Ganesh chaturthi 2025 : ગણેશ ચતુર્થી પર ઘરે જાતે કરો ગણપતિ બોપ્પાની સ્થાપના, જાણો મંત્રો, પૂજા વિધ,સ્ટેપ બાય સ્ટેપ રીત

ganesh sthapan vidhi step by step in gujarati : જો તમારા ઘરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાના છો તો આ લેખ તમારા માટે મહત્વનો બનશે. જો તમારે જાતે ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવી હોય તો જાણીએ ગણેશ સ્થાપનાની રીત મંત્રો સાથે.

Written by Ankit Patel
Updated : August 26, 2025 16:07 IST
Ganesh chaturthi 2025 : ગણેશ ચતુર્થી પર ઘરે જાતે કરો ગણપતિ બોપ્પાની સ્થાપના, જાણો મંત્રો, પૂજા વિધ,સ્ટેપ બાય સ્ટેપ રીત
ગણેશ ચતુર્થી ગણપતિ સ્થાપના - photo - Social media

Ganesh Chaturthi 2025, Ganesh Sthapna Puja Vidhi step by step : હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025ના રોજ છે. હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ જ મહવ્વ છે. ભક્તો ગણપતિ બાપ્પાની મુર્તી ઘરે લાવે છે અને આગતા સ્વાગતા અને સેવા પૂજા કરે છે. આ સાથે 1, 5, 3, 5, 7 કે 10 દિવસે બાપ્પાને વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

જો તમારા ઘરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાના છો તો આ લેખ તમારા માટે મહત્વનો બનશે. બાપ્પાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. બ્રાહ્મણને ભૂદેવ કહેવામાં આવે છે, બ્રાહ્મણના હાથે પૂજા વિધિ કરાવવાનું મહત્વ છે. જો તમારે જાતે ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવી હોય તો જાણીએ ગણેશ સ્થાપનાની રીત મંત્રો સાથે.

ગણેશ ચતુર્થી 2025 શુભ મુહૂર્ત

હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 ના રોજ છે. ભાદરવા સુદ પક્ષની ચતુર્થી 26 ઓગસ્ટના રોજ બપોરે 1:54 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 27 ઓગસ્ટના રોજ બપોરે 3:44 વાગ્યા સુધી ચાલશે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ મુજબ, ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટ, બુધવારથી શરૂ થશે.

ગણેશ સ્થાપના કેવી રીતે કરાય? ગણેશજીની સંપૂર્ણ ષોડશોપચાર પૂજા વિધિ

  • પ્રાણ પ્રતિષ્ઠા (આહ્વાન): પૂજાનો આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. પૂજા મંત્રો અને ધાર્મિક વિધિઓ દ્વારા ગણેશની મૂર્તિમાં જીવનશક્તિને આહ્વાન કરવામાં આવે છે.
  • ષોડશોપચાર (16-ગણી પૂજા): પૂજાનો આ મુખ્ય તબક્કો છે. ગણેશની મૂર્તિને ફળ ફળાદી સહિત 16 વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે.
  • અભિષેકમ (સ્નાન): ગણેશની મૂર્તિને પવિત્ર જળ, દૂધ અને પંચામૃત પ્રવાહીથી સ્નાન કરાવવામાં આવે છે.
  • આરતી (પ્રકાશ સાથે પૂજા): ગણેશની મૂર્તિ સમક્ષ દીવો કરીને પૂજા આરતી કરવામાં આવે છે.
  • વસ્ત્રાધન (વસ્ત્રાધાન): ગણેશ મૂર્તિને નવા વસ્ત્રો, જનોઈ અને આભૂષણોથી સજ્જ કરવામાં આવે છે.
  • નૈવેદ્ય (ભોજન અર્પણ): ગણેશની મૂર્તિને મોદક અને અન્ય મીઠાઈ સહિત પ્રસાદ ધરાવવામાં આવે છે.
  • હવન (અગ્નિ વિધિ): દેવતાઓના આશીર્વાદ માટે હવન સામગ્રી સાથે હવન કરવામાં આવે છે.
  • વિસર્જન : ગણેશની મૂર્તિને નદી અથવા સમુદ્રમાં નિમજ્જિત કરવામાં આવે છે, જે ગણેશના દૈવી ક્ષેત્રમાં પાછા ફરવાનું પ્રતીક છે.

પૂજા પદ્ધતિ જાણો

ગણેશ સ્થાપનના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. શુભ મુહૂર્તમાં સૌથી પહેલા, ભગવાન ગણેશની મૂર્તિની આંખ પર લાવેલી પટ્ટી ખોલો, તેમને વધાવી ઘરમાં લાવો.

ધૂપ, અગરબત્તી અને દીવા પ્રગટાવો. ગણેશજીના જમણા હાથે પાણી ભરીને કલશ મૂકો. જેમાં આંબાનાં પાંચ પાન મુકો. ભગવાન ગણેશને દુર્વા ચઢાવો. મોદક ભગવાન ગણેશને ખૂબ પ્રિય હોવાથી ચણાના લોટના મોદક અર્પણ કરો. ગણેશજીની આરતી કરો અને પછી ઘરના તમામ સભ્યોમાં પ્રસાદનું વિતરણ કરો.

ગણેશજીની સ્થાપના પૂજા માટે સામગ્રી

સોપારી, ગંગાજળ, આંબાના પાન, ચંદન, સિંદૂર, કંકુ, ધરો (દુર્વા), ફૂલ હાર, છૂટા ફૂલ, કમ્મર કાકડી, પંચામૃત, ધૂપ અગરબત્તી, ઘી નો દીવો, આસન માટે કપડુ, ભગવાન ગણેશ વસ્ત્ર માટે નાળાસડી, જનોઈ, લોટો, ચમચી, વાટકી, થાળી, બાજોટ, પાટલો, કપૂરી પાનના પત્તા, ફળ, સૂકા મેવા અને પ્રસાદ

ગણેશ સ્થાપના પૂજા વિધિ, સ્ટેપ બાય સ્ટેપ

કળશમાં જળ ભરો. પૂજા મંડપમાં આસન કે બાજઠ મુકો જ્યાં ગણેશની સ્થાપના કરવાની છે. એની સામે એક આસન પાથરી બેસી ચમચીમાં પાણી લો અને ભગવાનનું આસન તથા તમે જે આસન પર બેઠા છો તે શુદ્ધ કરવા આ મંત્ર બોલો…

ओम अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोअपी वा।य: स्मरेत पुण्डरीकाक्षं स बाहान्तर: शुचि:।।

ડાબા હાથે ચમચી પકડી ચમચીમાં રહેલ જળને તમારા પર અને ભગવાનના મંડપ તથા બધી જ પૂજા સામગ્રી પર છાંટો.

ચમચીમાં પાણી લઈ આચમન કરવાનું છે, અને મંત્ર બોલો… ओम केशवाय नम: ओम नाराणाय नम: ओम माधवाय नम: ओम ह्रषीकेशाय नम:। ત્યારબાદ હાથ ધોઈ हस्तप्रक्षालन સ્વાહા બોલો.

હવે ભગવાન ગણેશજીની જ્યાં સ્થાપના કરવાની હોય ત્યાં થોડા ચોખા મુકો અને પવિત્ર મન સાથે ગણેશજીની મૂર્તિ વિરાજમાન કરો. ગણેશજીની મૂર્તિની આગળ ફળ, મીઠાઈ, ચાંદીનો સિક્કો મુકો.

ગણેશજીને તેમના આસન પર બેસાડ્યા બાદ સૌપ્રથન ગણેશ ચતુર્થી વ્રત અને પૂજનનો સંકલ્પ લો. સંકલ્પ લીધા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. ગણેશ પૂજનનો સંકલ્પ લેવા માટે હવે હાથમાં ફૂલ લો તે કંકુ વાળુ કરો, સાથે કોઇ એક ફળ, પાન, સોપારી અને ચોખા રાખો અને પૂજાનો સંકલ્પ લો, હવે આ મંત્ર બોલો….

સંકલ્પ મંત્ર – ऊं विष्णुर्विष्णुर्विष्णु:, ऊं तत्सदद्य श्री पुराणपुरुषोत्तमस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणोऽह्नि द्वितीय पराद्र्धे श्री श्वेतवाराहकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे,

अष्टाविंशतितमे कलियुगे, कलिप्रथम चरणे जम्बुद्वीपे भरतखण्डे आर्यावर्तान्तर्गत ब्रह्मवर्तैकदेशे पुण्य, (તમારા નગર, અને ગામનું નામ લો) क्षेत्रे बौद्धावतारे वीर विक्रमादित्यनृपते :

तमेऽब्दे नल नाम संवत्सरे सूर्य दक्षिणायने, मासानां मासोत्तमे भाद्र मासे शुक्ले पक्षे चतुर्थी तिथौ બુધવાર चित्रा नक्षत्रे शुक्ल योगे विष्टि करणादिसत्सुशुभे योग (તમારૂ જે ગોત્ર હોય તે નામ લો).

गोत्रोत्पन्नोऽहं अमुकनामा (તમારૂ પોતાનું નામ લો) सकल-पाप-क्षयपूर्वकं सर्वारिष्ट शांतिनिमित्तं सर्वमंगलकामनया– श्रुतिस्मृत्यो- क्तफलप्राप्तर्थं— निमित्त महागणपति पूजन -पूजोपचारविधि सम्पादयिष्ये।

ભગવાન ગણેશની મૂર્તિની બાજુમાં એક અખંડ દીવો મુકો, દીપ કરતા સમયે મંત્ર બોલો… शुभं करोति कल्याणम् आरोग्यम् धनसंपदा। शत्रुबुद्धिविनाशाय दीपकाय नमोस्तुते।। दीपो ज्योति परंब्रह्म दीपो ज्योतिर्जनार्दन:। दीपो हरतु मे पापं संध्यादीप नमोस्तुते।।

હવે સંકલ્પ કર્યા બાદ પહેલા કળશની પૂજા કરવાની છે. કળશ હાથમાં લો, તેમાં શુદ્ધ પાણી ભરો, તેમાં સોપારી, અને પૈસાનો સિક્કો મુકો, હવે પાંચ આંબાના પાન ગોઠવો (આસોપાલવના પાન પણ ચાલે), અને શ્રીફળ મુકો.

હવે કળશ પર નડાછડી બાંધો, કળશને પાંચ ચાંલ્લા કરો. હવે કળશને ભગવાન ગણેશની મૂર્તિની જમણી બાજુએ મુકી દો.

કળશ એ વરૂણ દેવનું પ્રતિક હોવાથી ભગવાન વરૂણનું આહ્વાહન કરવા હાથમાં ચોખા અને ફૂલ લો, અને વરૂણ દેવનું આહ્વાહન કરો અને આ મંત્ર બોલો…

‘ओ३म् त्तत्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानों हविभि:। अहेडमानो वरुणेह बोध्युरुशंस मान आयु: प्रमोषी:। (अस्मिन कलशे वरुणं सांग सपरिवारं सायुध सशक्तिकमावाहयामि, ओ३म्भूर्भुव: स्व:भो वरुण इहागच्छ इहतिष्ठ। स्थापयामि पूजयामि॥)’

ગણેશ સ્થાપન બાદ ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે, ભગવાન ગણેશનું આહ્વાહન કરવા હાથમાં ફૂલ રાખી ભગવાન ગણેશજીનું મનથી ધ્યાન ધરો અને આ મંત્ર બોલો… ‘गजाननम्भूतगणादिसेवितं कपित्थ जम्बू फलचारुभक्षणम्। उमासुतं शोक विनाशकारकं नमामि विघ्नेश्वरपादपंकजम्।’

હાથમાં ચોખા રાખો અને ભગવાન ગણેશનું આહ્વાહન કરો અને મંત્ર બોલો …. ‘ऊं गं गणपतये इहागच्छ इह सुप्रतिष्ठो भव।’

હવે ભગવાન ગણેશને પાણી, પંચામૃત અને પછી ફરી પાણીથી સ્નાન કરાવો. હાથમાં એક ચમચી પાણી લો અને આચમન માટે બોલો… ‘एतानि पाद्याद्याचमनीय-स्नानीयं, पुनराचमनीयम् ऊं गं गणपतये नम:।’ ચમચીનું જળ થાળીમાં છોડી દો.

આ પણ વાંચોઃ- ગણેશ ચતુર્થી 2025 : ગણપતિ બાપ્પાના સ્વાગત પહેલા આ રીતે કરો મંદિરની સફાઇ

  • ભગવાન ગણેશજીને ચંદનનો ચાંલ્લો કરી આ મંત્ર બોલો – ‘इदम् रक्त चंदनम् लेपनम् ऊं गं गणपतये नम:,’ और ‘इदम् श्रीखंड चंदनम्’
  • ભગવાનને સિંદુરનો ચાંલ્લો કરો અને મંત્ર બોલો – ‘इदं सिन्दूराभरणं लेपनम् ऊं गं गणपतये नम:’
  • ભગવાનને ધરો (દુર્વા) ચઢાવી આ મંત્ર બોલો …. इदं दुर्वादलं ओम गं गणपतये नमः।
  • ભગવાનને બિલિપત્ર ચઢાવી આ મંત્ર બોલો … इदं बिल्वपत्रं ओम गं गणपतये नमः
  • ભગવાન ગણેશને જનોઈ પહેરાવી આ મંત્ર બોલો… ॐ यज्ञोपवीतं परमं पवित्रं, प्रजापतेयर्त्सहजं पुरस्तात्। आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं, यज्ञोपवीतं बलमस्तु तेजः।
  • ગણપતિ દાદાને નડાસડી રુપે વસ્ત્ર અર્પણ કરી આ મંત્ર બોલો – इदं रक्त वस्त्रं ऊं गं गणपतये समर्पयामि।
  • ત્યારબાદ હવે ગણેશજીને ફૂલનો હાર પહેરાવો અને ઓમ ગંગણપતયે નમ: મંત્ર ઉચ્ચારી, ગણપતિ બાપ્પાની જય બોલાવો.

આ પણ વાંચોઃ- મહેસાણા જિલ્લામાં આવેલું છે 1200 વર્ષ જૂનું ગણપતિનું મંદિર, ગણેશ ચતુર્થીએ એકવાર ચોક્કસ દર્શન કરી આવો

ગણેશજીને નૈવેધ મુકી આ મંત્ર બોલો : ‘इदं नानाविधि नैवेद्यानि ऊं गं गणपतये समर्पयामि:’ और ‘इदं शर्करा घृत युक्त नैवेद्यं ऊं गं गणपतये समर्पयामि:’

પછી ભગવાન ગણેશને ચમચીથી આચમન કરાવી આ મંત્ર બોલો : इदं आचमनयं ऊं गं गणपतये नम:

ભગવાન ગણેશજીની મૂર્તિની આગળ કપૂરી પાન, સોપારી, કમળ કાકડી મકી આ મંત્ર બોલો : इदं ताम्बूल पुगीफल समायुक्तं ऊं गं गणपतये समर्पयामि:।

હાથમાં એક ફૂલ રાખી આ મંત્ર બોલો : एष: पुष्पान्जलि ऊं गं गणपतये नम: અને ભગવાનને પ્રણામ કરો.

ગણેશજીની પૂજાની સાથે ગણેશજીની મૂર્તિની આગળ એક પાન મુકી તેના પર ગણપતિ સ્વરૂપે એક સોપારી અને તેમની આજુ બાજુ રિદ્ધી, સિધ્ધિ સ્વરુપ બીજી બે સોપારી મુકો, તેમનું પણ આહ્વાહન કરી.. કંકુ, ચંદનથી ચાંલ્લો કરી અને ચોખા ચઢાવો.

ઘરના બધા સભ્યો દ્વારા ગણેશ પુજા કરાવી સાથે મળી શુદ્ધ ભાવથી ગણેશજીની આરતી કરો, ત્યારબાદ ગણેશજીનો થાળ કરો, ત્યારબાદ પ્રસાદ વિતરણ કરો.

આ પણ વાંચોઃ- Ganesh Chaturthi 2025 Bhog: ગણેશ ચતુર્થીએ તમારી રાશિ પ્રમાણે ભોગ ચઢાવો, મંત્રોચ્ચાર કરો, બાપ્પા પૂર્ણ કરશે દરેક મનોકામનાઅંતમાં તમામ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન ગણેશને આજીજી કરતા કહો કે, હે ભગવાન અમે તમારા બાળકછીએ, અમારાથી તમારી પૂજા કરવામાં કોઈ ભૂલ ચૂક થઈ હોય અને તો અમને માફ કરશો, અને તમારા આશીર્વાદ અમારા પરિવાર પર હંમેશા બનાવી રાખશો.

આ ક્ષમા મંત્ર બોલો – आवाहनं न जानामि न जानामि विसर्जनम्। पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर॥ मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन। यत्पूजितं मया देव!

ક્ષમા મંત્ર- 2 – यत्पूजितं मया देव. परिपूर्ण तदस्तु मे.. અર્થાત હે ઈશ્વર હું તમારુ આહ્વાન કરવા, તમારી યોગ્ય પૂજા, અર્ચના કે વિસર્જન વિધિ પણ જાણતો નથી, કૃપયા કરી મારી ભૂલ ચૂક માટે મને માફ કરશો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ