surya gochar in vrushabh : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે આશરે એક મહિનાનો સમય લાગે છે. આ આધાર પર એક રાશિમાં ફરીથી ગોચર કરવા માટે એક વર્ષનો સમય લાગે છે. સૂર્ય 15 મેના રોજ એક વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યના આ ગોચરને વૃષભ સંક્રાંતિ કહેવામાં આવે છે. દરેક રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખુબ જ મહત્વ ધરાવે છે.
કર્ક રાશિ
આ રાશિમાં સૂર્ય બીજા ભાવનો સ્વામી છે અને તે વૃષભ રાશિમાં ગોચર કરા આ રાશિમાં નવમાં ભાવમાં હશે. આવી સ્થિતિમાં રાશિના જાતકોને ભાવનો સંપૂર્ણ સાથ મળશે. જીવનમાં અનેક પ્રકારના બદલાવ આવી શકે છે. પરંતુ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છે. સમાજમાં માન-સમ્માન, પદ- પ્રતિષ્ઠાની વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.
કન્યા રાશિ
આ રાશિમાં સૂર્ય બારમાં ભાવના સ્વામી છે. સૂર્ય આ રાશિના સાતમાં ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ રાશિના જાતકોને બિઝનેસમાં ખુબ જ સારો લાભ મળી શકે છે. આ સાથે જ બિઝનેશમાં પણ અપાર સફળતા મળી શકે છે. પરંતુ બેકારમાં લડાઈ -ઝઘડા કરવાથી બચો.
સિંહ રાશિ
સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી આ રાશિઓને વિશેષ લાભ મળનારો છે. કાર્યસ્થળમાં તમારી સાથે કામની પ્રશંસા થઇ શકે છે. આવી સ્થિતિમાં ઉચ્ચ અધિકારી તમારાથી પ્રસન્ન થઇ શકે છે. ધનલાભના અણસાર દેખાઈ રહ્યા છે. આવકના સ્ત્રોત ખુલી શકે છે. પરિવારની સાથે સારો સમય વિતાવી શકો છો. આ સાથે જ રોકાણ કરવાનો પ્લાન બની શકે છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને પરિવાર સાથે સારો સમય પસાર થઇ શકે છે. સમાજમાં માન-સમ્માનની સાથે ધન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઇ શકે છે. પોતાના સપનાઓને પુરા કરવાની તક મળી શકે છે. નોકરીયાત લોકોની પદોન્નતિ અને ઇન્ક્રિમેન્ટ મળી શકે છે. આ સાથે વેપારીઓની સાથે અપાર લાભ મળવાના યોગ બની રહે છે.