Dussehra 2024: દશેરાનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, જાણો શુભ મુહૂર્ત, ઇતિહાસ અને મહત્વ

Dussehra 2024: હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી

Dussehra 2024: હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Dussehra 2024, Dussehra 2024, Vijayadashami, દશેરા 2024

Dussehra 2024: હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે (તસવીર - જનસત્તા)

Dussehra 2024 Significance, દશેરા 2024 : હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે આસો સુદ દશમના દિવસે ઉજવવામાં આવે છે. દશેરાને અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી. દેશભરમાં ઘણા સ્થળોએ રામલીલાઓનું આયોજન કરવામાં આવે છે અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે દુર્ગા પૂજા દરમિયાન સ્થાપિત દુર્ગા મા ની મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવે છે.

Advertisment

દશેરાનો ઇતિહાસ

હિન્દુ ગ્રંથ રામાયણ અનુસાર અયોધ્યાના રાજા દશરથના પુત્ર ભગવાન રામે 14 વર્ષ માટે વનવાસ ભોગવ્યો હતો. વનવાસ દરમિયાન રામના પત્ની સીતાનું લંકાના રાજા રાવણે અપહરણ કર્યું હતું. સીતાને છોડાવવા માટે રામે લંકા પર આક્રમણ કર્યું. જ્યાં તેમણે રાવણના ભાઈ કુંભકર્ણ અને રાવણનો વધ કરીને સીતા માતાને મુક્ત કર્યા હતા.

એવું માનવામાં આવે છે કે રામે લંકા પર કૂચ કરતા પહેલા 9 દિવસ સુધી શક્તિની પૂજા કરી હતી. ત્યારથી 9 દિવસની નવરાત્રિની આરાધના શરૂ થઈ ગઈ. તે જ સમયે જે દિવસે રામે રાવણનો વધ કર્યો તે દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો માતા દુર્ગા દ્વારા મહિષાસુર નામના રાક્ષસને મારવાની ખુશીમાં દશેરાનો તહેવાર પણ ઉજવે છે.

આ પણ વાંચો - દશેરા પર ખરીદો આ વસ્તુઓ, મા લક્ષ્મી થશે પ્રશન્ન, ધન-સમૃદ્ધિ પ્રાપ્ત થવાની માન્યતા

Advertisment

મા દુર્ગાને આપવામાં આવે છે વિદાય

દશેરા એ ત્રણ દિવસની દુર્ગાપૂજાનો સમાપન પર્વ પણ છે. નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ દેશભરમાં દુર્ગાપૂજા તરીકે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, મોટા પંડાલોમાં દુર્ગા મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. દશેરાના દિવસે આ દુર્ગા મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવે છે. વિજયાદશમીનો તહેવાર દુર્ગાપૂજા અને નવરાત્રીના અંતને ચિહ્નિત કરે છે. આ ઉપરાંત દશેરાના દિવસે શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. દશેરાના દિવસે શુભ સમયે કરવામાં આવતી પૂજા શુભ ફળ આપે છે.

દશેરા 2024નો શુભ સમય

આ દિવસે પૂજાનો શુભ સમય બપોરે 01:16 થી શરૂ થશે અને 03:35 સુધી ચાલુ રહેશે.

દશેરાનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં દશેરાનું વિશેષ મહત્વ છે. દશેરાના દિવસે દરેક શહેરમાં રાવણ, કુંભકર્ણ અને રાવણના પુત્ર મેઘનાથના પૂતળા બાળવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જો રાવણ દહન કોઈ શુભ સમયે કરવામાં આવે તો તેની શુભ અસર થાય છે. તેમજ આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ આખો દિવસ શુભ હોય છે. મતલબ કે આ દિવસે શુભ મુહૂર્ત વિશે જાણ્યા વગર કોઈપણ વસ્તુની ખરીદી કરી શકાય છે.

તહેવાર દશેરા ધર્મ ભક્તિ