Gita Jayanti 2025 : ગીતા જયંતી પર ભગવાન કૃષ્ણના આ 10 પ્રેરણાદાયી ઉપદેશ જીવનની મુશ્કેલીમાં માર્ગદર્શક બનશે

Gita Jayanti 2025 Wishes Messages : ગીતા જયંતી પણ મોક્ષદા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. જો તમે તમારા જીવનના દુ:ખ અને સમસ્યાઓથી ખૂબ જ પરેશાન છો, તો તમારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મુખ્ય 10 ઉપદેશો જાણવા જોઈએ જે કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલા જીવન, ધર્મ અને કર્મનો સાર સમજાવે છે.

Written by Ajay Saroya
December 01, 2025 08:40 IST
Gita Jayanti 2025 : ગીતા જયંતી પર ભગવાન કૃષ્ણના આ 10 પ્રેરણાદાયી ઉપદેશ જીવનની મુશ્કેલીમાં માર્ગદર્શક બનશે
Gita Jayanti 2025, Krishna Arjun Updesh : ગીતા જયંતી 2025 પર શ્રીકૃષ્ણે અર્જૂનને આપેલા પ્રેરણાદાયી ઉપદેશ. (Photo: @pujaritualofficial)

Gita Jayanti And Mokshada Ekadashi 2025 : ગીતા પાઠ મોક્ષ અને જ્ઞાન તરફ દોરી જાય છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત 1 ડિસેમ્બર 2025ના રોજ મનાવવામાં આવશે. તો આ જ દિવસે ગીતા જયંતી પણ ઉજવવામાં આવશે. દર વર્ષે માગશર સુદ અગિયારસ તીથિને મોક્ષદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર દિવસે, મહાભારત યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જેમાં કુરુક્ષેત્રમાં અર્જુનને જીવન, ધર્મ અને કર્મનો સાર સમજાવ્યો છે.

હિંદુ ધર્મમાં ગીતા પાઠનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તેનું વાંતન મોક્ષ તરફ દોરી જાય છે. ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે. જ્યારે તમને લાગે છે કે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે, તેમાંથી તમે બહાર નીકળી શકતા નથી, ત્યારે તમારે ગીતા ઉપદેશોને વાંચવા જોઈએ.

આ તમને જીવનની દરેક પ્રકારની મુશ્કેલીમાંથી બહાર નીકળવાની હિંમત અને પ્રેરણા આપશે. અહીં અમે તમારા માટે ભગવાન કૃષ્ણના ગીતાના 10 ઉપદેશો લાવ્યા છીએ, જે તમને ખૂબ હિંમત આપશે. ઉપરાંત, ગીતા જયંતીના વિશેષ અવસર પર, તમે આ ઉપદેશ તમારા પ્રિયજનોને મોકલી શકો છો. ઉપરાંત સોશિયલ મીડિયા પર શેર (Gita Jayanti Wishes, Messages, Shlokes) પણ કરી શકાય છે.

ગીતાના ઉપદેશ 1

જો ભગવાને તમને દુઃખ આવ્યું છે, તો ચોક્કસપણે તે તમને દુઃખ માંથી બહાર પણ કાઢશે.

ગીતાના ઉપદેશ 2

કોઈ પણ માણસની પરિસ્થિતિ હંમેશાં એકસમાન નથી હોતી. પરિસ્થિતિ હંમેશા બદલાતી રહે છે. એટલે માણસે હિંમત ન ગુમાવવી જોઈએ.

ગીતા ઉપદેશ 3

જે થઈ રહ્યું છે તે થવા દો, તમારા ભગવાન પાસે તમે વિચારો છો તેના કરતાં વધુ સારી યોજનાઓ છે.

ગીતાના ઉપદેશ 4

જો પરિસ્થિતિ તમારી તરફેણમાં ન હોય, તો વિશ્વાસ કરો કે કંઈક વધુ સારું તમને શોધી રહ્યું છે.

ગીતાના ઉપદેશ 5

જે થયું તે સારું થયું છે, જે થઈ રહ્યું છે તે સારું થઇ રહ્યું છે, જે થશે તે પણ સારું થશે, ભવિષ્યની ચિંતા ન કરો. વર્તમાનમાં જીવો.

ગીતાના ઉપદેશ 6

નિંદાના ડરથી તમારું લક્ષ્ય છોડશો નહીં, કારણ કે, લક્ષ્ય સુધી પહોંચતાની સાથે જ ટીકાકારોનો અભિપ્રાય બદલાઈ જાય છે.

ગીતાના ઉપદેશ 7

તણાવ ફક્ત સમસ્યાઓ તરફ દોરી શકે છે, જો તમે કોઈ સમાધાન શોધવા માંગતા હો, તો તમારે હસવું પડશે.

ગીતા ઉપદેશ 8

આ પૃથ્વી પર કોઈ તમને સાથે આપતું નથી, અહીં તમારે જાતે તમારા માટે લડવું પડશે અને તમારે જ સમજવું પડશે.

ગીતાના ઉપદેશ 9

વ્યક્તિ ઇચ્છે તે બની શકે કે, જો તે વિશ્વાસ સાથે મનોવાંછિત વસ્તુ પર સતત ચિંતન કરે તો.

ગીતાના ઉપદેશ 10

જે વ્યક્તિ પોતાના ગુણો અને ખામીઓને જાણે છે, તે વ્યક્તિત્વનું નિર્માણ કરીને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ