ગજકેસરી યોગ બનવાથી આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત, મળશે અઢળક ધન અને દરેક ક્ષેત્રમાં સફળતા

Gajkesari rajyoga 2023 zodiac effects : આ યોગમાં કરવામાં આવેલા દરેક કાર્યોમાં સફળતા મળે છે. ગજ કેસરી યોગ આજે સવારે 8.27 વાગ્યાથી શરુ થઈ ચૂક્યો છે જે 26 મે રાત્રે 8.50 મિનિટ પર સમાપ્ત થશે.

Written by Ankit Patel
Updated : May 24, 2023 15:15 IST
ગજકેસરી યોગ બનવાથી આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત, મળશે અઢળક ધન અને દરેક ક્ષેત્રમાં સફળતા
ગજ કેસરી રાજયોગ, પ્રતિકાત્મક તસવીર

Gajkesari Rajyog 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રાહકોની સ્થિતિમાં પરિવર્તનના કારણએ દરેક પ્રકારના શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. જેમાંથી શુભ યોગમાં એક ગજકેસરી યોગ છે. માનવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલા દરેક કાર્યોમાં સફળતા મળે છે. ગજ કેસરી યોગ આજે સવારે 8.27 વાગ્યાથી શરુ થઈ ચૂક્યો છે જે 26 મે રાત્રે 8.50 મિનિટ પર સમાપ્ત થશે.

ગજકેસરી યોગ ગુરુ અનં ચંદ્રની યુતિથી બને છે. ગુરુ જે રાશિમાં છે તેના ચોથા, સાતમા અને દસમાં ઘરમાં ચંદ્રમાં હોય ત્યારે ગજકેસીર યોગ બને છે. ગજકેસરી યોગ અનેક રાશિઓની કિસ્મતને ચમકાવી શકે છે. જાણો કઈ રાશિઓની કિસ્મત બદલશે…

ગજકેસરી યોગ આ રાશિઓની બદલી શકે છે કિસ્મત

મેષ રાશિ

ગુરુ આ રાશિમાં ભાગ્ય સ્થાનના સ્વામી છે પ્રમથ ભાવમાં વિરાજમાન છે. આવામાં ગજકેસીર યોગ આ રાશિના જાતકોની કિસ્મત ચમકાવી શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. ભાગ્યનો સહયોગ મળવા પર તમારે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સાથે જ પરિવાર અને પાર્ટનરની સાથે સારો સમય પસાર થઈ શકે છે. કાર્યસ્થળમાં તમારા કામના વખાણ થશે. અને તમને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે.

આ પણ વાંચોઃ- ઘરના પ્રવેશ દ્વાર પર આજે જ લટકાવી દો આ એક વસ્તુ, માતા લક્ષ્મી કરશે હંમેશા ઘરમાં વાસ!

તુલા રાશિ

આ રાશિમાં ગુરુ સાતમા ભાવમાં વિરાજમાન છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગ નોકરી અને વેપારમાં વિશેષ લાભ આપી શકે છે. બિઝનેસમાં ઝડપથી વૃદ્ધિ થઇ શકે છે. પરંતુ ધૈર્યની સાથે જ આગળ વધવાની કોશિશ કરો. કારણ કે તમારા દ્વારા લેવાયેલો એક ખોટો નિર્ણય દરેક વસ્તુને બદલી શકે છે. પરિવારની સાથે યાત્રામાં જઇ શકો છો. આ સાથે તમને માનસિક શાંતિ મળી શકે છે.

આ પણ વાંચોઃ- ધનવાન બનાવવાની સાથે બુદ્ધિ તેજ કરે છે સફેદ પોખરાજ, પરંતુ આ 3 રાશિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે

મિથુન રાશિ

ગજકેસરી યોગ આ રાશિઓની કિસ્મત ચમકાવી શકે છે. લાંબા સમયથી રોકાયેલા કામ ફરીથી શરુ થશે. આ રાશિમાં ગુરુ એકાદશ ભાવમાં વિરાજમાન છે. આવી સ્થિતિમાં નવા સ્તોત્ર ખુલી શકે છે. જેમાં આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સાથ મળી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ