Eid 2025 Date: 31 માર્ચ કે 1 એપ્રિલ ક્યારે છે ઇદ, જાણો ઇદ ઉલ ફિત્રની તારીખ

Eid 2025 Date : ઈસ્લામ ધર્મના અનુયાયીઓ માટે ઈદનો તહેવાર મુખ્ય તહેવારોમાંથી એક ગણાય છે. ઈદના તહેવારને ભાઈચારા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે

Written by Ashish Goyal
March 28, 2025 21:23 IST
Eid 2025 Date: 31 માર્ચ કે 1 એપ્રિલ ક્યારે છે ઇદ, જાણો ઇદ ઉલ ફિત્રની તારીખ
Eid 2025 Date: ઈસ્લામ ધર્મના અનુયાયીઓ માટે ઈદનો તહેવાર મુખ્ય તહેવારોમાંથી એક ગણાય છે

Eid 2025 Date: ઈસ્લામ ધર્મના અનુયાયીઓ માટે ઈદનો તહેવાર મુખ્ય તહેવારોમાંથી એક ગણાય છે. તે રમઝાનના પવિત્ર મહિનાની સમાપનમાં આવે છે. તેને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મીઠી સેવઇયા બનાવવામાં આવે છે. આ વર્ષે ઈદના તહેવારની તારીખને લઈને ફરી અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. આવો જાણીએ આ વર્ષે કયા દિવસે ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવશે? સાથે જ જાણો તેનું મહત્વ.

2025 ની ઈદ ક્યારે છે?

ઈસ્લામી કેલેન્ડર મુજબ ઈદ-ઉલ-ફિત્ર 10માં શવ્વાલના પહેલા દિવસે અને રમઝાનના અંતિમ દિવસે ચાંદના દિદાર બાદ જ મનાવવામાં આવે છે. જો સાઉદી અરબમાં 30 માર્ચે ચંદ્ર જોવા મળશે તો ભારતમાં 31મી તારીખે ઈદ થશે અને જો ત્યાં 31 માર્ચે ચાંદ જોવા મળશે તો ભારતમાં 1 એપ્રિલે ઈદનો તહેવાર મનાવવામાં આવશે. ઇદની ચોક્કસ તારીખ ચંદ્ર જોયા પછી જ જાહેર કરવામાં આવે છે. આ વખતે ઈદનો તહેવાર 31 માર્ચ અથવા 1 એપ્રિલે હોઈ શકે છે.

ઈદનું મહત્વ

ઈદના તહેવારને ભાઈચારા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. રમઝાનનો પવિત્ર મહિનો પૂરો થવાની સાથે જ અલ્લાહનો આભાર માનવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ સમાજના લોકો નમાજ પઢ્યા પછી એકબીજાને ભેટીને ઇદની શુભકામના પાઠવે છે. આ સાથે જ તેઓ જરૂરીયાતમંદોને જકાત આપે છે.

આ પણ વાંચો – ચૈત્ર નવરાત્રી ક્યારથી શરુ થઇ રહી છે, જાણો તારીખ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ઈદ પર ફિત્રા’ કેમ જરૂરી?

ઈદના તહેવારમાં લોકો અલ્લાહનો આભાર માનીને ફિત્રા કરે છે. ફિત્રા રોજાના સદકાના રૂપમાં થાય છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમાજના લોકો જરૂરિયાતમંદ કે ગરીબ લોકોને અઢી કિલો ઘઉં કે તેના બરાબર પૈસા આપે છે. તમે ઇચ્છો તો સવા બે કિલોખી વધુ અનાજ પણ આપી શકો છો.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ