scorecardresearch

ધનવાન બનાવવાની સાથે બુદ્ધિ તેજ કરે છે સફેદ પોખરાજ, પરંતુ આ 3 રાશિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે

pukhraj ratan benefits : રત્નશાસ્ત્ર (ratna shastra) અનુસાર સફેદ પોખરાજ (White sapphire Gemstone) શુક્ર ગ્રહનું રત્ન માનવામાં આવે છે. જો પુખરાજ વ્યક્તિને ફળ આપે તો રંકને રાજા બનવવામાં વાર લાગતી નથી.

White sapphire Gemstone
સફેદ પોખરાજ પહેરવાના ફાયદા (Photo- Insta/gempundit_official)

White sapphire Gemstone: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તન દરેક રાશિના જોતકોના જીવન પર શુભ અથવા અશુભ અસર કરે છે. આવી સ્થિતિમાં ગ્રહોની આડ અસરને ઓછી કરવા માટે વિવિધ ઉપાયો સાથે રત્નો પહેરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, દરેક ગ્રહનું પોતાનું રત્ન અને ઉપ-રત્ન હોય છે. પોખરાજ આ રત્નોમાંથી એક છે. જો પુખરાજ વ્યક્તિને ફળ આપે તો રંકને રાજા બનવવામાં વાર લાગતી નથી. પોખરાજના ઘણા પ્રકાર હોય છે, તેમાંનો એક સફેદ પોખરાજ છે.

રત્નશાસ્ત્ર અનુસાર સફેદ પોખરાજ શુક્ર ગ્રહનું રત્ન માનવામાં આવે છે. આ પથ્થર ધારણ કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી રહે છે. તેની સાથે વ્યક્તિને સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે અને સંતાનો પણ ઉચ્ચ પદ પર કામ કરે છે. જાણો કોણે સફેદ પોખરાજ પહેરવું જોઈએ અને કોણે નહીં.

મેષ અને વૃશ્ચિક

આ બંને રાશિઓનો સ્વામી મંગળ છે. મંગળને બહાદુરી, હિંમતનો કારક માનવામાં આવે છે. આ સાથે શુક્ર સાથે તેનો સંબંધ સારો છે. એટલા માટે આ રાશિના લોકો સફેદ પોખરાજ પહેરી શકે છે. તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવશે.

વૃષભ અને તુલા

આ બંને રાશિઓના સ્વામિ શુક્ર ગ્રહ છે. જેથી આ રાશિના જાતક સફેદ પોખરાજ પહેરી શકે છે.

મિથુન અને કન્યા

આ બંને રાશિઓનો સ્વામી બુધ છે. અને બુધ અને શુક્ર વચ્ચે મિત્રતાની ભાવના છે. એટલા માટે આ રાશિના લોકો સફેદ પોખરાજ પહેરી શકે છે. જેનાથી આ રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિ, ધન-સંપદાની પ્રાપ્તિ થઈ શકે છે.

કર્ક રાશિ ચિહ્ન

આ રાશિનો સ્વામિ ચંદ્ર છે અને તેનો શુક્ર સાથે સારો સંબંધ છે. તેથી જ આ રાશિના લોકો માટે સફેદ પોખરાજ પહેરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ધન અને મીન

આ બે રાશિઓનો સ્વામી ગુરુ છે, જે દેવતાઓનો શિક્ષક છે. ગુરુ અને શુક્ર વચ્ચે સારો સંબંધ છે. એટલા માટે સફેદ પોખરાજ રત્ન ધારણ કરવું આ રાશિના લોકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. બિઝનેસ-નોકરીમાં અપાર સફળતાની સાથે કરિયરમાં પણ પ્રગતિ થઈ શકે છે.

આ રાશિના જાતકોએ સફેદ પોખરાજ ન પહેરવું જોઈએ

સિંહ રાશિ

આ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય અને શુક્ર વચ્ચે દુશ્મનાવટની ભાવના છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડું વિચારીને સફેદ પોખરાજ પહેરવું જોઈએ.

આ પણ વાંચોજ્વાલામુખી યોગ : 5 જૂને લાગશે વિનાશકારી અશુભ યોગ, ખરાબ થવાથી બચવા માટે કરો આ કામ

મકર અને કુંભ

આ બંન રાશિના સ્વામિ શનિદેવ છે. આ રાશિના લોકોએ સફેદ પોખરાજ ધારણ કરતા પહેલા જ્યોતિષની સલાહ લવી જોઈએ. કારણ કે, તેનો નકારાત્મક પ્રભાવ વધી શકે છે.

Web Title: White sapphire gemstone pukhraj ratan benefits how to wear pukhraj ratna shastra

Best of Express