Vijayadashami 2024 Date : દર વર્ષે આસો સુદ દશમના દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. અસત્ય ઉપર સત્યની જીતના રૂપમાં મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામે આ દિવસે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ સાથે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ કારણે તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. વિજયાદશમીનો તહેવાર શારદીય નવરાત્રીના સમાપન સાથે ઉજવવામાં આવે છે.
આ દિવસે શુભ સમયે રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરવામાં આવે છે અને લોકો એકબીજાને અભિનંદન આપે છે. આ વર્ષે દશમની તિથિ બે દિવસ હોવાના કારણે લોકોમાં ભારે મુંઝવણ પ્રવર્તી રહી છે કે કયા દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આવો જાણીએ દશેરાની તારીખ, મુહૂર્ત અને મહત્વ.
દશેરા 2024 ક્યારે છે?
આસો સુદ દશમ તિથિ શરૂ: 12 ઓક્ટોબર 2024, સવારે 10 કલાકને 58 મિનિટ પરદશમ તિથિ સમાપ્ત: 13 ઓક્ટોબર 2024, સવારે 9 કલાકને 8 મિનિટ સુધીદશેરા 2024 મનાવવાની તારીખ – 12 ઓક્ટોબર 2024
દશેરા 2024 પર શુભ યોગ
હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે દશેરા પર ઘણો ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. આ વર્ષે દશેરા પર સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે શ્રવણ યોગ બની રહ્યો છે. આ સાથે શ્રવણ નક્ષત્ર 12 ઓક્ટોબરે સવારે 5:25 વાગ્યાથી 13 ઓક્ટોબરના રોજ સવારે 4:27 વાગ્યા સુધી રહેશે.
આ પણ વાંચો – કરવા ચોથ પર ચંદ્રોદય કેટલા વાગે થશે? પરિણીત મહિલાઓ ચંદ્ર દર્શન કરી તોડશે ઉપવાસ
દશેરા પૂજા માટે શુભ મુહૂર્ત
દશેરાના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત બપોરે 2.02થી 2.48 સુધી રહેશે.
દશેરામાં કરવામાં આવે છે આ વસ્તુઓની પૂજા
દશેરાના દિવસે શસ્ત્ર પૂજનની સાથે શમીના વૃક્ષની પૂજા અને અપરાજિતાના વૃક્ષના પૂજા કરવાનું વિધાન છે. આ સાથે જ આ દિવસે નીલકંઠને જોવાથી શુભ ફળ મળે છે.
દશેરાનું મહત્વ
હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે. આ દિવસને સૌથી શુભ સમયમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય કરવું સારું માનવામાં આવે છે.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.





