Good Friday 2024 : ગુડ ફ્રાઈડે કેમ મનાવવામાં આવે છે, શું છે આ દિવસનો ઈતિહાસ અને મહત્વ, જાણો

Good Friday 2024 : ગુડ ફ્રાઈડે નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસ શુક્રવારે મનાવવામાં આવે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 29 માર્ચ 2024ના રોજ મનાવવામાં આવશે

Good Friday 2024 : ગુડ ફ્રાઈડે નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસ શુક્રવારે મનાવવામાં આવે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 29 માર્ચ 2024ના રોજ મનાવવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Good Friday, Good Friday 2024, Good Friday history

આ વર્ષે ગુડ ફ્રાઈડે 29 માર્ચ 2024ના રોજ મનાવવામાં આવશે (તસવીર - freepik)

Good Friday 2024 Date : ઈસાઈ ધર્મમાં માનનારા લોકો માટે ગુડ ફ્રાઈડે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસ ઈસુ મસીહ એટલે કે ઇશુને ક્રોસ પર ચડાવવા અને કેલ્વરીમાં તેમના મૃત્યુની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે રજા હોય છે. ગુડ ફ્રાઈડેને ગ્રેટ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે કે હોલી ફ્રાઈડે જેવા અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે. નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસ શુક્રવારે મનાવવામાં આવે છે તેથી તેને ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 29 માર્ચ 2024ના રોજ મનાવવામાં આવશે.

Advertisment

ગુડ ફ્રાઈડેનો મતલબ પવિત્ર શુક્રવાર જેને ઈશુ ખ્રિસ્તના મૃત્યુના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે પ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

યહૂદી શાસકો દ્વારા ઈસુને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. સદીઓથી ખ્રિસ્તી ધર્મના લોકો ગુડ ફ્રાઈડેને શોકના દિવસ તરીકે ઉજવે છે. ખ્રિસ્તીઓ આ દિવસને ગંભીરતા અને ચિંતનના દિવસ તરીકે ઉજવે છે. આ દિવસ ઈસુના બલિદાન અને તેમના મૃત્યુની યાદ અપાવે છે. આવો જાણીએ આ દિવસનો ઇતિહાસ અને આ દિવસ સાથે જોડાયેલી વાતો.

ગુડ ફ્રાઈડે શા માટે ઉજવવામાં આવે છે?

ખ્રિસ્તી ધર્મના લોકો ગુડ ફ્રાઈડેને શોકના દિવસ તરીકે ઉજવે છે. બાઈબલ મુજબ આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ભગવાન ઈસુને મળેલા ત્રાસને યાદ કરીને કાળા કપડાં પહેરે છે અને ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરે છે. ખ્રિસ્તીઓ શોકના આ દિવસે ચર્ચમાં બેલ વગાડતા નથી પરંતુ લાકડામાંથી બનેલા બોક્સને વગાડવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચો -  હનુમાન જ્યંતિથી લઈને ચૈત્ર નવરાત્રી સુધી એપ્રિલમાં આવતા વ્રત, તહેવારોની યાદી

બાઇબલ પ્રમાણે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવતા હતા ત્યારે પણ ઈસુ પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ આમને માફ કરજો, કારણ કે તેઓ અજ્ઞાની છે અને તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તની આ દયાળુ સ્વભાવને યાદ કરવામાં આવે છે અને લોકોને માફ કરવાનો સંદેશ આપવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ એ છે કે મનુષ્ય પણ ઈસુ ખ્રિસ્તની જેમ લોકોને માફ કરવાની અને દયા કરવાની ભાવના ઉત્પન કરે.

ગુડ ફ્રાઈડેનું શું છે ઇતિહાસ?

ગુડ ફ્રાઈડેના ઈતિહાસની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે કેટલાક ધર્મગુરુઓએ રોમના શાસક પિલાતુસને ફરિયાદ કરી હતી કે ઇશુ પોતાને ભગવાનના પુત્ર ગણાવી રહ્યા છે. આ સાંભળીને લોકો ઈસુ ખ્રિસ્તને ભગવાન માનવા લાગ્યા, જેનાથી તમામ ધર્મગુરુઓ ચિડાઈ ગયા. રોમના શાસકને ફરિયાદ કર્યા બાદ ઈશા મસીહ પર રાજદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તેમને મોતની સજા સંભળાવી હતી. તેમને ખીલાની મદદથી વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા.

તહેવાર દેશ ધર્મ ભક્તિ