Gajkesari Rajyog : 4 દિવસ પછી ગજકેસરી રાજયોગ બનશે; આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે, નોકરી-ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે

Gajkesari Rajyog In 3 Rashi: વૈદિક કેલેન્ડર મુજબ ગુરુ અને ચંદ્ર ગજકેસરી રાજયોગ રચાઇ રહ્યો છે, જેનાથી 3 રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા અને નોકરી-ધંધામાં પ્રગતિ તેમજ ધનલાભ મળશે

Written by Ajay Saroya
October 24, 2023 18:00 IST
Gajkesari Rajyog : 4 દિવસ પછી ગજકેસરી રાજયોગ બનશે; આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે, નોકરી-ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
વૈદિક કેલેન્ડર મુજબ ગુરુ અને ચંદ્ર ગજકેસરી રાજયોગ રચાઇ રહ્યો છે, જેનાથી 3 રાશિના જાતકોને બહુ ફાયદો થશે. (Photo - Canva)

Gajkesari Rajyog In 3 Rashi: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમયાંતરે અમુક ગ્રહોના રાશિ પરિવર્તનથી શુભ અને અશુભ યોગ બને છે, જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. તમને જણાવી દઈએ કે ગુરુ હાલમાં મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને 28 ઓક્ટોબરે ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે આ બંને ગ્રહોના સંયોગથી ગજકેસરી રાજયોગ સર્જાશે. જ્યોતિષમાં આ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ રાજયોગના પ્રભાવને કારણે, 3 રાશિના લોકો માટે અચાનક આર્થિક લાભ અને ભાગ્ય ચમકવાની સંભાવના છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…

મેષ રાશિ (Aries Zodiac)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગજકેસરી રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ઘરમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારું કાર્ય અને વ્યવસાય ચમકશે. ઉપરાંત વૈવાહિક જીવન પણ સારું રહેશે અને આર્થિક લાભની શક્યતાઓ પણ રહેશે. ભાગ્ય પણ તમારો સાથે આપશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે. યોજનાઓમાં સફળતા મળશે. નવા રોકાણથી લાભ થવાની સંભાવના છે. ભાગીદારીના કામમાં લાભ થશે. આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે.

મિથુન રાશિ (Mithun Zodiac)

ગજકેસરી રાજયોગ બનવાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સ્ત્રોત પણ બનશે. તેમજ આ સમયે, વેપારીઓને સારો નફો મળશે. ત્યાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક લાભની પણ શક્યતાઓ છે. નવી નોકરી મળી શકે છે તેમજ બાળકની પ્રગતિ થશે. જૂના રોકાણથી લાભ થશે. ઉપરાંત જે લોકોનો વ્યવસાય નિકાસ અને આયાત છે તેમને સારો નફો મળી શકે છે.

આ પણ વાંચો | આ 3 રાશિને 2024માં મળશે અપાર ધન-સંપત્તિ અને ધનલાભ, શુક્ર ગ્રહ કરશે મિત્ર રાશિ મકરમાં પ્રવેશ

કર્ક રાશિ (Cancer Zodiac)

કર્ક રાશિના જાતો માટે ગજકેસરી રાજયોગના સંજોગો બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી દસમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને કામકાજ અને ઉદ્યોગ-ધંધામાં સારી પ્રગતિ મળી શકે છે. આ ઉપરાંત, તમારા ભાગ્યમાં વૃદ્ધિ થવાને કારણે, તમને ક્યારેય ધનની અછતનો સામનો કરવો પડશે નહીં. તમને નોકરી સંબંધિત કેટલાક નવા પ્રસ્તાવો મળી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કોઈ નવી જવાબદારી મળી શકે છે. માન-સન્માનમાં વધારો થશે. તેમજ આ સમયે તમારું મન પ્રસન્ન રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યક્રમ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ