Gandesh Puja Vidhi : ગણેશજીની આરતી વખતે આ 3 શબ્દો બોલો, ભગવાન ગણપતિ પૂજા અવશ્ય સ્વીકારશે, સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળશે

Ganesh Aarti Puja Vidhi : ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણપતિની વિધિવત પૂજા કરવાની સાથે આરતી કરતી વખતે આ નામનો ઉચ્ચારણ કરવાથી તેઓ જલ્દી ખુશ થશે. તમારી પૂજા-આરતી સ્વીકારશે અને સુખ-સમૃદ્ધિના આર્શીવાદ આપશે

Ganesh Aarti Puja Vidhi : ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણપતિની વિધિવત પૂજા કરવાની સાથે આરતી કરતી વખતે આ નામનો ઉચ્ચારણ કરવાથી તેઓ જલ્દી ખુશ થશે. તમારી પૂજા-આરતી સ્વીકારશે અને સુખ-સમૃદ્ધિના આર્શીવાદ આપશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ganesh Chaturthi 2023,Ganesh Sthapana 2023,Ganesh Utsav 2023,Ganesh Chaturthi 2023 Puja,

ગણેશ ઉત્સવ 2023: ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાની સાથે આરતી કરતી વખતે આ નામ લેવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. (Insta/unofficial_shalz)

Ganesh Utsav 2023 : ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે. શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા. આ કારણસર આ તિથિને ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપ્પા પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તેમજ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. પ્રથમ પૂજનીય ભગવાન ગણેશની યોગ્ય રીતે પૂજા કરવાથી શુભ ફળ મળે છે. દરેક ભક્તની ઈચ્છા હોય છે કે બાપ્પાએ કરેલી પૂજાનો સ્વીકાર કરવો જોઈએ. શિવ પુરાણ, ગણેશ પુરાણ અનુસાર જાણો કેવી રીતે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી તે ચોક્કસપણે તેનો સ્વીકાર કરે છે તેમજ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે.

Advertisment

શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે ગણપતિ બાપ્પા જેટલી જલ્દી ખુશ થાય છે તેટલી જ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે. તેથી તેમની પૂજા કરતી વખતે નિયમોનું પાલન કરવું જોઈએ. કહેવાય છે કે જો શ્રી ગણેશની પૂજા પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો જીવનની પરેશાનીઓ અને સમસ્યાઓ દૂર થાય છે.

જો તમે પણ તમારા ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરી છે અને ઈચ્છો છો કે ગણપતિ બાપ્પા આવીને તમારી પૂજા સ્વીકારે અને તમારી મનોકામના પૂર્ણ કરે તો આ માટે શિવપુરાણ થી લઇને ગણેશ પુરાણમાં એક નિયમ જણાવવામાં આવ્યો છે.

publive-image
ગણેશ પૂજા ((Insta/unofficial_shalz)

આવી રીતે ભગવાન ગણેશ તમારી પૂજા સ્વીકારશે

શિવ પુરાણ, ગણેશ પુરાણ, મુદ્ગલ પુરાણમાં લખ્યું છે કે ભગવાન ગણેશની સ્થાપના કર્યા પછી તે કોઈપણ સમયે તમારા ઘરે આવી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે ગણપતિ બાપ્પાની આરતી કરો છો. તેની પહેલાં, ધૂપ સળગાવો અને પાત્રમાં થોડો ગુગળ નાંખવાની સાથે 'ધુમ્રવર્ણ વિનાયક બેસો' આ શબ્દ બોલો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બાપ્પા ચોક્કસપણે તમારી પૂજા સ્વીકારે છે. આનાથી તમારી દરેક મનોકામના 10 દિવસમાં પૂરી થાય છે.

Advertisment

ગણપતિનો ધ્રુમવર્ણ અવતાર કયો છે?

ગણેશ પુરાણ અનુસાર ધૂમ્રવર્ણ એ ભગવાન ગણેશનું નામ છે. આ અવતારને 8 અવતારો પૈકીનો એક માનવામાં આવે છે. ભગવાન ગણેશ અહંતાસુર નામના રાક્ષસનો નાશ કરવા માટે આ અવતારમાં પ્રગટ થયા હતા. તેથી આ નામ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો | ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન ગણપતિજીના આ 108 નામનો જાપ કરો, જીવનની મુશ્કેલીઓ થશે દૂર સુખ-સંપત્તિનો થશે વરસાદ

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સાચી અને સિદ્ધ સાબિત ખાતરી આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

ગણેશ ચતુર્થી તહેવાર ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ