાત્રમાટીના દીવા 11

દિવાળી લક્ષ્મી જીની પૂજા કરવાની રીત

દિવાળી પૂજા શરૂ કરતા પહેલા, ગણેશજી, લક્ષ્મીજી અને ભગવાન કુબેર સહિતના અન્ય યંત્રોની સ્થાપના માટે રંગોળી બનાવો. આ પછી, બાજોઠ મૂકી તેના પર લાલ કપડું પાથરવો. બાજોઠ પર ચોખા મૂકી ગણેશ જી અને લક્ષ્મી જીની મૂર્તિ મૂકો. આ સાથે શ્રીયંત્ર, વિષ્ણજીની મૂર્તિ મૂકી શકાય છે. એક વાત ધ્યાનમાં રાખો કે દેવી લક્ષ્મીની મૂર્તિ ગણેશજીની જમણી બાજુએ મુકવી જોઇએ.

સૌ પ્રથમ, દુર્વા કે આસોપાલવના પાન વડે તમારી ઉપર અને આસનની નીચે પાણી છાંટતા બોલો, ऊं अपवित्र: पवित्रोवा सर्वावस्थां गतोऽपिवा। य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:॥ પછી હાથ ધોઈને બોલો – “ૐ કેશવાય નમઃ ૐ માધવય નમઃ, ૐ નારાયણ નમઃ.”

હવે પૂજા શરૂ કરો

આ મંત્રથી આસનને શુદ્ધ કરો – ऊं पृथ्वी त्वयाधृता लोका देवि त्यवं विष्णुनाधृता। त्वं च धारयमां देवि पवित्रं कुरु चासनम्॥ હવે ચંદન લગાવતી વખતે આ મંત્ર બોલો – चन्दनस्य महत्पुण्यम् पवित्रं पापनाशनम्, आपदां हरते नित्यम् लक्ष्मी तिष्ठ सर्वदा।

હવે પૂજાનો સંકલ્પ કરો. તેની માથે હાથમાં ફુલ,સોપાટી, એક પાન, નારિયળ, ચાંદીનો સિક્કો, મીઠાઇ, લોંગ વગેરે લઇ સંકલ્પ કરતી વખતે આ મંત્ર બોલો – ऊं विष्णु र्विष् णुर्विष्णु:, ऊं तत्सदद्य श्री पुराणपुरुषोत्तमस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणोऽह्नि द्वितीय पराद्र्धे श्री श्वेतवाराहकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे, अष्टाविंशतितमे कलियुगे, कलिप्रथम चरणे जम्बुद्वीपे भरतखण्डे आर्यावर्तान्तर्गत ब्रह्मवर्तैकदेशे पुण्य (તમારા શહેર/ ગામનું નામ બોલો) क्षेत्रे बौद्धावतारे वीर विक्रमादित्यनृपते : 2081 तमेऽब्दे पिंगल नाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतो महामंगल्यप्रदे मासानां मासोत्तमे कार्तिक मासे कृष्ण पक्षे अमावस तिथौ सोमवार हस्त नक्षत्रे आयुष्मान योगे चतुष्पद करणादिसत्सुशुभे योग (ગોત્રનું નામ લો) गोत्रोत्पन्नोऽहं अमुकनामा (પોતાનું નામ લો) सकलपापक्षयपूर्वकं सर्वारिष्ट शांतिनिमित्तं सर्वमंगलकामनया– श्रुतिस्मृत्यो- क्तफलप्राप्तर्थं— निमित्त महागणपति नवग्रहप्रणव सहितं कुलदेवतानां पूजनसहितं स्थिर लक्ष्मी महालक्ष्मी देवी पूजन निमित्तं एतत्सर्वं शुभ-पूजोपचारविधि सम्पादयिष्ये।

ગણેશ અને લક્ષ્મીને બધી સામગ્રી અર્પણ કરો. આ પછી કળશની પૂજા કરો. સૌ પ્રથમ, કળશ પર સ્વસ્તિક પ્રતિક બનાવો અને નાડાછડી બનાવો. કળશમાં પાણી અને ગંગાજળ ભરો પછી તેની અંદર સોપારી, દુર્વા, અક્ષત, સિક્કો નાંખો. કળશ ઉપર એક વાટકી કે ડીશમાં ચોખા ભરીને કળશ પર મૂકો. હવે એક નાળિયેર પર લાલ કપડું અને નાડાછડી બાંધીને કળશ પર મૂકો.

આ પછી હાથમાં ફુલ લઈ વરુણ દેવનું આહ્વાન કરો. ओ३म् त्तत्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविभि:। अहेडमानो वरुणेह बोध्युरुशंस मान आयु: प्रमोषी:। (अस्मिन कलशे वरुणं सांग सपरिवारं सायुध सशक्तिकमावाहयामि, ओ३म्भूर्भुव: स्व:भो वरुण इहागच्छ इहतिष्ठ। स्थापयामि पूजयामि॥) ત્યારપછી આ ફુલ કળશ પર પધારવો.

હવે ગણેશ જી અને લક્ષ્મી જીની પૂજા શરૂ કરો. સૌ પ્રથમ, એક હાથમાં ફુલ રાખીને ગણેશજીનું ધ્યાન કરી આ મંત્ર બોલો – गजाननम्भूतगणादिसेवितं कपित्थ जम्बू फलचारुभक्षणम्। उमासुतं शोक विनाशकारकं नमामि विघ्नेश्वरपादपंकजम्। ગણેશજીને આ ફુલ અર્પણ કરો. આ પછી, एतानि पाद्याद्याचमनीय-स्नानीयं, पुनराचमनीयम् ऊं गं गणपतये नम:। इस मंत्र से चंदन लगाएं: इदम् रक्त चंदनम् लेपनम् ऊं गं गणपतये नम:, ત્યારબાદ इदम् श्रीखंड चंदनम् બોલી ચંદનનું તિલક લગાવો. હવે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અને બિલિપત્ર પણ અર્પણ કરવા જોઈએ. ભગવાન ગણેશના વસ્ત્ર અને આભૂષણ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલો – इदं रक्त वस्त्रं ऊं गं गणपतये समर्पयामि।

પછી ગણેશજીને પ્રસાદ અર્પણ કરો અને આ મંત્ર બોલો – इदं नानाविधि नैवेद्यानि ऊं गं गणपतये समर्पयामि, इदं शर्करा घृत युक्त नैवेद्यं ऊं गं गणपतये समर्पयामि:। अब आचमन कराएं। इदं आचमनयं ऊं गं गणपतये नम:। હવે સોપારી અર્પણ કરો.

હવે લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કરો. સૌ પ્રથમ માતા લક્ષ્મી જીનું ધ્યાન ધરી મંત્ર બોલો – ॐ या सा पद्मासनस्था, विपुल-कटि-तटी, पद्म-दलायताक्षी। गम्भीरावर्त-नाभिः, स्तन-भर-नमिता, शुभ्र-वस्त्रोत्तरीया।। लक्ष्मी दिव्यैर्गजेन्द्रैः। ज-खचितैः, स्नापिता हेम-कुम्भैः। नित्यं सा पद्म-हस्ता, मम वसतु गृहे, सर्व-मांगल्य-युक्ता। હવે હાથમાં ચોખા લઇ મંત્ર બોલો – ॐ भूर्भुवः स्वः महालक्ष्मी, इहागच्छ इह तिष्ठ, एतानि पाद्याद्याचमनीय-स्नानीयं, पुनराचमनीयम्।” प्रतिष्ठा के बाद स्नान कराएं: ॐ मन्दाकिन्या समानीतैः, हेमाम्भोरुह-वासितैः स्नानं कुरुष्व देवेशि, सलिलं च सुगन्धिभिः।। ॐ लक्ष्म्यै नमः।। इदं रक्त चंदनम् लेपनम् બોલી ચંદનનું તિલક લગાવો । इदं सिन्दूराभरणं से सिन्दूर लगाएं। ‘ॐ मन्दार-पारिजाताद्यैः, अनेकैः कुसुमैः शुभैः। पूजयामि शिवे, भक्तया, कमलायै नमो नमः।। ॐ लक्ष्म्यै नमः, पुष्पाणि समर्पयामि।’ આ મંત્ર બોલી ફુલ અર્પણ કરો અને ફુલ માળા પહેરાવો.

હવે દેવી લક્ષ્મીને इदं रक्त वस्त्र समर्पयामि બોલી લાલ વસ્ત્રો પહેરો. આ પછી દેવી લક્ષ્મીના અંગોની પૂજા કરો. આ માટે ડાબા હાથમાં અક્ષત લઈ જમણા હાથે થોડા થોડા ચોખા અર્પણ કરો –ऊं चपलायै नम: पादौ पूजयामि ऊं चंचलायै नम: जानूं पूजयामि, ऊं कमलायै नम: कटि पूजयामि, ऊं कात्यायिन्यै नम: नाभि पूजयामि, ऊं जगन्मातरे नम: जठरं पूजयामि, ऊं विश्ववल्लभायै नम: वक्षस्थल पूजयामि, ऊं कमलवासिन्यै नम: भुजौ पूजयामि, ऊं कमल पत्राक्ष्य नम: नेत्रत्रयं पूजयामि, ऊं श्रियै नम: शिरं: पूजयामि। अंग पूजन की भांति हाथ में अक्षत लेकर मंत्र बोलें। ऊं अणिम्ने नम:, ओं महिम्ने नम:, ऊं गरिम्णे नम:, ओं लघिम्ने नम:, ऊं प्राप्त्यै नम: ऊं प्राकाम्यै नम:, ऊं ईशितायै नम: ओं वशितायै नम:।

અંગ પૂજા અને અષ્ટસિદ્ધિ પૂજાની જેમ હાથમાં અક્ષત સાથે મંત્રોનો જાપ કરો. ऊं आद्ये लक्ष्म्यै नम:, ओं विद्यालक्ष्म्यै नम:, ऊं सौभाग्य लक्ष्म्यै नम:, ओं अमृत लक्ष्म्यै नम:, ऊं लक्ष्म्यै नम:, ऊं सत्य लक्ष्म्यै नम:, ऊं भोगलक्ष्म्यै नम:, ऊं योग लक्ष्म्यै नम: પછી પ્રસાદ અર્પણ કરો અને આ મંત્ર બોલો -इदं नानाविधि नैवेद्यानि ऊं महालक्ष्मियै समर्पयामि” મંત્ર બોલી નૈવેધ લગાવો. મીઠાઇનો પ્રસાદ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલો – इदं ताम्बूल पुगीफल समायुक्तं ऊं महालक्ष्मियै समर्पयामि।

હવે એક ફૂલ લઈને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને બોલો : एष: पुष्पान्जलि ऊं महालक्ष्मियै नम:। લક્ષ્મી માતાને દીપ ધૂધ અર્પણ કરો. આ પછી ભગવાન કુબેર સહિત અન્ય દેવી-દેવતાઓની પૂજા કરો. છેલ્લે ગણેશ જીની આરતી, પછી લક્ષ્મી જીની આરતી અને કુબેર આરતી કરો. અંતમાં પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે માફી માંગો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ