Ganesh Chaturthi 2024: હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવા સુદ 4 ના રોજ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરને શનિવારના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. આ સમય દરમિયાન દેશભરમાં મોટા પંડાલોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે, ભક્તો પણ ગણપતિ બાપ્પાને ઘરમાં સ્થાપિત કરે છે અને તેમની વિધિવત પૂજા કરે છે
દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં બાપ્પાની વિધિવત પૂજા કરવામાં આવે છે. જો તમે પણ આ વર્ષે તમારા ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા માંગો છો. તો તમારે આ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
મૂર્તિ ખરીદતા સમયે શું સંભાળ રાખવી
માર્કેટમાં ગણપતિ બાપ્પાની વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે. પરંતુ જો વાસ્તુની વાત કરીએ તો, બાપ્પાની એવી મૂર્તિ લો કે જેમાં તે બેઠા હોય કે સૂતેલા હોય. આવી મૂર્તિ ઘરમાં લાવવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે.
ગણપતિની મૂર્તિ કેવી લાવવી?
બજારમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં તમારે માત્ર ઇકો-ફ્રેન્ડલી માટીથી બનેલી મૂર્તિ લાવવી જોઈએ, કારણ કે તમે તેને સરળતાથી પાણીમાં વિસર્જન કરી શકો છો.
આ પણ વાંચો – કર્મ મોટું છે કે નસીબ, સ્વામી પ્રેમાનંદ મહારાજે આપ્યો આવો જવાબ
ગણપતિની સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ લાવતી વખતે ધ્યાનમાં રાખો કે, તેમની સૂંઢ કઈ તરફ છે. ભગવાન ગણેશની એવી મૂર્તિ ખરીદો જેમાં તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય. શેરડીમાંથી બનેલી આવી મૂર્તિની સ્થાપના કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે.
મુશક અને મોદક હોવા જોઈએ
ગણપતિ બાપ્પાની મૂર્તિમાં તેમના પગ પાસે મુશક (ઉંદર) બેઠેલો હોવો જોઈએ. આ સાથે મોદક પણ હોવો જોઈએ. ભલે પછી તે હાથમાં પકડેલ હોય તો પણ ચાલે.
પ્રતિમા રાખવા માટે કયો રંગ શુભ છે?
તમે ઘરમાં સુખ અને શાંતિ લાવવા માટે સફેદ રંગની ગણેશ મૂર્તિ અને આત્મવિશ્વાસ, સુખ અને સમૃદ્ધિ માટે લાલ રંગની ગણેશ મૂર્તિ લાવી શકો છો.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા અમે આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.