ગોમેદ રત્ન પહેરવાથી શેર-સટ્ટા અને લોટરીમાં ફાયદો થશે; ક્યા રાશિના જાતકો માટે આ રત્ન લકી છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધારણ કરવાની વિધિ જાણો

Gomed Stone Benefits: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોમેદ રત્નનો સંબંધ રાહુ ગ્રહ સાથે મનાય છે. ગોમેદ રત્ન પહેરવાના ફાયદા અને ધારણ કરવાની વિધિ જાણો

Gomed Stone Benefits: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોમેદ રત્નનો સંબંધ રાહુ ગ્રહ સાથે મનાય છે. ગોમેદ રત્ન પહેરવાના ફાયદા અને ધારણ કરવાની વિધિ જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gomed Stone Benefits

ગોમેદ રત્નનો સંબંધ રાહુ ગ્રહ સાથે મનાય છે

Gomed Stone Benefits: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહનો પોતાનો એક પ્રતિનિધિ રત્ન હોય છે. જેને ધારણ કરવાથી તે ગ્રહના શુભ પ્રભાવ વધારી શકાય છે. અહીં અમે ગોમેદ રત્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે રાહુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ગોમેદ રત્ન પહેરે છે તેને શેર માર્કેટ, સટ્ટાબાજી અને લોટરીમાં ફાયદો થઈ શકે છે. ઉપરાંત ગોમેદ રત્ન પહેરવાથી અજાણ્યા ભયનો અંત આવે છે. ચાલો જાણીએ ગોમેદ સ્ટોન ધારણ કરવાની રીત અને ફાયદા…

Advertisment

કોણ ગોમેદ રત્ન ધારણ કરી શકે છે?

વૃષભ, મિથુન, કન્યા, મિથુન અને કુંભ રાશિના જાતકો ગોમેદ રત્ન ધારણ કરી શકે છે. આ ઉપરાંત જો રાહુ ગ્રહ કોઇ વ્યક્તિની કુંડળીમાં છઠ્ઠા, આઠમા કે લગ્ન ભાવમાં સ્થિત હોય તો તેઓ પણ ગોમેદ રત્ન ધારણ કરી શકે છે. બીજી તરફ જો રાહુ ગ્રહ જન્મકુંડળીમાં ઉચ્ચ અથવા શુભ હોય તો પણ ગોમેદ રત્ન ધારણ કરી શકાય છે. પરંતુ ગોમેદ સાથે રૂબી અથવા મોતી નંગ પહેરવા જોઇએ નહીં, અન્યથા નુકસાન થઈ શકે છે. બીજી તરફ જો રાહુની મહાદશા ચાલી રહી હોય તો તમે ગોમેદ રત્ન પણ ધારણ કરી શકો છો.

ગોમેદ રત્ન પહેરવાથી શું ફાયદો થશે

વૈદિક જ્યોતિષ અનુસાર ગોમેદ રત્ન ધારણ કરવાથી રાહુની દશા - દોષમાંથી મુક્તિ મળે છે. બીજી તરફ જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો, તો તમે ગોમેદ રત્ન ધારણ કરી શકો છો. ઉપરાંત જે લોકો શેર માર્કેટ, સટ્ટાબાજી અને લોટરીમાં પૈસા રોકે છે તેમના માટે ગોમેદ ધારણ કરવું શુભ સાબિત થઈ શકે છે. ગોમેદ પહેરવાથી એકાગ્રતા વધે છે અને અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળે છે.

આ પણ વાંચોઃ તાંબાનો લોટો ચમકાવી શકે છે તમારી કિસ્મત, થશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા, પૈસાની તંગીથી મળશે છૂટકારો

Advertisment

ગોમેદ રત્ન ધારણ કરવાની વિધિ

કોઇ પણ વ્યક્તિએ ઓછામાં ઓછા 7 થી 8 રતિ ભારના ગોમેદ રત્ન ધારણ કરવું જોઇએ. ઉપરાંત ગોમેદને શનિવારના દિવસે સ્વાતિ, અદ્રા અને શતભિષા નક્ષત્રમાં ધારણ કરવું શુભ મનાય છે. ગોમેદ રત્ન કઇ ધાતુમાં ધારણ કરવો જોઇએ તેના વિશે વાત કરીયે તો તેને અષ્ટધાતુ અથવા ચાંદીમાં પહેરી શકાય છે. ઉપરાંત ગોમેદ રત્ની ધારણ કરવાની પહેલા તેની તેને ગંગાજળ, દૂધ, મધના મિશ્રણમાં એક રાત માટે રાખો. ત્યારબાદ ઓમ રા રાવે નમઃ મંત્રની માળાનો જાપ કરો અને તેને હાથની મધ્ય આંગળીમાં ધારણ કરો. બીજી તરફ વીંટી પહેર્યા પછી રાહુ ગ્રહ સંબંધિત દાનનું મંદિરના પૂજારીને દાન આપો.

astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ ધર્મ ભક્તિ