Grah Gochar 2024: મીન રાશિમાં રાહુ અને ચંદ્રના અશુભ ગ્રહણ યોગ નું નિર્માણ, આ 3 રાશિ માટે ખરાબ સમય

Grahan Yog Rashifal 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 25 જુલાઇથી મીન રાશિમાં રાહુ અને ચંદ્રનું અશુભ ગ્રહણ યોગ બન્યો છે. જેના કારણે 3 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે. ધન હાનિ સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમય થઇ શકે છે.

Written by Ajay Saroya
July 24, 2024 21:19 IST
Grah Gochar 2024: મીન રાશિમાં રાહુ અને ચંદ્રના અશુભ ગ્રહણ યોગ નું નિર્માણ, આ 3 રાશિ માટે ખરાબ સમય
Chandra rahi Yuti Grahan Yog 2024: મીન રાશિમાં ચંદ્ર અને રાહુ ગ્રહની યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે.

Grahan Yog Rashifal 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરે છે અને જેનાથી શુભ-અશુભ સંયોગનું નિર્માણ થાય છે. જેની અસર દેશ અને દુનિયા સહિત માનવ જીવન પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 25 જુલાઈએ મીન રાશિમાં રાહુ અને ચંદ્રની યુતિ બનવા જઈ રહી છે, જેના કારણે ગ્રહણ યોગ બનવા જઈ રહ્યો છે. મીન રાશિમાં 18 વર્ષ બાદ આ યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, આ અશુભ યોગની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેણે આ સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ધન હાનિ અને સ્વાસ્થ્ય ખરાબ થવાના યોગ છે. આવો જાણીએ આ 3 રાશિ કઇ છે

મેષ રાશિ

મેષ રાશિના જાતકો ગ્રહણ યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી ગોચર કુંડળીના 12માં ભવમાં બિરાજમાન છે. તેમજ અહીં સાથે ચંદ્ર પર છે. તેથી આ સમયે પ્રવાસના યોગ બની શકે છે. પરંતુ યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય અને સામાનનું ધ્યાન રાખો. વળી, જો તમે બિઝનેસ ટ્રાવેલ કરી રહ્યા છો, તો તમારે આ સમયે કોઈ ડીલ ફાઇનલ ન કરવી જોઈએ. સાથે જ પોતાની વાણી પર નિયંત્રણ રાખો. વળી, આ સમયે તમે કોઈ વાતને લઈને તણાવ અનુભવી શકો છો. અનિદ્રાની ફરિયાદ થઈ શકે છે. તેથી આ સમયે ભગવાન શિવની પૂજા સાથે રુદ્રાભિષેક કરો.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે ગ્રહણ યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આઠમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, તમને આ સમયે માનસિક તણાવ થઈ શકે છે. સાથે જ આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સાથે જ વાહન સાવધાનીથી ચલાવો. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન નકામા ખર્ચથી બચો. ઘરના સભ્યો સાથે વિવાદ ન કરો. ઉપરાંત, તમારે આ સમયે નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ. સાથે જ આ સમસ્યાઓથી બચવા માટે ભગવાન શિવને લવિંગ ચઢાવો. સાથે જ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો.

આ પણ વાંચો | 21 વર્ષ પછી સૂર્યની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, ઓગસ્ટમાં આ રાશિઓના શરુ થશે સારા દિવસો

ધન રાશિ

ધન રાશિ માટે ગ્રહણ યોગ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના ચોથા ભવમાં બની રહ્યો છે. સાથે જ પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પણ બની શકે છે. તમને તમારી માતા સાથે કોઈ બાબતે તણાવ હોઈ શકે છે. સાથે જ આ સમયે પૈસાનું રોકાણ કરવાથી બચો. સાથે જ નોકરીયાત લોકોએ કાર્યસ્થળ પર બેદરકારી ન રાખવી જોઈએ. સાથે જ ખાણીપીણીમાં સાવધાની રાખવી. ઉપરાંત, કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવાનું ટાળો. સાથે જ આ બધી સમસ્યાઓથી બચવા માટે હળદર કે કેસરનું તિલક લગાવો. સાથે જ શિવલિંગ પર પંચામૃત અને બિલિ પત્ર અર્પણ કરો.

(ડિસ્ક્લેમર– આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ