scorecardresearch

એપ્રિલમાં બની રહ્યા છે ‘વિનાશકારી યોગ’, આ રાશિઓ માટે મુશ્કેલીઓ ભર્યો મહિનો

grah gochar april 2023 : એપ્રિલ મહિનાની શરુઆતમાં એટલે કે 14 એપ્રિલ 2023, શુક્રવારે બપોરે 3.12 વાગ્યા પર મેશ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ 21 એપ્રિલે બુધ મેષ રાશિમાં અને 22 એપ્રિલે ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહો મેષ રાશિમાં જતાં જ રાહુ સાથે મળીને ગુરુ ચાંડાલ યોગ બનાવશે.

grah gochar april 2023, horoscope 2023, april horoscope 2023
એપ્રિલ મહિનામાં બનશે વિનાશકારી યોગ

Grah Gochar April 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનામાં ગુરુ બૃહસ્પતિ, શુક્ર સહિત અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરનારા છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં એટલે કે 14 એપ્રિલ 2023, શુક્રવારે બપોરે 3.12 વાગ્યા પર મેશ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ 21 એપ્રિલે બુધ મેષ રાશિમાં અને 22 એપ્રિલે ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહો મેષ રાશિમાં જતાં જ રાહુ સાથે મળીને ગુરુ ચાંડાલ યોગ બનાવશે. આ સાથે જ ગ્રહોના રાજા સૂર્યમાં મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં પહેલાથી જ રાહુ વિરાજમાન છે. આમ રાહુ અને સૂર્યની યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. એપ્રિલ મહિનામાં આ યોગો બનવા કેટલીક રાશિઓના જાતકો માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે એપ્રિલ મહિનો કઇ રાશિના જાતકો માટે મુશ્કેલી ઉભો કરી શકે છે.

સિંહ રાશિ

આ રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર કોઇ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઇ પ્રતિદ્વંદી તમારો ફાયદો ઉઠાવી શકે છે. આર્થિક સ્થિતિ થોડી નબળી થઇ શકે છે. નકામા ખર્ચમાં થોડો કાબુ કરો. આ સાથે જ વેપારમાં પણ થોડી મુશ્કેલીઓ આવી શકે છે. કોઇપણ પ્રકારનું રોકાણ કરવાથી બચો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.સ્વાસ્થ્યને લઇને થોડી સતર્કતા રાખવી જરૂરી છે. પરિવારમાં થોડી અનબન થઇ શકે છે. આ સાથે જ લગ્નજીવનમાં બેકારમાં લડાઇ-ઝઘડા કરવાથી બચો નહીં તો સંબંધ તૂટવા સુધી પહોંચી શકે છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો મિશ્ર પ્રતિસાદ વાળો રહેશે. પ્રોફેશનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે કાર્યસ્થળમાં કોઇ પણ વિવાદમાં પડવાથી બચો. પૈસાની લેવડ-દેવડથી બચો નહીં તો નુકસાન થઇ શકે છે. લગ્ન જીવનમાં થોડી મુશ્કેલી આવી શકે છે.

ધન રાશિ

લાંબા સમયથી નોકરીની શોધ કરી રહેલા લોકોએ આ મહિને નોકરી માટે લાંબી રાહ જોવી પડશે. આ સાથે જ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે આ મહિનો વધારે મહેનત કરવાની જરૂર છે. પરિવાર સાથે થોડી અનબન થઇ શકે છે. આવકમાં પણ થોડી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.

Web Title: Grah gochar april guru rashi vinashkari yog astrology

Best of Express