Dussehra (Dasara) 2025 Date And Time, Vijayadashami Kab Hai: હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. આ તહેવારને બુરાઇ પર અચ્છાઇની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે આસો સુદ દશમના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ પ્રસંગે દર વર્ષે લંકાપતિ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
સાથે જ મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 2 ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ઘણા શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. સાથે અન્ય ઘણા યોગ પણ રચાઈ રહ્યા છે. ચાલો જાણીએ દશેરાની તારીખ અને રાવણ દહનનું શુભ મુહૂર્ત.
દશેરા 2025 ક્યારે છે?
જ્યોતિષ પંચાંગના જણાવ્યા અનુસાર દશમની તિથિ 1 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 7:02 વાગ્યે શરૂ થાય છે અને 2 ઓક્ટોબરે સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં દશેરાનો તહેવાર ગુરુવારને 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
રાવણ દહનનું શુભ મુહૂર્ત
શાસ્ત્રો અનુસાર રાવણ દહન પ્રદોષ કાળમાં કરવાનું વિધાન છે જે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. આ દિવસે સૂર્યાસ્તનો સમય સાંજે 6.05 વાગ્યે છે. તેથી આ પછી રાવણ દહન કરવામાં આવશે.
આ પણ વાંચો – નવરાત્રીમાં જન્મેલા બાળકનું ભાગ્ય કેવું હોય છે? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
દશેરા પર યોગ અને નક્ષત્રનો સંયોગ
વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે દશેરાના દિવસે આખો દિવસ રવિયોગ રહેશે, જે જીવનમાં સકારાત્મકતા લાવે છે. આ સાથે રાત્રે 12:34 થી 11:28 (2 ઓક્ટોબર) સુધી સુકર્મ યોગ થશે અને ત્યારબાદ ધૃતિ યોગ લાગુ થશે. દશેરાને શાનદાર મુહૂર્ત માનવામાં આવે છે. અર્થાત્ તેમાં કોઈ મુહૂર્ત જોયા વિના તમામ શુભ કાર્યો થઈ શકે છે. તમે વ્યવસાય શરૂ કરી શકો છો. તમે સંપત્તિ અથવા વાહનો પણ ખરીદી શકો છો.
દશેરાનું ધાર્મિક મહત્વ
પૂર્વ ભારતમાં દશેરાને દુર્ગાપૂજા અને દુર્ગા વિસર્જન તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ દિવસે રામલીલા અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. દશેરાના અવસર પર રાવણ, કુંભકર્ણ અને રાવણના પુત્ર મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ તહેવારને બુરાઇ પર સચ્ચાઇની જીતના રુપમાં ઉજવવામાં આવે છે.