Garud puran: ગરુડ પુરાણમાં અનેક એવી બાબતો છે જેને કરવાથી જીવન પર સકારાત્મક પ્રભાવ પાડે છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે કાર્યોને કરવાથી જીવન પર પ્રતિકૂળ અને ખરાબ પ્રભાવ પડે છે. તો ચાલો જાણીએ કે ગરુડ પુરાણ અનુસાર કયા કાર્યો કરવાથી રોજ સવારે માતા લક્ષ્મીના પ્રસન્ન થવાની માન્યતા છે. સાથે જ ઘરમાં સુખ- સમૃદ્ધી પણ આવે છે.
દરરોજ કુળદેવતાની કરો પૂજા
કુલદેવતા નારાજ થાય તો અનેક પરેશાનિયોનો સામનો કરવો પડી શકે છે. ગરુડ પુરાણ અનુસાર નિયમિત રૂપથી કુળદેવતા અથવા કુળદેવીની પૂજા કરવી જોઈએ. આનાથી ઘરમાં ખુશીઓ જળવાય છે અને આર્થિક સમૃદ્ધી પણ આવે છે.
ભોજન ગ્રહણ કરતા પહેલા આ કામ જરૂર કરો
ગરુડ પુરાણમાં ભોજન ગ્રહણ કરવાના નિયમો પણ જણાવવામાં આવ્યા છે. ભોજન ગ્રહણ કરતા પહેલા દરરોજ ભગવાન અને કુળદેવતાઓનો ભોગ જરૂર લગાવો જોઈએ. ત્યારબાદ ભોજનગ્રહણ કરવાની માન્યતા છે. માન્યતા છે કે આવું કરવાથી માતા અન્નપુર્ણઆની કૃપા બની રહે છે. ઘરમાં ક્યારેય પણ અન્નની કમી થતી નથી.
રસોડાની પૂજા કરો
હિન્દુ ધર્મમાં રસોડાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભોજન બનાવતા પહેલા રસોડાની પૂજા કરો અને ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલા રસોડાને ભોગ લગાવો. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થવાની માન્યતા છે. સાથે જ તેમની કૃપાથી આર્થિક સમૃદ્ધિ પણ આવે છે.
નિયમિત રૂપથી કરો પૂજા
દરેકને નિયમિત રૂપથી દેવી-દેવતાઓને પૂજા કરવી જોઈએ. સાથે જ ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. આનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાથે જ સકારા્મક ઉર્જા મળે છે. આનાથી જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાની માન્યતા છે.
ગાયોને ખવડાવો અને દાન કરો
ગરુડ પુરાણ અનુસાર રોજ કંઈકના કંઈક અન્ન દાન કરવું જોઇએ. ગાય અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઇએ. ગરીબોની મદદ કરવી જોઇએ.