Govardhan Puja 2023 Date : 14 કે 15 નવેમ્બર ગોવર્ધન પૂજા ક્યારે છે? ગોવર્ધન પૂજાની તિથિ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ જાણો

Govardhan Puja 2023 Date Shubh Muhurat : ગોવર્ધન પૂજા કારતક સુદ એકમ તિથિના રોજ કરવામાં આવે છે. દિવાળી પછીના દિવસે ઉજવાતા આ પર્વમાં ભગવાન ગોવર્ધનની પૂજા-પાઠની સાથે સાથે ગાયની પણ પૂજા કરવામાં આવે છે

Govardhan Puja 2023 Date Shubh Muhurat : ગોવર્ધન પૂજા કારતક સુદ એકમ તિથિના રોજ કરવામાં આવે છે. દિવાળી પછીના દિવસે ઉજવાતા આ પર્વમાં ભગવાન ગોવર્ધનની પૂજા-પાઠની સાથે સાથે ગાયની પણ પૂજા કરવામાં આવે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Govardhan Puja 2023 | Govardhan Puja Vidhi | Govardhan Puja Shubh Muhurat Puja

ગોવર્ધન પૂજા (Photo - Freepik)

Govardhan Puja 2023 : ગોવર્ધન પૂજાનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક સુદ એકમ તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ગાયના છાણમાંથી ઘરમાં ગોવર્ધન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવવાની પરંપરા છે. તેમજ આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા ગાયને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દેવતાઓના રાજા ઇન્દ્રના અભિમાનને તોડી પાડવા અને ગોકુલના લોકોની રક્ષા કરવા માટે ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ધારણ કર્યો હતો. આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ ગોવર્ધન પૂજાની તિથિ, શુભ મુહૂર્ત અને પૂજા કરવાની વિધિ…

Advertisment

ગોવર્ધન પૂજા તિથિ 2023 (Govardhan Puja 2023 Date)

વૈદિક કેલેન્ડર અનુસાર વર્ષ 2023માં કારતક સુદ એકમ તિથિ 14 નવેમ્બર, મંગળવારના રોજ સાંજે 4:19 કલાકથી શરૂ થઈને 15 નવેમ્બર, બુધવારે બપોરે 2:41 કલાકે સમાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર ગોવર્ધન પૂજા પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. તેથી, આ વર્ષે ગોવર્ધન પૂજાનો પર્વ 14 નવેમ્બર, 2023 મંગળવારે ઉજવવામાં આવશે.

Govardhan Puja 2023 | Govardhan Puja Vidhi | Govardhan Puja Shubh Muhurat Puja
ગોવર્ધન પૂજા કારતક સુદ એકમ તિથિના રોજ કરવામાં આવે છે.

ગોવર્ધન પૂજા 2023નો શુભ મુહૂર્ત (Govardhan Puja Muhurat 2023)

ગોવર્ધન પૂજાનો શુભ સમય સાંજે 4:18 થી 8:42 સુધીનો છે. તમે આ શુભ સમયે ગોવર્ધન પૂજા કરી શકો છો. જેના કારણે ભગવાન કૃષ્ણની પર વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે.

ગોવર્ધન પૂજા પદ્ધતિ 2023 (Govardhan Puja Vidhi 2023)

આ દિવસે ભગવાન ગોવર્ધનની પ્રતિમ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. ગોવર્ધન ભગવાનની પ્રતિમાને શણગારવામાં આવે છે. ત્યારબાદ ભગવાન સામે દીવો અને ધૂપ પ્રગટાવો, ગોવર્ધનને હળદર, કુમકુમ અને ફૂલ ચઢાવો. હવે શ્રી કૃષ્ણના મંત્રોનો જાપ કરો. તેમજ આ દિવસે અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. તેમજ ભગવાન ગોવર્ધનની સાત પરિક્રમા કરો.

Advertisment

આ પણ વાંચો | દિવાળી પર 700 વર્ષ પછી 5 રાજયોગનું નિર્માણ, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરી- વેપાર-ધંધામાં પ્રગતિ થશે

ગોવર્ધન પૂજાના દિવસે ગૌ ધન એટલે કે ગાયની પૂજા કરવાની પણ પરંપરા છે. કારણ કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. જેવી રીતે દેવી લક્ષ્મી તેના તમામ ભક્તોમાં સુખ અને સમૃદ્ધિ ફેલાવે છે, તેવી જ રીતે ગાય તેના દૂધથી આપણને સ્વસ્થ જીવન પ્રદાન કરે છે.

તહેવાર diwali ધર્મ ભક્તિ