Garuda Purana Funeral Ritual : હિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. ગરુડ પુરાણમાં જન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કારોનું વર્ણન છે. જેમાં સોળમો અને અંતિમ સંસ્કાર, જે મૃત્યુ નો છે. જેને અંતિમ સંસ્કાર પણ કહેવામાં આવે છે. ગુરુડ પુરાણમાં અંતિમ સંસ્કારનો ઉલ્લેખ છે. જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવાયું છે. પુરાણ અનુસાર સૂર્યાસ્ત પછી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. આવો જાણીએ ગરુડ પુરાણમાં આ વિશે શું કહેવામાં આવ્યું છે.
જાણો શા માટે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી
ગરુડ પુરાણ અનુસાર સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે. કારણ કે, રાત્રે અંતિમ સંસ્કાર કરવાથી વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી. એવું પણ માનવામાં આવે છે કે, સૂર્યાસ્ત પછી સ્વર્ગના દરવાજા બંધ થઈ જાય છે અને નરકના દરવાજા ખુલી જાય છે. આવી સ્થિતિમાં જો આપણે રાત્રે કોઈ વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરીએ તો આત્માને નરકની પીડા ભોગવવી પડે છે.
એવું પણ માનવામાં આવે છે કે આગામી જન્મમાં આવા વ્યક્તિના શરીરના કોઈ ભાગમાં કોઈ ખામી આવી શકે છે. તેથી, જ્યારે પણ કોઈ વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર રાત્રે કરવામાં આવતા નથી અને તેના મૃતદેહને રાખવામાં આવે છે અને સૂર્યોદયની રાહ જોવામાં આવે છે. તેમજ તેમના અંતિમ સંસ્કાર સવારે જ કરવામાં આવે છે.
અંતિમ સંસ્કાર કોણ આપી શકે છે?
ગરૂડ પુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે ફક્ત તેનો પુત્ર, ભાઈ, ભત્રીજો, પતિ અથવા પિતા જ તેના અંતિમ સંસ્કાર કરી શકે છે. મતલબ, ગરુડ પુરાણ અનુસાર, કોઈપણ સ્ત્રીને અગ્નિ પ્રગટાવવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. કારણ કે સ્ત્રી એ બીજાની સંપત્તિ છે. વળી, વંશ વધારવાનો અધિકાર માત્ર પુત્રને જ છે. તેથી જ સ્ત્રી પુખાગ્નિ અર્પણ કરી શકતી નથી.
આ પણ વાંચો – અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 : અંબાજી મંદિરની જાણી-અજાણી વાતો, યંત્રમાં એકાવન અક્ષર, આંખે પાટા બાંધી થાય છે પૂજા
ગરુડ પુરાણ શું છે
ગરુડ પુરાણમાં કુલ 271 અધ્યાય છે. જેમાં એવા 35 અધ્યાય છે, જ્યાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજા મળે છે. તમને જણાવી દઈએ કે, ગરુડ પુરાણના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. સાથે જ તમને જણાવી દઈએ કે, સામાન્ય દિવસોમાં ઘરમાં ગરુડ પુરાણ ન વાંચવું જોઈએ. કારણ કે તેનું વાંચન કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી જ નક્કી કરવામાં આવ્યું છે.