શ્રીકૃષ્ણ પાસેથી શીખો જીવનને આસાન અને સુંદર બનાવવાની રીત, દરેક વ્યક્તિએ આ વાતો જાણવી જોઈએ

Gita Updesh : શ્રીકૃષ્ણનું જીવન માત્ર એક ભગવાનની લીલા જ નથી, પરંતુ એક ગાઇડની જેમ છે, જે આપણને જણાવે છે કે મુશ્કેલ સમયમાં કેવી રીતે હસવું, સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો અને દરેક પરિસ્થિતિમાં પોતાની જાત પર વિશ્વાસ કેવી રીતે જાળવવો. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે શ્રી કૃષ્ણના જીવનથી તમે કેવી રીતે પોતાને સુધારી શકો છો

Written by Ashish Goyal
April 07, 2025 16:28 IST
શ્રીકૃષ્ણ પાસેથી શીખો જીવનને આસાન અને સુંદર બનાવવાની રીત, દરેક વ્યક્તિએ આ વાતો જાણવી જોઈએ
Gita Updesh : શ્રીમદ્ ભગવત ગીતા ભગવાન શ્રીકૃષ્ણના અમૂલ્ય ઉપદેશોનો સંગ્રહ છે

Gita Updesh : આપણે બધાએ બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણની ઘણી વાર્તાઓ સાંભળી છે – ક્યારેક માખણ ચોરતા, તો ક્યારેક ગીતાનો ઉપદેશ આપતા. ભગવાન શ્રીકૃષ્ણની લીલા અપાર છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કહાનીઓ માત્ર સાંભળવા પૂરતી જ નથી, પરંતુ આપણને તેમની પાસેથી ઘણું શીખવા પણ મળે છે.

શ્રીકૃષ્ણનું જીવન માત્ર એક ભગવાનની લીલા જ નથી, પરંતુ એક ગાઇડની જેમ છે, જે આપણને જણાવે છે કે મુશ્કેલ સમયમાં કેવી રીતે હસવું, સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો અને દરેક પરિસ્થિતિમાં પોતાની જાત પર વિશ્વાસ કેવી રીતે જાળવવો. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે શ્રી કૃષ્ણના જીવનથી તમે કેવી રીતે પોતાને સુધારી શકો છો.

કર્મ પર ધ્યાન આપો

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મ કરો ફળની ચિંતા ન કરો. હંમેશા આપણે કોઇ કામ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને તાત્કાલિક પરિણામો મળે. પરંતુ જ્યારે એવું થતું નથી ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. તેથી તમારે પહેલા તમારા લક્ષ્ય પર ધ્યાન આપો અને ઇમાનદારીથી મહેનત કરતા રહો.

મુશ્કેલીના સમયે હાર ન માનો

જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે બધું જ આપણી વિરુદ્ધ લાગે છે. પરંતુ એ સમયે ગભરાવવાને બદલે પોતાની જાત પર વિશ્વાસ રાખવો સૌથી જરૂરી છે. શ્રી કૃષ્ણ કહે છે કે ડરીને બેસી રહેવાથી કંઈ નહીં થાય, પરંતુ મુશ્કેલ સમયમાં અડગ રહેવું એ જ ખરી બહાદુરી છે.

જીવનમાં કશું પણ એમ જ બનતું નથી

કેટલીકવાર આપણને થાય છે કે મારી સાથે જ ખરાબ કેમ થઇ રહ્યું છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં કારણ વગર કશું થતું નથી. જે થઈ રહ્યું છે તેમાં એક પાઠ છુપાયેલો છે. જો આપણે દરેક ઘટનાને સમજવાની કોશિશ કરીએ તો દુઃખ પણ આપણને મજબૂત બનાવી શકે છે.

આ પણ વાંચો – 27 વર્ષ પછી શનિ કરશે પોતાના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના સારા દિવસો શરુ

લક્ષ્ય ન બદલો, રીત બદલો

ઘણા લોકો વારંવારના પ્રયત્નો પછી પણ જ્યારે સફળ થતા નથી ત્યારે તેઓ પોતાનું સ્વપ્ન છોડી દે છે. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે લક્ષ્ય નહીં પણ તમારી રણનીતિ બદલો.

વર્તમાનમાં જીવો

આપણામાંથી મોટા ભાગના કાં તો ભૂતકાળમાં ગૂંચવાયેલા હોય છે અથવા તો આવતીકાલની ચિંતામાં ડૂબેલા હોય છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે અત્યારે આપણી પાસે જે ક્ષણ છે તે સૌથી કિંમતી છે. તેને સંપૂર્ણ રીતે જીવો, ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ