Ganesha Puja : ગણેશજીને કેમ સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે? જાણો રસપ્રદ તથ્ય

Ganesha Puja : કોઇ પણ પૂજા, આરાધના, અનુષ્ઠાન કે કોઇ પણ શુભ કાર્યમાં કોઇ વિધ્ન ન આવે કે કોઇ અડચણ ન આવે એ માટે વિધ્નહર્તાના રૂપમાં ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે અને એમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે.

Ganesha Puja : કોઇ પણ પૂજા, આરાધના, અનુષ્ઠાન કે કોઇ પણ શુભ કાર્યમાં કોઇ વિધ્ન ન આવે કે કોઇ અડચણ ન આવે એ માટે વિધ્નહર્તાના રૂપમાં ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે અને એમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Ganesh puja

ગણેશ પૂજા પ્રતિકાત્મક તસવીર

Ganesha Puja : શ્રી ગણેશાય નમ કે પછી શ્રી ગણેશ, કોઇ પણ નવા કાર્યનો શુભારંભ કરતી વખતે ગણેશજીને કેમ યાદ કરવામાં આવે છે. દેવી દેવતાઓની પૂજા કરતી વખતે પણ સૌ પ્રથમ ગણેશજીને યાદ કરવામાં આવે છે. એવું તે શું કારણ છે કે દરેક શુભ કાર્યમાં ગણેશજીને આગળ કરવામાં આવે છે. મોટા ભાગના લોકો શુભ કાર્યના પ્રારંભે ગણેશજીને યાદ જરૂર કરતા હશે પરંતુ સૌ પ્રથમ ગણેશજીની પૂજા કેમ કરવામાં આવે છે એ કદાચ જાણતા નહીં હૌય.

Advertisment

વાસ્તવમાં કોઇ પણ પૂજા, આરાધના, અનુષ્ઠાન કે કોઇ પણ શુભ કાર્યમાં કોઇ વિધ્ન ન આવે કે કોઇ અડચણ ન આવે એ માટે વિધ્નહર્તાના રૂપમાં ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે અને એમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. આની પાછળ એક લોકકથા પણ જોડાયેલી છે.

ગણેશજીને આગળ રાખવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણ છે. કુશાગ્ર બુધ્ધિ અને રિધ્ધિ સિધ્ધિના દાતા ભગવાન ગણેશજીને સમૃધ્ધિ, બુધ્ધિ અને ભાગ્યના દેવતા માનવામાં આવે છે. સર્વ શક્તિમાન એવા ભગવાન ગણેશ સર્વ કષ્ટ હરી લેનારા છે અને એમની પૂજા અર્ચનાથી ઘરમાં સુખ સમૃધ્ધિની સાથોસાથ શુભ લાભ પણ આવે છે.

અપાર સુખ સમૃધ્ધિ
ગણેશજીને સારા ગુણો અને સફળતાના દેવ પણ કહેવામાં આવે છે. વિધ્નહર્તાના રૂપમાં ગણેશજી ભક્તોના કષ્ટો હરનારા છે. ભક્તોના સંકટ દુર કરી સુખ સમૃધ્ધિ આપે છે. કહેવામાં આવે છે કે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખીનો સાગર છલકાય છે.

Advertisment
ગણેશ ચતુર્થી ધર્મ ભક્તિ