Gajakesari yog : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિના હિસાબથી અનેક શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. જેમાંથી એક યોગ છે ગજકેસરી યોગ. જ્યારે જાતકોની કુંડળીમાં આ યોગ બને છે તો જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધન સંપત્તીમાં વધારો થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર અને ગુરુ બૃહસ્પતિના રાશિમાં યુતિ કરતા અથવા બંને વચ્ચે તેમની દ્રષ્ટી હોય છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગ બને છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર 17 સપ્ટેમ્બરની રાત્રે 11.7 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 20 સપ્ટેમ્બરે સવારે 8.44 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળામાં ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર ગુરુ અને ચંદ્રની વચ્ચે 180 ડિગ્રી પર યુદી થઈ રહી છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે આ યોગ ખુબ જ લાભકારી હોય છે. પરંતુ મેષ રાશિમાં રાહુ ગ્રહ પણ વિરાજમાન છે. બીજી તરફ કેતુ તુલા રાશિમાં વિરાજમાન છે. આવી સ્થિતિમાં રાહુ કેતુની દ્રષ્ટી પડવાના કારણે ગજકેસરી યોગનું પરિણામ અનેક રાશિઓ પર અશુભ પડી શકે છે.
મેષ રાશિ (Aries Zodiac sign)
ગજકેસરી યોગ મેષ રાશિના જાતકો માટે થોડું પરેશાનીનું કારણ બની શકે છે. મેષ રાશિમાં પહેલા ભાવમાં ગુરુગ્રહ અને રાહુલ રહેશે અને સાતમા ઘરમાં ચંદ્રમા કેતુની સાથે યુતિ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોનું માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાનું સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં જીવનમાં થોડી ઉથલ પાથલ મચી શકે છે. મન થોડું અશાંત થઇ શકે છે. વૈવાહિક જીવનમાં પણ થોડી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે.
તુલા રાશિ (Libra Zodiac sign)
આ રાશિમાં પહેલા ભાવમાં ચંદ્રમા અને રાહુ અને મેષ રાશિ સાતમા ભાવમાં રાહુ અને ગુરુની યુતિ થઇ રહી છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગ આ રાશિના જાતકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાયદાકીય મુદ્દાઓમાં થોડી મુશ્કેલીઓ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઇને જાગૃત રહેવાની જરૂર છે. કારણ વગર ધનનો ખર્ચથી મુશ્કેલીઓ આવી શકે છે.
ધન રાશિ (Sagittarius zodiac sign)
ગજકેસરી યોગ આ રાશિના 5માં અને 11માં ઘર પર બની રહ્યો છે. પરંતુ આના પર રાહુ કેતુની છાયા થવાના કારણે આ રાશિના જાતકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લવ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. વેપારમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકો થોડું સંભાળીને રહેવાની જરૂર છે.





