Jwalamukhi yog : હિન્દુ ધર્મમાં કોઇપણ કામ શરુ કરવાથી લઇને મંગળકાર્યોમાં શુભ અને અશુભ યોગોનું જરૂર ધ્યાન રાખવામાં આવે છે. જેનાથી ભવિષ્યમાં કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. ગ્રહ, તિથિ અને નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તનથી અનેક પ્રકારના શુભ અને અશુબ યોગોનું નિર્માણ થાય છે. અશુભ યોગોમાં એક છે જ્વાલામુખી યોગ. આ સૌથી ખતરનાક યોગોમાં એક માનવામાં આવે છે. આ અશુભ યોગ અંગે માન્યતા છે કે જો કોઇ શુભ કે માંગળ કામ કરવામાં આ યોગનો પડછાયો પડે તો આ કામમાં ચોક્કસ કોઇના કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ જ્વાળામુખી યોગ ક્યારે બનશે અને તેનો શું પ્રભાવ હોય છે.
ક્યારે બનશે જ્વાળામુખી યોગ 2023?
હિન્દુ પંચાગ પ્રમાણે 5 જૂન 2023ના રોજ સવારે 3.23 વાગ્યાથી જ્વાળામુખી યોગ લાગશે અને 6.38 વાગ્યા પર સમાપ્ત થશે.
5 જૂને કેમ લાગશે જ્વાલામુખી યોગ?
હિન્દુ પંચાગ અનુસાર 5 જૂનના રોજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ છે. આ સાથે જ મૂળ નક્ષત્ર છે. આ દિવસે પ્રતિપદા તિથિ સવારે 6.38 મિનિટ સુધી છે.
આ પણ વાંચોઃ- shani jayanti 2023 : શનિ જ્યંતીના દિવસે બિલકુલ પણ ન ખરીદો આ ચીજો, નહીં તો પસ્તાશો
ક્યારે બને છે જ્વાળામુખી યોગ?
જ્વાળામુખી યોગ એક અશુભ યોગ છે. જે તિથિ, નક્ષત્ર અને યોગના કારણે બને છે. જે દિવસે પ્રતિપદા તિથિ પર મૂળ નક્ષત્ર પમ હોય તો આ યોગ બને છે. આ ઉપરાંત પંચમી તિથિએ ભરણી નક્ષત્ર, અષ્ટમી તિથિએ કૃતિકા નક્ષત્ર નવમી તિથિએ રોહિણી નક્ષત્ર અને દશમી તિથિએ આશ્લેષા નક્ષત્ર હોય તો જ્વાળામુખી યોગ બને છે.
જ્વાળામુખી યોગના અશુભ પ્રભાવ
-માનવામાં આવે છે કે આ અશુભ યોગમાં લગ્ન-વિવાહ જેવા મંગળ કાર્યો કરવાથી બચો કારણ કે આ દાંપત્ય જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. 5 જૂન 2023ના રોજ સવારના સમયે થોડા કલાક માટે આ યોગ લાગશે. એટલા માટે આ દરમિયાન લગ્ન-વિવાહ સાથે સંબંધીત કોઈ પણ રિવાઝ કરવાથી બચો.
આ પણ વાંચોઃ- 17 મેથી ચમકી શકે છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, ગજકેસરી યોગ આપશે દરેક ક્ષેત્રમાં સફળતા
-જો કોઈ બાળકનો જન્મ જ્વાલામુખી યોગમાં થાય છે તો કુંડળીમાં અરિષ્ટ નામનો ખતરનાક યોગ લાગી જાય છે.
-માનવમાં આવે છે કે કોઇ વ્યક્તિને જ્વાલામુખી યોગમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે તો તે લાંબા સમય સુધી બીમારી ગ્રસિત રહે છે.
-જ્વાલામુખી યોગ દરમિયાન ઘરનો પાયો રાખવાથી લઇને કૂવો ખોદવા સુધીના કામો કરવા માટે મનાઇ છે. આ યોગ દરમિયાન કરવામાં આવેલા કામો અશુભ ફળ આપે છે.