ઓક્ટોબરમાં બની રહ્યા છે 4 રાજયોગ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો, કરિયર અને વેપારમાં પ્રગતિના યોગ

October Month Rashifal : વૈદિક જ્યોતિષ અનુસાર ઓક્ટોબર મહિનામાં ઘણા ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. આ મહિનામાં ચાર રાજયોગ બની રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓનો ગોલ્ડન ટાઇમ શરુ થઇ શકે છે

Written by Ashish Goyal
September 29, 2024 16:23 IST
ઓક્ટોબરમાં બની રહ્યા છે 4 રાજયોગ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો, કરિયર અને વેપારમાં પ્રગતિના યોગ
October Month Rashifal : વૈદિક જ્યોતિષ અનુસાર ઓક્ટોબર મહિનામાં ઘણા ગ્રહોની ચાલમાં ફેરફાર થશે (તસવીર - જનસત્તા)

October Month Rashifal : વૈદિક જ્યોતિષ અનુસાર ઓક્ટોબર મહિનામાં ઘણા ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. આ મહિનામાં ચાર રાજયોગ બની રહ્યા છે. જેમાં કર્મફળ દાતા શનિદેવ ષષ રાજયોગ બનાવી રહ્યા છે. સાથે જ વેપાર દાતા બુધ ગ્રહ ભદ્ર રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. આ સાથે જ ધન અને વૈભવના દાતા તુલા રાશિમાં પ્રવેશ કરી માલવ્ય રાજયોગ બનાવી રહ્યા છે. સાથે આ મહિને બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજ યોગ બનશે. જેનાથી કેટલીક રાશિઓનો ગોલ્ડન ટાઇમ શરુ થઇ શકે છે. આ લોકોને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ પણ મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઇ-કઇ છે.

વૃષભ રાશિ

ઓક્ટોબર મહિનો તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ મહિને બનેલા ચાર રાજયોગ તમને કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ અપાવશે. તેમજ આ મહિનામાં તમને સમયાંતરે અચાનક લાભ મળી શકે છે. સાથે જ તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને અટકેલા કામ પૂરા થવાથી તમે ખુશ રહેશો. અચાનક તમારી કમાણીમાં વધારો થશે અને તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવાની તક પણ મળી રહી છે. સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે. તેમજ ધનની બચત કરવામાં પણ સફળ રહેશો.

સિંહ રાશિ

ચાર રાજયોગ બનવાથી ઓક્ટોબર મહિનો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન તમારી નોકરીમાં પરિવર્તન શક્ય છે અને તમને તમારા કેરિયરમાં નવી અને શ્રેષ્ઠ તકો મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. વિદેશ યાત્રા પર જવાના યોગ છે. સાથે જ તમારી આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. તમને તમારા કાર્યસ્થળ પર સીનિયર્સ અને જૂનિયરનો પૂરો સહયોગ મળશે. તમે તમારા બધા લક્ષ્યોને સમયસર પૂર્ણ કરવામાં સફળ થશો. તમારી દૈનિક આવકમાં પણ વધારો થશે.

આ પણ વાંચો – વર્ષનું બીજુ સૂર્યગ્રહણ નવરાત્રી પહેલા થશે, જાણો સૂર્યગ્રહણનો સૂતક કાળ અને રાશિઓ પર પ્રભાવ

તુલા રાશિ

ઓક્ટોબર મહિનો તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે. શનિદેવ તમારી રાશિથી પંચમ ભાવમાં સંચરણ કરી રહ્યા છે. તેથી 4 રાજયોગ બનવાથી તમારી દૈનિક આવકમાં વધારો થશે. સાથે જ ઓક્ટોબર મહિનામાં કોઈ સારા સમાચાર મળી શકે છે. લવ લાઈફ માટે ઓક્ટોબર મહિનો તમારા માટે યાદગાર બની રહેવાનો છે. આ મહિને તમારો પરિવાર તમારા પ્રેમ પર લગ્નની મહોર લગાવી શકે છે. આ સાથે સુખ-સમૃદ્ધિ પણ વધી શકે છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. આ સમય દરમિયાન તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ