Garuda Puran: મૃત્યુ પહેલા વ્યક્તિને મળે છે 5 સંકેત, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Garud Puran Signs of Death : ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે મનુષ્યને અનેક સંકેતો મળવા લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ સંકેતો વિશે જે તમારે પણ જાણવા જોઈએ.

Written by Ajay Saroya
May 27, 2025 16:31 IST
Garuda Puran: મૃત્યુ પહેલા વ્યક્તિને મળે છે 5 સંકેત, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Garud Puran Signs of Death : ગરુણ પુરાણ મુજબ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે તેને અમુક સંકેત મળવા લાગે છે.

Garud Puran Signs of Death : જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. આ જગતમાં જે કોઈનો જન્મ થયો હોય, તેનું મૃત્યુ એક દિવસ તો નક્કી જ હોય છે. આ એક સત્ય છે કે કોઈ પણ જીવ છટકી શકતો નથી. ભલે ભગવાન પોતે કેમ ન હોય, જ્યારે જ્યારે ભગવાને પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારે ત્યારે તેમણે મૃત્યુ પણ પસંદ કર્યું છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ માત્ર અંત નથી, પરંતુ તે પછી એક અલગ અને રહસ્યમયી દુનિયા છે. ગરુણ પુરાણમાં મૃત્યુ પહેલાના સંકેતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જે વ્યક્તિને લાગે છે કે તેનો અંત નજીક છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને મર્યાના થોડા દિવસો પહેલા જ પોતાની મૃત્યુ થવાનો અહેસાસ થવા લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે મૃત્યુ પહેલા મનુષ્ય કઈ વસ્તુઓ જુએ છે.

મૃત્યુ પહેલા વ્યક્તિને તેના કર્મ દેખાય છે

ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ નજીક હોય છે ત્યારે તેણે પોતાના જીવનમાં કરેલા સારા ખરાબ કર્મ કોઈ ફિલ્મની જેમ દેખાવા લાગે છે. તે ક્ષણોને યાદ કરે છે જ્યારે તેણે કોઈને મદદ કરી હતી અથવા કોઈને દુ:ખ પહોંચાડ્યું હતું. સારા કર્મો તેને સંતોષ આપે છે, જ્યારે ખરાબ કર્મો અપરાધભાવ અને ભય પેદા કરે છે.

વિચિત્ર પડછાયા અને ઊર્જાનો અનુભવ

મોત પહેલાં વ્યક્તિને ઘણીવાર વિચિત્ર પડછાયા જોવા મળે છે. તેને એવું લાગે છે કે કોઈ તેની પાછળ પાછળ આવી રહ્યું છે, પરંતુ જ્યારે તે પાછું વળીને જુએ છે, ત્યારે તેને કશું દેખાતું નથી. ખાસ વાત એ છે કે આવા સમયે વ્યક્તિ પોતાનો પડછાયો પણ જોવાનું બંધ કરી દે છે.

પૂર્વજોની આત્મા દેખાવી

જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક પહોંચે છે, ત્યારે તે ઘણીવાર તેના પ્રિયજનો અથવા પૂર્વજોની આત્મા દેખાવા લાગે છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ અચાનક સપનામાં અથવા જાગ્રત અવસ્થામાં દેખાય છે. ક્યારેક તેઓ સ્નેહથી બોલાવે છે, તો ક્યારેક માત્ર તમારી સામે જુએ છે. આ અનુભવ વ્યક્તિને ચોંકાવી દે છે અને તે અંદરથી ડરવા લાગે છે.

યમદૂત દેખાવા

ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પહેલા વ્યક્તિને યમદૂત દેખાય છે. તેને લાગે છે કે કોઈ તેને લેવા આવી રહ્યું છે. આ ઊર્જાઓ ઘણીવાર રાત્રે વધુ સક્રિય હોય છે અને વ્યક્તિને ડરાવે છે. તેને રાત્રે સૂવામાં ડર લાગવા લાગે છે અને બેચેની અનુભવે છે.

પૂર્વજો સપનામાં આવવા

મૃત્યુ નજીક આવે છે ત્યારે વ્યક્તિને વારંવાર તેના પૂર્વજોના સપના આવે છે. આ સપના સામાન્ય નથી, પરંતુ પૂર્વજો તે વ્યક્તિને તેમની પાસે બોલાવે છે તેવા સંકેત આપે છે. વ્યક્તિ ક્યારેક ભૂતકાળની ઘટનાઓને તાજી કરવાનું શરૂ કરી દે છે – જાણે કે કોઈ જૂનું દૃશ્ય સામે આવી રહ્યું હોય. આ અનુભવો રહસ્યમય છે પરંતુ ગરુડ પુરાણ અનુસાર તે મૃત્યુના સંકેતો છે.

(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ