Ganesh Chaturthi 2024: રાશી અનુસાર કરો ગણપતિ મંત્ર જાપ, બાપ્પા કરશે મનોકામના પૂર્ણ

Ganesh Chaturthi 2024 Date: ગણેશ ચતુર્થી 2024 આ વખતે 7 સપ્ટેમ્બર, શનિવારે છે. ગણેશજી વિઘ્નહર્તા છે, અહીં રાશી અનુસાર ગણપતિ મંત્ર આપ્યા છે. શ્રદ્ધા ભક્તિ સાથે કરો મંત્ર જાપ. ગણપતિ બાપ્પાની થશે કૃપા અપાર

Written by Ajay Saroya
Updated : August 30, 2024 13:40 IST
Ganesh Chaturthi 2024: રાશી અનુસાર કરો ગણપતિ મંત્ર જાપ, બાપ્પા કરશે મનોકામના પૂર્ણ
Ganesh Chaturthi 2024, ગણેશ ચતુર્થી 2024 - photo - freepik

Ganesh Chaturthi 2024 Puja Mantra: ગણેશ ચતુર્થી તહેવાર ભાદરવી ચોથ તિથિ પર ઉજવાય છે. અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન સાથે આ 10 દિવસના ગણેશોત્સવ સમાપ્ત થાય છે. ગણેશોત્સવ સમગ્ર દેશભરમાં ભક્તિ ભાવ સાથે ઉજવાય છે. ગણેશ ચતુર્થી પર ભક્તો તેમના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. 10 દિવસ પૂજા અર્ચના કરે છે અને ભાદરવી ચૌદસ તિથિ પર પવિત્ર જળમાં મૂર્તિનું વિસર્જન કરવામાં છે. ગણેશજીની પૂજા કરવાથી તમામ વિધ્નો દૂર થાય છે અને સુખ- સંપત્તિ પ્રાપ્ત છે. ગણેશોત્સવના આ 10 દિવસ દરમિયાન તમારી રાશી અનુસાર ક્યા મંત્રનો જપ કરવો જોઇએ અને શેનો પ્રસાદમાં અર્પણ કરવાથી ગણેશજી ખુશ થશે ચાલો જાણીયે

Ganesh Chaturthi 2024 : મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની પૂજા દરમિયાન રાશિના જાતકોએ ઓમ વક્રતુંડાય હું મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે ગણેશજીને પ્રસાદમાં ગોળ કે લાલ રંગની મીઠાઈ ધરવી જોઈએ. તેમજ લાલ વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવી જોઈએ.

Ganesh Chaturthi 2024 Puja Mantra: વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોએ ગણેશ પૂજા દરમિયા પીળા અથવા સફેદ કપડાં પહેરવા જોઈએ અને ઓમ ગીં ગ્રીં હીં મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ રોજ બાપ્પાને મિસરીનો પ્રસાદ અર્પણ કરવો.

મિથુન રાશિ ગણેશ મંત્ર

ગણેશજીની પૂજા કરતી વખતે આ રાશિના લોકોએ ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવો. લીલા રંગના મોદક અથવા મીઠાઈનો ભોગ ધરાવવો જોઇએ. તેમજ મિથુન રાશિના લોકોએ પૂજા કરતી વખતે લીલા રંગના કપડા પહેરવા જોઈએ.

કર્ક રાશિ માટે ગણેશ મંત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકોએ સફેદ કપડા પહેરી ગણેશજીની પૂજા કરવી જોઈએ. તેમણે ઓમ વરદાય નમ: અથવા ઓમ વક્રતુંડાય હૂં મંત્રનો જાપ કરવો જોઈએ. ગણેજીને નારિયેળના લાડુનો પ્રસાદમાં ધરવો જોઇએ.

સિંહ રાશિ ગણેશ મંત્ર

ભગવાન ગણેશની પૂજા કરતી વખતે આ રાશિના લોકોએ ઓમ સુમંગલયે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ તેમણે પીળા કે નારંગી રંગના કપડા પહેરવા જોઈએ. બાપ્પાની પ્રસાદમાં મોતીચૂરના લાડુને ચઢાવવા જોઈએ.

કન્યા રાશિ ગણેશ મંત્ર

જે લોકોની રાશિ કન્યા છે તેમણે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે ઓમ ચિંતામણ્યે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ ગણપતિજીને દુર્વા અર્પણ કરવી જોઈએ. ઉપરાંત ગુલાબી કે લીલા રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ.

તુલા રાશિ

તુલા રાશિના લોકો ગણેશજીની પૂજા દરમિયાન સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. તેમણે પૂજા કરતી વખતે તમારે ઓમ વક્રતુંડાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ ભગવાન ગણેશજીને 5 નારિયેળ અર્પણ કરવા જોઈએ.

Ganesh Chaturthi 2024 Shubh Muhurat
ગણેશ ચતુર્થી 2024 શુભ મુહૂર્ત

વૃશ્ચિક રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશજીની પૂજા દરમિયાન આ રાશિના લોકોએ ઓમ નમો ભગવતે ગજાનનાય મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ ભગવાને લાલ રંગની મીઠાઈ પણ ચઢાવવી જોઈએ. તેમણે લાલ વસ્ત્ર ધારણ કરી પૂજા કરવી જોઈએ.

ધન રાશિ

ધન રાશિના લોકોએ લીલા રંગના વસ્ત્ર પહેરીને બાપ્પાની પૂજા કરવી જોઈએ. તેમજ ચણાના લોટના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ ગણેશજીની પૂજા કરતી વખતે વાદળી અથવા જાંબલી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. સાથે જ બાપ્પાની પૂજા કરતી વખતે ઓમ ગં નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ પાન, સોપારી, ઈલાયચી, અત્તર અને દુર્વા ચઢાવવા જોઈએ. આમ કરવાથી તમને ગણેશજીની અપાર કૃપા મળશે.

આ પણ વાંચો | આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે છે? જાણો મૂર્તિ સ્થાપનની તારીખ, શુભ મુહૂર્ત અને માહત્મ્ય

કુંભ રાશિ

ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે તમારે વાદળી રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. સાથે જ પૂજા સમયે ઓમ ગણ મુત્ક્યે ફટ્ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ ગણેશને લાલ ફૂલો અર્પણ કરવાં જોઈએ,

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ