મહેસાણા જિલ્લામાં આવેલું છે 1200 વર્ષ જૂનું ગણપતિનું મંદિર, ગણેશ ચતુર્થીએ એકવાર ચોક્કસ દર્શન કરી આવો

Aithor Ganapati Temple History Legends : ઉત્તર ગુજરાતમાં પણ ગણપતિ દાદાનું પૌરાણિક મંદિર આવે છું. મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઐઠોર ગામમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.

Written by Ankit Patel
August 25, 2025 15:19 IST
મહેસાણા જિલ્લામાં આવેલું છે 1200 વર્ષ જૂનું ગણપતિનું મંદિર, ગણેશ ચતુર્થીએ એકવાર ચોક્કસ દર્શન કરી આવો
ઐઠોર ગણપતિ મંદિર ઈતિહાસ દંતકથાઓ - photo- wikipedia and social media

Ganesh Chaturthi Ganapati temple visit : ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025ના રોજ છે. દસ દિવસ ચાલનારા ગણેશ મહોત્સવમાં દેશભરના ગણપતિ મંદિરોમાં લાખો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. ગણેશ ચતુર્થીના તહેવારનું મહારાષ્ટ્રમાં ખુબ જ મહત્વ છે. જોકે, હવે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ ગણેશ મહોત્સવ ધામધુમથી ઉજવાય છે. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો લોકો દરરોજ દર્શન કરે છે. ઉત્તર ગુજરાતમાં પણ ગણપતિ દાદાનું પૌરાણિક મંદિર આવે છું. મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઐઠોર ગામમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.

ગણપતિનું 1200 વર્ષ જૂનું મંદિર

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઔઠોર ગામ આવેલું છે. આ ગામમાં ગણપતિનું આશરે 1200 વર્ષ જુનું મંદિર આવેલું છે.અહં દર વર્ષે ચૈત્ર સુદ 3, 4 અને 5નો મેળો ભરાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મંદિર 900 વર્ષ જુનું છે.

ઐઠોર ગણપતિ દાદાના મંદિરની દંતકથા

ઐઠોર મંદિરની વેબસાઈ www.shreeaithoraganesh.org/ પર આપેલી દંતકથા પ્રમાણે આ મંદિર માં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કરતા અને મહાન કાર્યના શુભારણ પ્રસંગે અહી પૂજન કર્યાબાદ જ તેઓં આગળ વધતા.

પ્રાચીના કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવીદેવતાઓની જાન જોડાઈ હતી પરંતુ વાકી સૂંઢ વાળા અને દુદાળા ગણેશજી તેમના વિચિત્ર દેખાવ ને કારણે તેમને આમંત્રણ નહોતું આપ્યું. જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવ ના મંદિર નજીક પહોચી ત્યારે ગણેશજી ના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાગી ગયા.

આ ધટના બનવાનું કારણ સમજાતાં દેવોઓં ગણેશજી ને માનવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા-બળદ બાંધી ને 33 કરોડ દેવી દેવતાઓ પુષ્પાવતી નદીને કિનારે આવ્યા અને પૂજન આર્ચન કરીને ગણેશજી ને પ્રસન્ન કર્યા. આ પ્રસગે ઐઠોરના તળાવના કિનારે ગોઠ વેચી હતી.

આજે આ દંત કથા ના ભાગ રૂપે ગોથીયું તળાવ કહેવામાં આવે છે અને ઘોડા-બળદ બાંધ્ય હતા તેને ગમાંણીયું તળાવ એમ બને તળાવ હાલ ગામમાં હાજર છે આ સિવાય નદી કિનારે 33 કરોડ દેવતાઓનું નાનકડું મંદિર આવેલું છે દેવરાજ ઇન્દ્રના લગ્ન હોય શિવ પરિવાર પણ જાનમાં જોડાયો હતો.

આ પણ વાંચોઃ- Ganesh Chaturthi 2025 Bhog: ગણેશ ચતુર્થીએ તમારી રાશિ પ્રમાણે ભોગ ચઢાવો, મંત્રોચ્ચાર કરો, બાપ્પા પૂર્ણ કરશે દરેક મનોકામના

જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હોવાથી ભગવાન શંકરએ ગણેશજીને અહી ઠેર કહેવાનું કહ્યું હતું આ શિવજીના અહી ઠેર શબ્દો ઉપરથી આજના ઐઠોર ગામની વ્યુંતપ્તી થઇ હોવાનું મનાય છે. ગણેશજી ઐઠોર રોકાયા થી શિવજી, પાર્વતીજી અને કાર્તિકેયજી જાનમાં આગળ ચાલ્યા પરંતુ થોએ દુર ગયા બાદ માતા પાર્વતીજીને પોતાના દીકરાને મુકીને જાનમાં જવાની અનિછ્તા થતા તેઓં ઊંઝામાં રોકી ગયા હતા.

જ્યાં આજે ઉમિયા માતાજીને સ્થાનક છે જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગાર વધવાનું ન ગમતા કાર્તિકેયજી સિદ્ધપુર ખાતે રોકી ગયા જ્યાં આજે પણ કાર્તિકેયજી મંદિર હયાત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ