ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને પરંપરામાં સંતો, વડીલ – વૃદ્ધોના પગે લાગવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોના પગે લાગવાની મનાઇ છે. એટલે કે કેટલાક લોકોને પગે ન લાગવું જોઇએ. જો કોઇ તમારા પગે લાગે તો અથવા તમે કોઈને પગે લાગતો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ નહીં તો પાપમાં પડશો.
કુંવારી કન્યાઓ
કુંવારી કન્યાઓને કોઈના પગે લાગવું ન જોઇએ અથવા જો કોઈ કુંવારી કન્યા તમને પગે લાગવાનો પ્રયત્ન કરે તો તેને રોકવી જોઇએ. નહીં તો તમને પાપ લાગશે. નાની બાળકીઓ અને કન્યાઓને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા જોઇએ.
પુત્રીઓ
કોઈપણ પિતાને પોતાની દીકરી પાસે પગે પડાવવું ન જોઇએ. પુત્રીઓએ પણ ધ્યાન રાખવું જોઇએ કે તેઓ પણ પોતાના પિતાને પગે ન લાગે. નહીં તો પિતાને પાપ લાગશે. પુત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. એટલા માટે તેમને પગે ન લગાડવા જોઇએ.
વહુ
કેટલાક સમાજમાં વહુઓ પોતાની સાસુના પગે લાગી શકે છે પરંતુ સસરાને નહીં કારણ કે વહુ ઘરની લક્ષ્મી હોય છે.
મંદિરમાં
જો તમે મંદિરમાં છો અને તમને ત્યાં વૃદ્ધ વડિલ અથવા સમ્માનીય વ્યક્તિ મળી જાય તો તમે એમને પગે ન લાગો કારણ કે મંદિરમાં ભગવાનથી મોટું કોઇ નથી હોતું. ભગવાનની સામે કોઈને પણ પગે લાગ્યા તો મંદિર અને ભગવાનનું અપમાન માનવામાં આવે છે.
પૂજા કરી રહેલા વ્યક્તિને પગે ન લાગવું
જો કોઇ વ્યક્તિ મંદિર અથવા ઘરમાં પૂજા કરી રહ્યો છે તો આ દરમિયાન તેને પગે લાગવું યોગ્ય નથી. આવી સ્થિતિમાં બંનેને પાપ લાગે છે. બીજી વાત એ છે કે આમ કરવાથી પૂજામાં અડચણ ઉત્પન્ન થાય છે.
આ પણ વાંચોઃ- Samudrik Shastra: આવી નાકવાળા લોકો સુખી હોય છે; નાકના કદના આધારે જાણો વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય
ઉંઘેલા વ્યક્તિને પગે લાગવું
જો કોઇ વ્યક્તિ સુઈ રહ્યો હોય અથવા આરામ કરી હ્યો હોય તો એ સમયે તેને પગે લાગવું ન જોઇએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સુઇ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે. માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિના પગે લાગવું જોઇએ.
શ્માશાનમાંથી પરત ફરેલા વ્યક્તિને પગે લાગવું
જો કોઇ સમ્માનિત વ્યક્તિ અથવા વડિલ શ્મશાન ઘાટથી પરત ફરે તો તેમને જોઇને અનેક લોકો તેમના પગે લાગે છે. જોકે આમ કરવું ખોટું છે. અંતિમ સંસ્કારથી પરત ફરેલા વ્યક્તિ અશુદ્ધ થઇ જાય છે. આવામાં તેમને પગે લાગવું મનાઇ છે. સ્નાન કર્યા બાદ જ તેમના પગે લાગવું જોઇએ. આ પ્રકારે શ્મસાનમાં પણ કોઇના પગે લાગવું ન જોઇએ.
અશુદ્ધ વ્યક્તિ
જો તમે કોઇ કારણે અશુદ્ધ થઇ ગયા છો તો તમે જેના પગે લાગવા માંગો છો તે અશુદ્ધ થઇ જશે આવી પરિસ્થિતિમાં પગે લાગવું જોઇએ નહીં. જો આવું કરશો તો બંનેને નુકસાન વેઠવું પડી શકે છે.
આ પણ વાંચોઃ- Vastu tips : વાસ્તુ અનુસાર ઘરમાં આ ચાર વસ્તુઓ ખાલી રાખવાથી થઇ જવાય છે કંગાળ, ભાગ્યનો પણ નથી મળતો સાથ
ભાણા-ભાણી
જો તમે કોઇના ભાણા છો તે તમારે તમારા મામા-મામીના પગે લાગવું ન જોઇએ. કારણે કે ભાણા-ભાણી પૂજનીય હોય છે. આમ કરવાથી મામા-મામીને પાપ લાગી શકે છે.
પત્ની
પતિ પત્નીનો સંબંધ ખુબ જ પવિત્ર સંબંધ હોય છે. આ ભાગીદારીનો સંબંધ હોય છે. પરંતુ પતિએ ક્યારેય પણ પોતાની પત્નીને પગે લાગવું ન જોઇએ. આવું કરવાથી પત્નીને પાપ લાગે છે.