Shani jayanti 2023 : વેદ-શાસ્ત્રોમાં ભગવાન શનિને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. આના કારણે શનિદેવ દરેક એક વ્યક્તિએ તેમના કર્મો પ્રમાણે શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની શુભ દ્રષ્ટી પડી જાય તો તે શારીરિક માનસિક અને આર્થિક રૂપથી મજબૂત થઇ જાય છે.
પરંતુ જો શનિદેવનો અશુભ પડછાયો પડી જાય તો રાજાથી રંક બની શકે છે. હિન્દુ પંચાક અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે સૂર્યદેવ અને છાપા પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. જેના કારણે આ દિવસને શનિ જ્યંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જ્યંતિ 19 મે 2023ના રોજ શુક્રવારે આવશે. માન્યતા છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની સાથે ખાસ ઉપાય કરવાથી સનિની સાડેસાતી અને પનોતીથી મુક્તિ મળી જશે. ચાલો જાણીએ શનિ જ્યંતિ અને શનિવારના દિવસે કઈ કઈ ચીજો ખરીદવી અને બચવું જોઇએ. માનવામાં આવે છે કે શનિવારના દિવસે આ ચીજો ખરીદવાથી શનિદેવ રોષે ભરાય છે.
શનિ જ્યંતિના દિવસ આ ચીજોની કરો ખરીદારી
લોખંડની વસ્તુઓ
શાસ્ત્રો અનુસાર લોખંડની ચીજો શનિદેવને સંબંધિત હોય છે. એટલા માટે શનિ જ્યંતિના દિવસે લોખંડ સંબંધિ ચીજો ખરીદવી જોઇએ નહીં અને ઘરે લાવવી ન જોઈએ. આવું કરવાથી શનિ દેવ રોષે ભરાય છે.
મીઠું
શનિવાર અથવા શનિ જ્યંતિના દિવસે મીઠું ન ખરીદવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે મીઠું ખરીદવાથી દેવું વધી શકે છે. આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે.
આ પણ વાંચોઃ- 17 મેથી ચમકી શકે છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, ગજકેસરી યોગ આપશે દરેક ક્ષેત્રમાં સફળતા
કાળા રંગના જૂત્તા
શનિ જ્યંતિના દિવસે કાળા રંગના જૂત્તા બિલ્કુલ ખરીદવા જોઇએ નહીં. આવું કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે છે.
કાળા તલ
ભગવાન શનિદેવને કાળા તલ ચઢાવવા શુભ માનવામાં આવે છે. પરંતુ શનિ જ્યંતિના દિવસે બિલ્કુલ પણ ખરીદવા ન જોઇએ.આવું કરવાથી વ્યક્તિને કોઇના કોઇ કામમાં અડચણ આવે છે.
આ પણ વાંચોઃ- surya gochar 2023: એક વર્ષ બાદ વૃષભ રાશિમાં સૂર્યનો પ્રવેશ, ચાર રાશિઓના બિઝનેસ અને કરિયરમાં પ્રગતિના યોગ
સરસવનું તેલ
શનિ જ્યંતિ અને શનિવારના દિવસે સરસવનું તેલ ખરીદવું ન જોઇએ. માનવામાં આવે છે કેઆ દિવસે સરસવનું તેલ ખરીદવાથી ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચીજો ઉપરાંત કાળા રંગના કપડા, કોલસો, કાજલ, કાળી અડદની દાળ પણ ન ખરીદવી જોઈએ.