વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશ દ્વારથી સૌથી વધારે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. ઘરમાં વધારે સકારાત્મક ઉર્જા હોવાથી દરેક સભ્યોને જીવનમાં શુભ ફળ મળે છે. પ્રસિદ્ધિની સાથે સાથે સુખ-સમુદ્રિની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાય કરવા લાભકારી સિદ્ધ થાય છે. આ ઉપાયોગ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. પોઝિટિવ ઉર્જા વધી જાય છે. ઘરમાં ખુશીઓ છવાય જાય છે. ચાલો જાણીએ કે ઘરમાં મુખ્યદ્વાર સંબંધિત કયા ઉપાયો કરવા લાભકારી સિદ્ધ થાય છે.
પ્રવેશ દ્વારમાં હળદરની ગાંઠ બાંધો
હળદરની એક ગાંઠ લઈને પીળા રંગના કપડામાં બાંધી દો. આ સાથે જ ઘરમાં પ્રવેશ દ્વારમાં અંદરની તરફ લટકાવી દો. આવું કરવાથી સુખ સમૃદ્ધિ, ધન સંપદાની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.
પ્રવેશ દ્વારામાં હળદરના આ ઉપાયો કરવા પણ રહેશે શુભ
ઘરના પ્રવેશ દ્વાર પર સાથિયો બનાવો
ઘરના મુખ્ય દ્વારમાં હળથી ઓમ અને સ્વસ્તિક ચિન્હ બનાવી શકો છો. ત્યારબાદ ગંગાજળ છાંટી દો.આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે પૈદા થશે.
મુખ્ય દ્વારા હળદરના પાણીથી ધોવો
શાસ્ત્રો અનુસાર દરરોજ મુખ્ય દ્વારને જરૂર સાફ કરવાની સાથે પાણીથી ધોવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે જ સકારાત્મક ઉર્જા વધારે પ્રવેશ કરે છે. બસ પાણીમાં થોડી હળદર નાંખો. હળદરવાળી પાણીથી મુખ્ય દ્વાર ધોવો લાભકારી સિદ્ધ થશે.
હળદરથી રંગોલી બનાવો
ઘરના મુખ્ય દ્વારમાં સવારના સમયે દરરોજ રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. રંગોળી બનાવવા માટે તમે લોટમાં થોડી હળદર નાંખી શકો છો. હળદરથી નિયમિત રુપથી રંગોળી બનાવતા રહો.
મુખ્ય દ્વારમાં રાખો હળદરનો છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારમાં હળદરનો છોડ રાખવો લાભકારી સાબિત થઇ શકે છે. આ સાથે જ કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂ થાય છે. આ સાથે જ ધન ધાન્યની ક્યારેય પણ કમી હોતી નથી. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ બનેલો રહે છે.